Wednesday, March 31, 2010
પપ્પાએ મારા માટે પસંદ કરેલા ગીતો
તમે આ ગીતોની મજા માણો હું ચાલી ઊંઘવા.
- તમારી જિત્વા
Monday, March 29, 2010
જિત્વા સ્લાઇડ શોમાં
- તમારી જિત્વા
Sunday, March 28, 2010
મારી પહેલી નગરયાત્રા
આજે મારે કેટલીક રસીઓ લેવાની હોવાથી હું તો સવારે જ વહેલી ઉઠી ગઇ હતી અને નાનીએ મને નવડાવીને નવા કપડા પહેરાવીને તૈયાર કરી દીધી હતી. ઘરની બહાર ભરતમામા કાર લઇને અમારી રાહ જોઇ રહ્યા હતા આથી હું, મમ્મી અને નાની ઝટપટ તૈયાર થઇને કારમાં ગોઠવાઇ ગયા હતા. હું મમ્મી સાથે આગળની સીટ પર બેઠી હતી.
આજે હું બીજી વખત દવાખાને જઇ રહી હતી. અને આ નગરદર્શનનો અનુભવ પણ મારા માટે નવો હતો. અત્યાર સુધી ઘર અને ચાર દિવાલો જોવા ટેવાયેલી મારી આંખો માટે આ બધા દ્રશ્યો નવા હતા. મને અલગ અલગ લોકો, પ્રાણીઓ, વાહનો, દુકાનો, રસ્તાઓ જોવાની ખુબ મજા પડી ગઇ હતી. કારની આગળની સીટમાં બેઠી બેઠી ટગર ટગર હું આ દુનિયાને નિહાળી રહી હતી.
પરંતુ થોડી વારમાં જ અમે કેશોદમાં આવેલા બાળ રોગ નિષ્ણાત ડો. સંદીપ કથીરીયાના દવાખાના પર પહોંચી ગયા. થોડી વાર વેઇટીંગ રૂમમાં પસાર કરી ત્યાં વારો પણ આવી ગયો. ડોકટરે મારી તંદુરસ્તી તપાસી અને મને મગજના તાવની, ઝેરી કમળાની, ત્રીગુણી અને પોલીયોની રસી આપી. ઇન્જેક્શન લેતા સમયે હું મોટે મોટેથી રડી હતી.
સામાન્ય રીતે અન્ય બાળકોને આ રસી લીધા પછી તાવ આવી જતો હોય છે પરંતુ મને આવી કોઇ ખાસ તકલીફ થઇ નથી. મારી પહેલી નગરયાત્રા ખુબ આનંદદાયક રહી અને મને ખુબ મજા આવી.
- તમારી જિત્વા
રસીકરણની યાદી
Age | Vaccine | Given Date |
Birth | BCG Vaccine | |
OPV o | ||
Hepatitis B1 | ||
6 Weeks | DTPw1/DTPa1 | |
OPV1/IPV | ||
Hepatitis B | ||
Hib 1 | ||
Pneumococcal Conjugate Vaccine | ||
10 Weeks | DTPw2/DTPa2 | |
OPV2/IPV | ||
Hib 2 | ||
Pneumococcal Conjugate Vaccine | ||
14 Weeks | DTPw3/DTPa3 | |
OPV3/IPV | ||
Hepatitis B3 | ||
Hib 3 | ||
Pneumococcal Conjugate Vaccine | 28-5-10 | |
18 Weeks | OPV 4/IPV | |
Hepatitis B* | ||
Influenza | ||
7 Months | Influenza | |
9 Months | Measles | |
1Year above | Varicella # | |
15 Months | MMR (1st Dose) | |
Pneumococcal Conjugate Vaccine | ||
18 Months | DTPw B1/DTPaB1 | |
OPV5/IPV | ||
Hib B1 | ||
Hepatitis A (1st Dose) | ||
2 Year | Typhoid | |
Hepatitis A (1st Dose) | ||
3 ½ Years | OPV6/IPV | |
4 ½ Years | OPV7/IPV | |
DTPw B2/DTPaB2 | ||
5 Years | Typhoid | |
MMR | ||
7 ½ Years | Typhoid | |
10 Years | Td/TT Booster | |
Typhoid | ||
16 Year | Td/TT Booster | |
Typhoid |
Saturday, March 27, 2010
મારૂ વજન અને ઊંચાઇ
Date | Weight | Height |
12 March 2010 (Birthday) | 2.8 Kg | - |
27 March 2010 | 4.0 Kg | 21 Inch |
27 April 2010 | 4.8 Kg | 22 Inch
|
Tuesday, March 23, 2010
મારી લાક્ષણિક અદાઓ
તમે જોયું હવે મને જીભ કાઢતા પણ આવડી ગયું છે. આ બઘા ફોટાઓ અલગ અલગ સમયે પાડવામાં આવ્યા છે. આ ફોટાઓમાં ક્યાંક હું વિચારકની અદામાં વિચારતી જોવા મળીશ તો ક્યાંક એક આંખે દુનિયા જોવાનો પ્રયાસ કરતાં.
- તમારી જિત્વા
Sunday, March 21, 2010
મારી પસંદ ના પસંદ
આમ તો હજુ મને શું ગમે અને શું નહીં તે હું વર્તન દ્વારા જ વ્યક્ત કરૂ છું. નાની કે મમ્મી જ્યારે સવારે મને માલીસ કરે તે મને બહુ ગમતું નથી કારણ કે ક્યારેક હું રડવા પણ લાગુ છું.
પરંતુ મારા હાડકાને મજબુત કરવા માટે તે જરૂરી પણ છે. માલીસ બાદ થોડી વાર કુણો તડકો ખાવાનો તેમાં વીટામીન ડી હોય ને ? અને ત્યાર બાદ વારો આવે સ્નાનનો. પાણી મને ખૂબ ગમે.
સ્નાન બાદ હું એકદમ સ્ફૂર્તી મહેસૂસ કરૂ અને દૂધ પીઇ અને સૂઇ જાવ છું. મને વાહનોનો અવાજ પણ બહુ અકડાવે છે ક્યારેક તો હું ડરી જાવ છુ અને રડવા પણ લાગુ છું. હવે હું મમ્મીના અવાજને સારી રીતે ઓળખી જાવ છું. જ્યારે હું રડતી હોવ ત્યારે મમ્મી પાસે આવે કે હું તરત જ ચુપ થઇ જાવ છું.
સાંજે ક્યારેક હું બહાર પણ નીકળું છું અને ખુલ્લી હવા અને ઠંડકનો આનંદ માણું છું. હવે તો હું બહાર નું દૂધ નથી લેતી પણ જયારે લેતી હતી ત્યરે કેવી તબિયત થી દૂધ પીતી હતી તે જુવો આ વીડિયો માં...
- તમારી જિત્વા
મારા મિત્રો
આમ તો અત્યારે હું સૌથી વધુ સમય મમ્મી અને નાની સાથે વિતાવતી હોઇશ. પરંતુ દરરોજ વાસુમામા, ગોપીમાસી, નંદન અને ક્યારેક ખુશી મારી પાસે આવે છે. વાસુ દરરોજ સ્કુલેથી આવીને મને મળવા આવે છે.
મને જોઇને વાસુમામાને વિવિધ પ્રશ્નો થાય છે થોડા દિવસ પહેલા તે મારા હાથમાં મેં પહેરેલી કાળી દોરીને જોઇને પુછતા હતા કે આ દોરી મને કોણ પહેરાવી ગયું?
હું રાત્રે તો મજાની નિંદર માણું છું પરંતુ દિવસે ક્યારેક મને નિંદર ન આવતી હોય ત્યારે હું રડવાનું શરૂ કરુ છું અને નાના છાપુ વાંચવાનું પડતું મુકીને મારા ઘોડીયાની દોરી ચલાવવા બેસી જાય છે. લાગે છે કે હમણા નાનાને પણ છાપુ પુરૂ વંચાતું નહીં હોય.
આ વીડીયોમાં તમે જુવો મને કેવું રડતા આવડે છે?
- તમારી જિત્વા
ભરતમામાના ઘરની મુલાકાત
આમ તો હજુ હું નાની છું અને ચાલતા પણ નથી શીખી. પરંતુ હવે મને ઘરની ચાર દિવાલો અને ખુલ્લા વાતાવરણ વચ્ચેનો ફેર ખબર પડે છે. સાંજે જ્યારે ગરમી ઓછી થઇ જાય ત્યારે મમ્મી અથવા નાની મને બહાર હિંચકા પર લઇ જાય છે. અને મને પણ ઘરની ચાર દિવાલો કરતા બહાર વધુ મજા આવે છે.
