હાલના દિવસોમાં હું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરૂ છું. પછી તે કચરો કાઢવાની વાત હોય કે રોટલી બનાવવાની. મારી આ સ્કીલને જોઇને નાનીએ મારા માટે ખાસ આ નાની સાવરણી બનાવડાવી છે. આ વખતે દિવાળીમાં હું ઘરે ગઇ હતી ત્યારે તેને લઇ આવી હતી.
હાલ આ સાવરણીને લઇને હું ઉત્સાહપૂર્વક મમ્મીની આગળ આગળ કચરો કાઢતી ફરૂ છું. મારા આડોશી પાડોશીઓએ પણ મારી આ સાવરણીના ભરપેટ વખાણ કર્યા હતા.
- તમારી જિત્વા
No comments:
Post a Comment