પિક્ચર જોવા જવા સિવાય મારે દરેક જગ્યાએ જવું હોય છે. હાલ ઘરે ફઇ, ફુવા અને ધૈર્યભાઇ પણ આવ્યા છે આથી બધાએ આજે ડ્રાઇવ ઇનમાં પિક્ચર જોવા જવાનું નક્કી કર્યું.
સાંજે જમવાનું અને અન્ય જરૂરી સામાન લઇ બધા ગયા ડ્રાઇવ ઇનમાં ફિલ્મ "જબ તક હૈ જાન" જોવા. પણ મેં તો ત્યાં પહોંચતા જ રડવાનું ચાલુ કરી દીધું અને 'પિક્ચર નથી જોવું' તેવી બુમો લગાવવાનું શરૂ કરી દીધું. પછી પપ્પાએ મને પિક્ચર જોવાનું પડતું મુકીને ફુડ કોર્ટ બાજુ લઇ ગયા અને મારો ડર દૂર કર્યો.
હું અને મમ્મીતો પિક્ચર પુરૂ ન થયું ત્યાં સુધી ગાડીમાં જ બેસી રહ્યા. ધૈર્યભાઇને પણ અહીં ખુબ મજા આવી.
- તમારી જિત્વા
No comments:
Post a Comment