Sunday, March 21, 2010

ભરતમામાના ઘરની મુલાકાત




આમ તો હજુ હું નાની છું અને ચાલતા પણ નથી શીખી. પરંતુ હવે મને ઘરની ચાર દિવાલો અને ખુલ્લા વાતાવરણ વચ્ચેનો ફેર ખબર પડે છે. સાંજે જ્યારે ગરમી ઓછી થઇ જાય ત્યારે મમ્મી અથવા નાની મને બહાર હિંચકા પર લઇ જાય છે. અને મને પણ ઘરની ચાર દિવાલો કરતા બહાર વધુ મજા આવે છે.

મમ્મીને ભરત મામા ઘણા દિવસથી કહેતા હતા કે આને ઘરે લઇ જવી છે. અને એક દિવસ તે સાચે જ મને તેમના ઘરે લઇ ગયા. નવું ઘર જોઇને મને પણ મજા આવી કારણ કે અત્યાર સુધી હું નાનાના ઘરથી જ પરિચીત હતી.

અહીં બા, હર્ષામામી, ભરતમામા, ગોપી (સીગ્મા) અને વાસુ પણ હતા. મને પણ અહીં ખુબ મજા આવી થોડી વાર હું અહીં રહી અને પછી મમ્મી મને નાનાના ઘરે લઇ ગઇ હતી. આ મારો પહેલો પ્રવાસ હતો જે આનંદદાયક રહ્યો હતો.

- તમારી જિત્વા

No comments:

Post a Comment