Wednesday, August 31, 2011

જે ઘર તડકો ના\'વે

આજે ઘરમાં બારી વાટે આવતા તડકાને જોઇને મને આશ્વર્ય થયું, મેં વિચાર્યું કે બધી વસ્તુને પકડી શકાય તો તકડાને શા માટે નહીં ?


મેં બાળસહજ ભાવે તડકાને પકડવાની મથામણ કરી, તડકો પકડવામાં તો મને સફળતા ન મળી પણ કંઇક કર્યાનો આનંદ જરૂર થયો.

તકડાની જ વાત નીકળી છે તો વાંચો ઉશનસની આ સરસ મજાની રચના.

જે ઘર તડકો ના\'વે
ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?
સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?
એહની સંગ શુ હસવું? એહની સંગે વાત શી લેશ,
એનો હાથ પકડીએ શીદને? દઈએ શેં આશ્વેષ
જેને અડક્યાવેંત ઉમળકે હૈયે થડકો ના’વે?    
   (સૌજન્ય : www.tahuko.com)      - ઉશનસ્ 

- તમારી જિત્વા

Tuesday, August 30, 2011

સુરજને પકડવાની મથામણ



આજે સવારે મમ્મીએ જેવી બારી ખોલી પડદો હટાવ્યો ત્યાં જ ઘરમાં સુરજના કિરણોનો પ્રવેશ થયો. મારા માટે તો આ આખી ઘટના જ નવી હતી. આથી મેં તો બાળ સહજ ભાવે સુરજદાદાને પકડવાનું નક્કી કર્યું અને લાગી પડી સુરજના કિરણોને પકડવાના પ્રયાસમાં.

થોડીવાર મહેનત કર્યા પછી સમજાયું કે લોકો સુરજને દાદા શા માટે કહે છે ? અને થોડા પ્રયાસો પછી સુરજને પકડવાનો પ્રયાસ પડતો મુકવો પડ્યો.

- તમારી જિત્વા

Tuesday, August 9, 2011

રોક શકો તો રોકલો





આજે રાત્રે પપ્પા પગ આડા રાખીને છાપુ વાંચી રહ્યા હતા. અને મારે એક તરફથી બીજી તરફ જવું હતું. પપ્પાએ જવા ન દેતા મેં પગ નીચેથી થઇને જવાનું પસંદ કર્યું. અને જુઓ હું કેવી સીફતતાપૂર્વક પગ નીચેથી નીકળી ગઇ.

છેલ્લા ફોટામાં જુઓ મારા પરાક્રમમાં હું જેવી સફળ થઇ કે પપ્પાએ મને શાબાશી પણ આપી.  

- તમારી જિત્વા