મમ્મીને ભરત મામા ઘણા દિવસથી કહેતા હતા કે આને ઘરે લઇ જવી છે. અને એક દિવસ તે સાચે જ મને તેમના ઘરે લઇ ગયા. નવું ઘર જોઇને મને પણ મજા આવી કારણ કે અત્યાર સુધી હું નાનાના ઘરથી જ પરિચીત હતી.
અહીં બા, હર્ષામામી, ભરતમામા, ગોપી (સીગ્મા) અને વાસુ પણ હતા. મને પણ અહીં ખુબ મજા આવી થોડી વાર હું અહીં રહી અને પછી મમ્મી મને નાનાના ઘરે લઇ ગઇ હતી. આ મારો પહેલો પ્રવાસ હતો જે આનંદદાયક રહ્યો હતો.
- તમારી જિત્વા
મારા નામની નામાયણ
મારો જન્મ થયો કે તરત જ મારૂ નામ શું રાખવું તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. મારી રાશી છે મકર એટલે કે ખ અને જ. પરિવારના ગોરમહારાજ ચંદુબાપાએ શારદા બા(મારા દાદી)ને કહ્યું કે જન્મ સમયના નક્ષત્રને જોતા ભ પરથી પણ નામ રાખી શકાય.
ટુંકમાં ખ, જ અને ભ પરથી મારૂ નામ પાડવાનું હતું. બધાનું કહેવું હતું કે રાશી પરથી જ નામ પાડીએ તો સારૂ આથી હવે ખ અને જ પરથી જ નામ પાડવાનું હતું તે ફાઇનલ હતું.
થોડા દિવસ ગયા નામની શોધખોળમાં એ સમય દરમ્યાન દાદા, દાદી અને નાના, નાની પાસે તો જે કોઇ નામ આવે તે તેમને ગમી જતું હતું પરંતુ કોઇ નામ પપ્પા, મમ્મીને ગમતું નહોંતું. અને આમને આમ મહિનો વિત્યો....કોઇ મને જીયા કહેતું હતું તો કોઇ જમકુ.
પપ્પા કહેતા હતા કે મારૂ નામ શોધવામાં પપ્પાના વડિલ મિત્ર બિપીનભાઇ પટેલ, અજય કાકા, ડોલીકાકી અને ડીડી કાકા, વિભા માસીએ બહુ મહેનત કરેલી.
બિપીનકાકાએ તેમના મિત્ર વર્તૃળમાં ફોન કરીને નામોની યાદી તૈયાર કરી હતી તો, ડીડી કાકા ક્યાંકથી આખી ચોપડી લાવ્યા હતા અને ઘરે આવીનો જોયું તો તેમાં મારી રાશીના પાના જ ફાટેલા હતા. તો અજયકાકા અને ડોલીકાકીએ વિવિધ વેબસાઇટો ફેંદી નાખી. અને પપ્પાએ લાઇબ્રેરીનો મોરચો સંભાળ્યો હતો.
આ મહિનાના દરમ્યાન એક દિવસ પપ્પાએ લાઇબ્રેરીમાં જઇને નામ શોધ્યું જિત્વા એટલે કે જીતીને આવેલું કે હરાવીને આવેલું આ નામના એક ઋષિ પણ હતા. ફઇ, દાદા, દાદિ, અદા, મોટી મમ્મી, નાના, નાની, મામા, પપ્પા અને મમ્મી બધાને આ નામ ગમ્યુ અને મારૂ નામ રાખવામાં આવ્યું જિત્વા.
- તમારી જિત્વા
લાડવાનો પ્રસંગ
આજે(7-2-10) લાડવાનો પ્રસંગ હોવાથી ઘરે બહુ બધા લોકો આવ્યા હતા. ટીંબાવાડીથી દાદા, દાદી, મોટા મમ્મી, પપ્પા, પુષ્ટિ દીદી, નેત્રા દીદી અને અન્ય સ્નેહીજનો આવ્યા હતા. દાદી અને મોટા મમ્મી મારા માટે બહુ બધા કપડા અને રમકડા લાવ્યા હતા.
