ચંદ્રકાંત બક્ષી, પપ્પાના ગમતા લેખક અને ગુજરાતી સાહિત્યનું એવું ઘરખમ નામ કે તેમના અવસાનનો અવકાશ હજુ ગુજરાતી સાહિત્યમાં પુરાયો નથી. અરે ! એ જગ્યા તો શું તેની આસપાસ પણ ફરકી શકે તેવા લેખકનું સ્થાન પણ હજુ ખાલી છે.
આ લેખક અને મુઠી ઉંચા ગુજરાતીની પુત્રી એટલે રીવા બક્ષી. હવે મોરના ઇંડાને થોડા ચિતરવા પડે એ કહેવતને સાર્થક કરતા હોય તેમ રીવા બક્ષીએ બક્ષીબાબુને ઉદ્દેશીને 'થેંક યુ પપ્પા' નામના પુસ્તકમાં એક પત્ર લખ્યો હતો. જેમાં શબ્દો દ્વારા એક દીકરીએ તેના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે.
ડૅડી : એક સર્વનામ – રીવા બક્ષી
હું રીવા બક્ષી…
રીવા ચંદ્રકાન્ત બક્ષી !
મારા નામ પાછળ નામને અને એ નામના વજનને હું ફીલ કરી શકું છું. પ્રેમ કરું છું.
એ નામ મારા લોહીમાંના રક્તકણની જેમ મારા અસ્તિત્વ માટે જવાબદાર છે.
‘ડૅડી’…. ખરેખર કેટલો મોટો શબ્દ હોય છે ! બોલતાં બોલતાં શ્વાસ ભરાઈ આવે એટલો મોટો કદાચ !
‘ડૅડી’ શબ્દ નથી… એ છે શબ્દનો અર્થ… ‘ડૅડી’ between the lines નો અર્થ છે.
શું હોય છે આ ‘ડૅડી’ શબ્દ ? એવું કયું વજન હોય છે, જે જિંદગી આખી તમને, તમારા સમગ્ર being ને એક અનોખો અર્થ આપ્યા કરે છે, સતત?
સાવ નાનપણમાં મારા વાળમાંથી રેશમી રિબીનો ખોલી, એક પછી એક હેરપીન કાઢી, વાળ છુટ્ટા કરી, માથામાં ધીરે ધીરે હાથ ફેરવતા મને જાતે બનાવી ચઢાવીને પરીઓની વાર્તા કહેતા ડૅડીને હું પૂછતી કે ‘પરીને ચશ્માં હોય છે ?’ અને ડૅડી પરીને ચશ્માં પહેરાવી દેતા, કારણકે મમ્મી પણ ચશ્માં પહેરતી ! અને એ પછી એમની લખેલી વાર્તાઓ, નવલકથાઓનાં ચૅપ્ટર્સ રોજ રાતે મેં સાંભળ્યા છે…. આજે હું પણ મારા ડૅડીની જેમ પાંચ-છ ભાષાઓ જાણું છું – એનો સંપૂર્ણ યશ એમને છે. એમણે મને શીખવ્યું ભાષાને પ્રેમ કરતાં… ડૅડી મારું ઘડતર છે ! જો કે ડૅડી અને ચંદ્રકાન્ત બક્ષી એમ બે સાવ જુદી વ્યક્તિઓ પણ મેં જોઈ છે. ડૅડી… એક Perfectionist …… એક ક્રિયેટીવ સોલ્જર !
….. ડૅડી, આજે જિંદગી ખુશનુમા બની ચુકી છે ત્યારે આપણે સાથે જ છીએ ને ? મમ્મી ભલે શરીર સ્વરૂપે હાજર નથી, પણ હું તો તમને બંનેને સાથે જ જોઉં છું…. કારણકે જીવનનાં તમામ સુખદુખ આપણે આપણા ત્રણ માણસોના નાના ટાઈટ પરિવારમાં સાથે સાથે ભોગવ્યાં છે… માણ્યાં છે !
47 વર્ષમાં લગ્નજીવનમાં તમે અને મમ્મી તો સતત સાથે જ રહ્યાં – હંમેશા, સુવર્ણમુદ્રાની બે બાજુઓની જેમ. યાદ છે, મમ્મી હંમેશા મને કહેતી કે તું હંમેશા તારા ડૅડીને જ સપોર્ટ કરે છે ! પણ કદાચ એ જાણતી જ હશે કે છેવટે તો હું ડૅડીથ્રુ એને જ સપોર્ટ કરું છું ! ખરું ને ડૅડી ?
મને કોઈ તો કહી બતાવે કે વૃક્ષ સાચું કે એનું મુળ સાચું ?
બસ ! મારા માટે મારું વૃક્ષ અને મુળ એ મારાં ડૅડી અને મમ્મી છે…. એકબીજાનાં પર્યાય !
