Showing posts with label video. Show all posts
Showing posts with label video. Show all posts

Friday, January 3, 2014

વાત પિતાનું સપનું સાકાર કરતી દિકરીની

આજે જરા હટકે વાત કરવી છે....હા વાત કરવી છે પિતાનું સપનું સાકાર કરતી એક દિકરીની. આ દિકરી ડોકટર હોવાની સાથે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલ પિતાને તેમના ધંધામાં પણ મદદરૂપ થાય છે.

બસ હવે કંઇ કહેવું નથી તમે જ જૂઆ આ સરસ મજાનો વિડીયો.


કેવી લાગી આ શોર્ટ ફિલ્મ...મને જરૂર જણાવજો હો...

- તમારી જિત્વા

Thursday, October 31, 2013

ઇમોશનલ બેબી

એવું કહેવાય છે કે, તાનસેન મલ્હાર રાગની બદોલત વરસાદ વરસાવી શકતા હતા. આ શક્તિ છે સંગીતની. અહીં જુઓ આ 10 મહીનાનો ટેણીયો પણ જાણે સંગીતને સમજતો હોય તેમ સંગીતની સાથે સાથે તેના ચહેરાના હાવભાવ પણ કેવા બદલાય છે.



 કેમ ગમ્યોને આ વીડીયો...!!!

 - તમારી જિત્વા

Sunday, March 21, 2010

મારી છઠ્ઠીનો દિવસ




એવું કહેવાય છે કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે છે. મારી છઠ્ઠીના દિવસે પણ સાંજે પાડોશમાંથી બહુ બધી બહેનો અને બાળકો આવ્યા હતા.

છઠ્ઠીમાં મુકવા માટે નાનાએ સાયન્સના પુસ્તકો શોધી રાખ્યા હતા. તો હર્ષા મામીએ પીપળાના પાન તૈયાર કર્યા હતા. હર્ષા મામીએ અને નાનીએ મને ગડથોલીયું ખવડાવ્યું હતું અને છતાં હું રડી નહોંતી.

પપ્પા પણ છઠ્ઠીના દિવસે મારી પાસે હાજર હતા અને છઠ્ઠીનું શુટીંગ કર્યું હતું અને ફોટાઓ પણ પાડ્યા હતા. આ પ્રસંગે વાસુમામાએ પણ કેમેરા પર તેનો હાથ અજમાવ્યો હતો. ગોપી માસીએ છઠ્ઠીની વિધી પુરી થઇ ગયા પછી બધાને ચોકલેટ આપી હતી.

બધાના અવાજ અને મારે વિધીના ભાગરૂપે ફરજીયાતપણે ખાવા પડેલા ગડથોલીયાના કારણે હું તો ઝડપભેર ઉંધી ગઇ હતી આ વીડીયોમાં જુઓ મારી છટ્ઠી.

- તમારી જિત્વા