Sunday, March 21, 2010
લાડવાનો પ્રસંગ
આજે(7-2-10) લાડવાનો પ્રસંગ હોવાથી ઘરે બહુ બધા લોકો આવ્યા હતા. ટીંબાવાડીથી દાદા, દાદી, મોટા મમ્મી, પપ્પા, પુષ્ટિ દીદી, નેત્રા દીદી અને અન્ય સ્નેહીજનો આવ્યા હતા. દાદી અને મોટા મમ્મી મારા માટે બહુ બધા કપડા અને રમકડા લાવ્યા હતા.
હવે દિવસેને દિવસે મારા રમકડાની સંખ્યા વધી રહી છે. આ પોસ્ટની સાથે આપેલો ફોટો જોઇને તમને તેનો અંદાજ આવશે.
આજે મને જે રૂમમાં રાખવામાં આવી હતી ત્યાં બહુ બધા લોકો ભેગા થઇ ગયા હતા બધા મને રમાડવા માગતા હતા. કોઇ મને અવાજ કરીને મને બોલાવતું હતું તો કોઇ ઇશારો કરીને મારૂ ધ્યાન દોરવાનો પ્રયાસ કરતા હતા.
આખું ઘર મહિલાઓથી ભરાઇ ગયું હતું. આથી મને રમાડવાનો દાદાનો વારો તો આવ્યો જ નહીં અને પપ્પાનો વારો પણ રહી રહીને આવ્યો જ્યારે મારે સુવાનો સમય થઇ ગયો હતો.
આ પ્રસંગે વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી અને ખુશીદીદી, નેત્રાદીદી, વાસુમામા અને પુષ્ટિદીદીએ ખુબ દોડાદોડી કરી હતી અને રમવાની મજા મજા માણી હતી.
- તમારી જિત્વા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment