Showing posts with label Ada. Show all posts
Showing posts with label Ada. Show all posts

Sunday, October 31, 2010

બા, અદા અને દાદા


ભાષા શિખવાના ચાર તબક્કા છે પહેલો સાંભળવું બીજો બોલવું ત્રીજો વાંચવું અને ચોથો લખવું. મેં પણ અત્યાર સુધી ઘણું સાંભળ્યું હવે હું બોલવાનો પ્રયાસ કરી રહી છું.

અત્યારે મને બા, અદા અને દાદા બોલતા આવડી ગયું છું. અને હું મારી મરજી પ્રમાણે બોલતી હોઉં છું. ખાસ કરીને બપોર અને સાંજના સમયે.

તો વળી, મમ્મી મને બપોરે ઘોડીયામાં સુવડાવે ત્યારે ક્યારેક હું મારી સાંકેતીક ભાષામાં હાલરડા પણ ગાઉં છું. અને ક્યારેક આનંદમાં હોઉં ત્યારે ચીસો પણ પાડું છું આ પણ એક પ્રકારનું પ્રત્યાયન જ છે ને ?


- તમારી જિત્વા

Friday, April 16, 2010

પુષ્ટી દીદી, નેત્રા દીદી અને હું

આજે અદા, મોટી મમ્મી, પુષ્ટિ દીદી, નેત્રા દીદી અને ઉષા ફઇ આવ્યા હતા. નેત્રા દીદીતો મારી પાસેથી દુર ખસતા જ નહોંતા. બહાર વાસુ અને પુષ્ટિ દીદી રમતા હતાં પરંતુ નેત્રા દીદી તો બસ મારી પાસેજ બેસી રહ્યા. વારેવારે મારા માથા પર હાથ ફેરવે અને મારી હરકતોને જોયા કરે. (ઘરે કોઇ ફોન કરે તો તેમને પણ તેઓ જિત્વા શું કરે છે તેમ પુછતા રહે છે.)

ઉષા ફઇએ આજે મને પહેલી વખત જ જોઇ થોડી વાર હું તેમના ખોળામાં પણ રમી. મોટી મમ્મી સાથે તો મેં એક ફોટો પણ પડાવ્યો જે આ પોસ્ટમાં મુકી રહી છું. મને પણ હવે રમવાની ખુબ મજા આવે છે અને રમાડવા વાળી આવી દીદીઓ હોય તો તો પછી પુછવું જ શું ? પરંતુ અદાને દુકાને થોડું કામ હોવાથી બધાએ વહેલું નીકળવું પડ્યું.

નેત્રા દીદીતો મને સાથે લઇ જવા માંગતા હતા. પરંતુ વડીલોએ જિત્વા થોડા દીવસ પછી ટીંબાવાડી આવશે તેમ કહીને તેમને મનાવી લીધા હતા.
- તમારી જિત્વા

Tuesday, March 23, 2010

મારી લાક્ષણિક અદાઓ







તમે જોયું હવે મને જીભ કાઢતા પણ આવડી ગયું છે. આ બઘા ફોટાઓ અલગ અલગ સમયે પાડવામાં આવ્યા છે. આ ફોટાઓમાં ક્યાંક હું વિચારકની અદામાં વિચારતી જોવા મળીશ તો ક્યાંક એક આંખે દુનિયા જોવાનો પ્રયાસ કરતાં.

- તમારી જિત્વા