હવે દિવસેને દિવસે મારા રમકડાની સંખ્યા વધી રહી છે. આ પોસ્ટની સાથે આપેલો ફોટો જોઇને તમને તેનો અંદાજ આવશે.
આજે મને જે રૂમમાં રાખવામાં આવી હતી ત્યાં બહુ બધા લોકો ભેગા થઇ ગયા હતા બધા મને રમાડવા માગતા હતા. કોઇ મને અવાજ કરીને મને બોલાવતું હતું તો કોઇ ઇશારો કરીને મારૂ ધ્યાન દોરવાનો પ્રયાસ કરતા હતા.
આખું ઘર મહિલાઓથી ભરાઇ ગયું હતું. આથી મને રમાડવાનો દાદાનો વારો તો આવ્યો જ નહીં અને પપ્પાનો વારો પણ રહી રહીને આવ્યો જ્યારે મારે સુવાનો સમય થઇ ગયો હતો.
આ પ્રસંગે વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી અને ખુશીદીદી, નેત્રાદીદી, વાસુમામા અને પુષ્ટિદીદીએ ખુબ દોડાદોડી કરી હતી અને રમવાની મજા મજા માણી હતી.
- તમારી જિત્વા
મારી છઠ્ઠીનો દિવસ
એવું કહેવાય છે કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે છે. મારી છઠ્ઠીના દિવસે પણ સાંજે પાડોશમાંથી બહુ બધી બહેનો અને બાળકો આવ્યા હતા.
છઠ્ઠીમાં મુકવા માટે નાનાએ સાયન્સના પુસ્તકો શોધી રાખ્યા હતા. તો હર્ષા મામીએ પીપળાના પાન તૈયાર કર્યા હતા. હર્ષા મામીએ અને નાનીએ મને ગડથોલીયું ખવડાવ્યું હતું અને છતાં હું રડી નહોંતી.
પપ્પા પણ છઠ્ઠીના દિવસે મારી પાસે હાજર હતા અને છઠ્ઠીનું શુટીંગ કર્યું હતું અને ફોટાઓ પણ પાડ્યા હતા. આ પ્રસંગે વાસુમામાએ પણ કેમેરા પર તેનો હાથ અજમાવ્યો હતો. ગોપી માસીએ છઠ્ઠીની વિધી પુરી થઇ ગયા પછી બધાને ચોકલેટ આપી હતી.
બધાના અવાજ અને મારે વિધીના ભાગરૂપે ફરજીયાતપણે ખાવા પડેલા ગડથોલીયાના કારણે હું તો ઝડપભેર ઉંધી ગઇ હતી આ વીડીયોમાં જુઓ મારી છટ્ઠી.
- તમારી જિત્વા
પૃષ્ટિ દીદી, નેત્રા દીદી અને હું
મારો જન્મ થયો અને બીજા દિવસે સવારે શારદા બા અને પપ્પા આવ્યા અને તેના પછીના દિવસે એટલે કે (14-2-10)ના દિવસે ગોવિંદ દાદા, પરેશઅદા, મોટી મમ્મી, પુષ્ટિ દીદી અને નેત્રા દીદી આવ્યા હતા. મારી બહેનોને મારી સાથે રમવાની મને ખુબ મજા પડી ગઇ હતી.
મેં મારી બહેનો અને શારદા બા સાથે ફોટો પણ પડાવ્યો હતો. નેત્રા દીદી અને વાસુ મામા તો બસ મને તેના ખોળામાં જ બેસાડવા માંગતા હતા. મારા નાના નાના હાથ અને પગ જોઇને તેમને બહુ આશ્વર્ય થતું હતું.
- તમારી જિત્વા
શારદાબા, પપ્પા સાથે મુલાકાત
મારો જન્મ થયો ત્યારે(12-2-10) પપ્પા રાજકોટથી થોડે દુર હતા અને ટીંબાવાડી પહોંચતા જ રાતના 10 વાગી ગયા હતા. આથી બીજા દીવસે(13-2-10) સવારે પપ્પા અને શારદાબા મારા માટે કપડા અને મીઠાઇ લઇને આવ્યા હતા.
