

આજે મારા જન્મને એક મહીનો ને છ દિવસ થઇ ગયા છે. 12-2-10(શિવરાત્રી)ના રોજ સાંજે 5.34 કલાકે આ પૃથ્વી પર હું આવી ત્યારે મારો વજન 2 કિલોને 800 ગ્રામ હતો.
મારા જન્મ સમયે મારી આજુબાજુમાં ડોકટર અને નર્સ સિવાય નાના, નાની, ભરતમામા અને હર્ષા મામી અને ડોલી બહેન હતા. અને નાનાએ જ્યારે પપ્પાને મારા જન્મ વિશે જણાવ્યું ત્યારે તેઓ રાજકોટથી થોડા દુર હતા.
હવે આ બ્લોગ પર હું તમને મારા વિશે, મારી આજુબાજુના લોકો વિશે, મારી પ્રવૃતિ વિશે જણાવતી રહીશ. મારો જન્મ 12-2-10ના રોજ કેશોદના પાડલીયા નર્સીંગ હોમમાં હતો. અને ત્યારથી લઇને અત્યાર સુધી હું કેશોદમાં જ મામાના ઘરે છું. હવે તો હું ઘણી મોટી થઇ ગઇ છું. મમ્મી કહેતી હતી કે તેની ત્રણ વહેંત જેટલી મારી ઉંચાઇ થઇ ગઇ છે.
હવે હું મમ્મીને ઓળખી જાવ છું અને તેના અવાજને પણ સારી રીતે ઓળખું છું. આ સીવાય હવે મને ખબર પડવા માંડી છે કે કોઇપણ માગ પુરી કરાવવા માટે મોટેથી રડવાનું શરૂ કરી દેવું. જો કે હું રૂદનના આ હથીયારનો ભાગ્યેજ ઉપયોગ કરૂ છું.
મારા જન્મબાદ તરત જ હું મમ્મી જેવી લાગુ છું કે પપ્પા જેવી તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. પપ્પાનું કહેવું છે કે હું મમ્મી જેવી લાગુ છું જ્યારે મમ્મી કહે છે કે ઉંઘમાં હું પપ્પા પર ગઇ છું.
આ ફોટો મારા જન્મ બાદ ગણતરીની ક્ષણોમાં નાનાએ તેમના મોબાઇલ કેમેરામાં પાડ્યો હતો. તમે સાથે આ આપેલા વીડીયોમાં પણ મને જોઈ શકો છો અને હા તમારા પ્રતિભાવ આપવા નું ભૂલતા નહિ.
- તમારી જિત્વા