…..પરિવાર માટે જવાબદારી, દોસ્તો માટે વફાદારી અને ખુદ માટે ખુદ્દારી ! ડૅડીને મેં ડમ્બેલ્સ અને બારબેલ્સ લઈને આદમકદ આયના સામે વ્યાયામ કરતા જોયા છે…. એમના શરીરસૌષ્ઠવ પ્રત્યેની મર્દાના જીદ્દને જોઈ છે, અને એવી જ મર્દાના કલમ પર ન્યોચ્છાવર થતી આખી પેઢીને પણ જોઈ છે. ડૅડીનો આવો તેજતર્રાર મીજાજ જીન્સમાં કેટલો અનાયાસ વણાઈ ગયો છે કે, બિલકુલ એમની માફક, હું પણ તકલીફના સમયે મારું શ્રેષ્ઠત્તમ પ્રદાન કરું છું ! ડૅડી હંમેશા કહે કે : never escap from the crisis… face it and today I operate my best during the crisis. ડૅડીએ કહેલું, ‘જીવન જેવી મોંધી મીરાતને આપણે બક્ષીઓ સલામતી જેવી સસ્તી ચીજ માટે ગીરવે ન મૂકી શકીએ.’ ડૅડી શીખવે છે – Live dangerously !
મારાં દાદીમા અને માંના મૃત્યુ સિવાય ડૅડીની આંખો ભીની થતાં મેં કદી નથી જોઈ, પણ એમની લાગણી સદાય લીલીછમ. વૃક્ષના થડની કઠોર દેખાતી છાલ પણ એનાં મૂળિયાંને કારણે અંદરથી તો ભીની જ રહેતી હશે ને ! ડૅડી આપણું વૃક્ષત્વ અને તેની ભીનાશ હોય છે. અને ડૅડી અંગત મિત્ર પણ હોય છે.
ગોવાની હોટલમાં પહેલીવાર બીયર એમની સાથે પીધો છે… એમની સાથે કલક્ત્તાની રેસમાં પહેલીવાર ગઈ છું… એટલાન્ટીક સીટીના કેસીનોમાં જુગાર રમી છું – જ્યાં હું જીતતી હતી અને ડૅડી હારતા રહ્યા હતા…. લંડનના સોહોમાં, પેરીસના પીગલમાં, ન્યુયોર્કની ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટમાં અમે સાથે પૈદલ ફર્યાં છીએ…. ફાધર અને ડૉટર – ટુગેધર !
ડૅડીએ દુનિયા ખોલી આપી છે, મારા માટે, અને તે છતાં એ જ ડૅડીએ મને શીખવ્યું છે, દુનિયામાં ડૅડી અને મમ્મી સિવાયના પણ માણસો છે અને દુનિયા સારા અને ખરાબ બધા જ પ્રકારના માણસોની બનેલી છે. એમણે મને ચૉપ્સ્ટીકથી ચાઈનીઝ ખાતાં શીખવ્યું….. ટાઈની નોટ બાંધતાં શીખવ્યું… બીયર અને વાઈનનો ફરક સમજાવ્યો… વર્લ્ડ લીટરેચરની સૈર કરાવતાં વાંચન રોપ્યું… ક્રાઈસીસના સમયમાં કરેજની મહાનતા સમજાવી…. ક્યારેય તુટી ન શકવાની જીદ્દનાં બીજ વાવ્યાં… ગુજરાતથી દુર રહીને પણ ઈઝરાયલના જ્યુઝની જેમ ગુજરાતને પ્રેમ કરતાં શીખવ્યું…. ઈમાનદારી અને ખુદ્દારીના પાઠ શીખવ્યા…. પૈસો ફેંકતા શીખવ્યું અને દિલદારીને ગળે લગાવતાં શીખવ્યું.
હા –
‘ડૅડી’ એ શબ્દ છે જેણે મને કહ્યું કે,
‘સરસ સંગીન જીવવું… એનાથી વધીને કોઈ કલા નથી, કોઈ સાહિત્ય નથી !’
કલા એ ફકત પરર્ફોર્મ કરવાની વસ્તુ નથી….
એને જીવી પણ શકાય…
આવું વજન હોય છે.. ‘ડૅડી’ શબ્દનું !
આ ચંદ્રકાન્ત બક્ષી છે…
મારા ‘ડૅડી’…
નામ નહીં – પણ સર્વનામ !
(સૌજન્ય : રીવા બક્ષી, રીડ ગુજરાતી.કોમ)
કેવો લાગ્યો આ પત્ર...??? આપના પ્રતિભાવની હું રાહ જોઇશ...
- તમારી જિત્વા

No comments:
Post a Comment