શારદા બા અને પપ્પા જ્યારે હોસ્પીટલ આવ્યા ત્યારે હું તો રમતી હતી પરંતુ નિંદરમાં હું વાહનોના અવાજથી ખુબ ડરી જતી હતી.પપ્પાએ મારા ઘણા બધા ફોટાઓ પાડ્યા હતા અને શુટીંગ પણ કર્યું હતું.
- તમારી જિત્વા
Saturday, March 20, 2010
મારો જન્મ થયો તે હોસ્પિટલ
મારો જન્મ કેશોદની પાડલિયા હોસ્પીટલમાં થયો. અને મારો જન્મ કરાવનાર ડોકટર હતા બીનાબહેન પાડલીયા. પાડલિયા હોસ્પિટલ સોમનાથ હાઇવે પર બસ સ્ટેન્ડની નજીક આવેલી છે. હોસ્પિટલ હાઇવે નજીક આવેલી હોવાના કારણે અહીં ખુબ બધો અવાજ થતો હતો જે મારી ઉંધમાં બહુ ખલેલ પહોંચાડતો હતો.
મારો જન્મ થયો ત્યારે મારા સિવાય અન્ય એક બાબાનો પણ જન્મ થયો હતો. આ સિવાય હોસ્પિટલના બધા રૂમ ખાલી હતા. હોસ્પિટલના ડોકટર, સ્ટાફ, સ્વચ્છતા વગેરે વિશે અહીં વધુ કંઇ નહીં કહું.
હું આ હોસ્પિટલમાં હતી ત્યારે પપ્પાએ કરેલું આ શુટીંગ જુઓ, જન્મના બીજા દિવસના આ શુટિંગમાં તમે મારી મસ્તી જોઇ શકો છો...
- તમારી જિત્વા
Thursday, March 18, 2010
કેમ છો ?
આજે મારા જન્મને એક મહીનો ને છ દિવસ થઇ ગયા છે. 12-2-10(શિવરાત્રી)ના રોજ સાંજે 5.34 કલાકે આ પૃથ્વી પર હું આવી ત્યારે મારો વજન 2 કિલોને 800 ગ્રામ હતો.
મારા જન્મ સમયે મારી આજુબાજુમાં ડોકટર અને નર્સ સિવાય નાના, નાની, ભરતમામા અને હર્ષા મામી અને ડોલી બહેન હતા. અને નાનાએ જ્યારે પપ્પાને મારા જન્મ વિશે જણાવ્યું ત્યારે તેઓ રાજકોટથી થોડા દુર હતા.
હવે આ બ્લોગ પર હું તમને મારા વિશે, મારી આજુબાજુના લોકો વિશે, મારી પ્રવૃતિ વિશે જણાવતી રહીશ. મારો જન્મ 12-2-10ના રોજ કેશોદના પાડલીયા નર્સીંગ હોમમાં હતો. અને ત્યારથી લઇને અત્યાર સુધી હું કેશોદમાં જ મામાના ઘરે છું. હવે તો હું ઘણી મોટી થઇ ગઇ છું. મમ્મી કહેતી હતી કે તેની ત્રણ વહેંત જેટલી મારી ઉંચાઇ થઇ ગઇ છે.
હવે હું મમ્મીને ઓળખી જાવ છું અને તેના અવાજને પણ સારી રીતે ઓળખું છું. આ સીવાય હવે મને ખબર પડવા માંડી છે કે કોઇપણ માગ પુરી કરાવવા માટે મોટેથી રડવાનું શરૂ કરી દેવું. જો કે હું રૂદનના આ હથીયારનો ભાગ્યેજ ઉપયોગ કરૂ છું.
મારા જન્મબાદ તરત જ હું મમ્મી જેવી લાગુ છું કે પપ્પા જેવી તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. પપ્પાનું કહેવું છે કે હું મમ્મી જેવી લાગુ છું જ્યારે મમ્મી કહે છે કે ઉંઘમાં હું પપ્પા પર ગઇ છું.
આ ફોટો મારા જન્મ બાદ ગણતરીની ક્ષણોમાં નાનાએ તેમના મોબાઇલ કેમેરામાં પાડ્યો હતો. તમે સાથે આ આપેલા વીડીયોમાં પણ મને જોઈ શકો છો અને હા તમારા પ્રતિભાવ આપવા નું ભૂલતા નહિ.
- તમારી જિત્વા