Monday, January 30, 2012

મારી દીકરી મને બહુ ગમે છે

આજે ઇન્ટરનેટ પર www.layastaro.com નામની સાઇટ પર મીનાક્ષી કૈલાસ પંડિતની સરસ મજાની કવિતા વાંચવા મળી તમને પણ ગમશે.

દીકરી

મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.

દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.

એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.

દીકરી મોટી થઈ જશે ત્યારે ?

- મીનાક્ષી કૈલાસ પંડિત (સૌ. www.layastaro.com )

- તમારી જિત્વા

No comments:

Post a Comment