Thursday, May 12, 2011

મહેમાન સાથે રેસ્ટોરન્ટમાં


હાલ ખુશી દીદી, કમલેશ માસા અને વિભા માસી અમદાવાદ આવેલા છે. આજે સાંજે બધા બહાર ગયા હતા અને ઘરે પહોંચતા મોડુ થઇ ગયું હતું આથી પછી પોગ્રામ બનાવી કાઢ્યો બહાર જમવાનો. ભુખ લાગી હતી અને રેસ્ટોરન્ટ પણ નજીકમાં જ દેખાયું તે ધુસી ગયા રેસ્ટોરન્ટમાં. 

બોપલ ચાર રસ્તા પાસે આવેલા ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી જમ્યા અને જમીને ઘરે પહોંચ્યા ત્યારે મારૂ શુઝ પડી ગયું. પપ્પાતો થોડા ગુસ્સે થઇ ગયા હતા પરંતુ માસાની મહેનતના કારણે તે પાછુ મળ્યું. થેન્ક્યુ માસા.

- તમારી જિત્વા

Monday, May 2, 2011

હાર્ટ ટચીંગ SMS


પપ્પાના વડીલ મિત્ર અને માર્ગદર્શક એવા રાકેશ મામાએ પપ્પાને એક હાર્ટ ટચીંગ SMS મોકલ્યો છે. જો તમે કોઇ સંતાનના માતા પિતા હો તો તમને આ SMS વાંચવો જરૂર ગમશે.

While a man was polishing his new car, his 6 year old son picked stone & scratched lines on the side of car. In anger, the man took the child's hand & hit it many times not realizing he was using a wrench.

At the hospital, the child lost all his fingers due to multiple fractures. When the child saw his father...With painful eyes he asked 'Dad when will my fingers grow back ?

Man was so hurt and speechless. He went back to car and kicked it many times. Devastated by his own action...sitting in front of the car he looked at the scratches, child had written 'I LOVE YOU DAD'.

Moral : Anger and love have no limits.

કેવો લાગ્યો આ SMS ? મને આપના પ્રતિભાવ જરૂર જણાવજો.

- તમારી જિત્વા

Sunday, May 1, 2011

હેલ્મેટ પહેરો, સુરક્ષીત રહો




પપ્પા જ્યારે બાઇક લઇને જાય ત્યારે માથા પર હેલ્મેટ પહેરીને જાય. દરરોજ હું આ દ્રશ્ય જોઉં ત્યારે મને કુતુહલ થાય કે તેઓ આ શું પહેરતા હશે ?

આજે પપ્પા જેવા બહારથી આવ્યા કે હેલ્મેટ લઇને મેં પણ ટ્રાય કરી જોઇ. મેં તો થોડીવારમાં જ હેલ્મેટ ઉતારી નાખી કારણ કે તેનો વજન મારા બરાબર હતો.

તમને પણ મારી વણમાગી સલાહ છે કે જ્યારે પણ બાઇક લઇને નિકળવાનું થાય ત્યારે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો.

- તમારી જિત્વા