Sunday, March 21, 2010

મારી પસંદ ના પસંદ



આમ તો હજુ મને શું ગમે અને શું નહીં તે હું વર્તન દ્વારા જ વ્યક્ત કરૂ છું. નાની કે મમ્મી જ્યારે સવારે મને માલીસ કરે તે મને બહુ ગમતું નથી કારણ કે ક્યારેક હું રડવા પણ લાગુ છું.

પરંતુ મારા હાડકાને મજબુત કરવા માટે તે જરૂરી પણ છે. માલીસ બાદ થોડી વાર કુણો તડકો ખાવાનો તેમાં વીટામીન ડી હોય ને ? અને ત્યાર બાદ વારો આવે સ્નાનનો. પાણી મને ખૂબ ગમે.

સ્નાન બાદ હું એકદમ સ્ફૂર્તી મહેસૂસ કરૂ અને દૂધ પીઇ અને સૂઇ જાવ છું. મને વાહનોનો અવાજ પણ બહુ અકડાવે છે ક્યારેક તો હું ડરી જાવ છુ અને રડવા પણ લાગુ છું. હવે હું મમ્મીના અવાજને સારી રીતે ઓળખી જાવ છું. જ્યારે હું રડતી હોવ ત્યારે મમ્મી પાસે આવે કે હું તરત જ ચુપ થઇ જાવ છું.

સાંજે ક્યારેક હું બહાર પણ નીકળું છું અને ખુલ્લી હવા અને ઠંડકનો આનંદ માણું છું. હવે તો હું બહાર નું દૂધ નથી લેતી પણ જયારે લેતી હતી ત્યરે કેવી તબિયત થી દૂધ પીતી હતી તે જુવો આ વીડિયો માં...

- તમારી જિત્વા

No comments:

Post a Comment