Sunday, April 29, 2012

જુઓ મારૂ બંગડી કલેક્શન

મમ્મીની જેમ મારી પાસે પણ બંગડીઓનું કલેક્શન છે અને તેમાં પણ ખુશીદીદીએ ગીફ્ટમાં આપેલી બંગડીઓના કારણે મારૂ કલેક્શન ઘણુ સમૃદ્ધ થઇ ગયું છે.

કલેક્શન તો થઇ ગયું પરંતુ સૌથી મોટી તકલીફ આ બંગડી પહેરવાની થાય છે મારે પપ્પા કે મમ્મીની મદદ લેવી પડે છે તેને પહેરવા માટે અને પહેરાય જાય તો પાછી તેને ઉતારવાની તકલીફ છે, કારણ કે તેમાં ફરી તેમની મદદ લેવી પડે છે.

આજકાલ હું સુરેખા બાથી લઇને આશા કાકી દરેકને મારૂ આ બંગડી કલેક્શન બતાવતી ફરૂ છું. તમે પણ મને કહેજો તમને કેવું લાગ્યું મારૂ આ કલેક્શન.






- તમારી જિત્વા

લાવો તમારૂ આઇકાર્ડ

આજે તો પપ્પા જેવા ઓફીસથી આવ્યા કે મેં તેમનું કાર્ડ લઇ લીધું અને મારા ગળામાં પહેરી લીધું. પપ્પાને રોજ કાર્ડ સાથે રાખતા જોવ છું પરંતુ સામાન્ય રીતે તે મારી પહોંચથી દુર રહે છે.

આજે જેવું કાર્ડ હાથમાં આવ્યું કે તરત જ તેને મેં ગળામાં પહેરી લીધું અને તેનાથી ખુબ રમી એટલું જ નહીં હોંશે હોંશે પપ્પા પાસે ફોટો પણ પડાવ્યો.








મને કંઇ નવી વસ્તુ દેખાય કે કંઇ નવું મારા હાથમાં આવે એટલે હું તેનાથી પેટભરીને રમી લઉં છું અને બે-ત્રણ દિવસ બાદ તે વસ્તુ મારા માટે નકામી થઇ જાય છે. આ માટે મમ્મી પણ સમયાંતરે મારા રમકડા બદલાવતી રહે છે જેથી રમકડામાં મારો રસ જળવાય રહે.

- તમારી જિત્વા


Sunday, April 15, 2012

મારી રેડ ફરારી

આજે હું પપ્પા મમ્મી સાથે બહાર ગઇ હતી ત્યારે પપ્પાએ મને મોલમાંથી આ રમકડાની કાર લઇ આપી હતી. મને રેડ કલર પસંદ હોવાથી પપ્પાએ રેડ કલર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.




- તમારી જિત્વા