આજકાલ મને કોઇપણ કંઇ જવાબ આપે તેના પ્રત્યુતરમાં "એ સારૂ" કહેવાની આદત પડી ગઇ છે. આ શબ્દ હું નિશિલ અને વૈદિકાના મમ્મી આશા આન્ટી પાસેથી શીખી છું.
આમ તો આવું કોઇએ મને શીખવાડ્યું નથી પરંતુ તેમને બોલતા સાંભળીને મેં પણ જાણે અજાણે તેમનું અનુસરણ શરૂ કરી દીધું છે. તેઓને મેં ઘણી વખત કોઇ વાતના જવાબમાં આવું બોલતા સાંભળ્યા છે.
શરૂઆતમાં મેં "એ સારૂ" કહેવાની શરૂઆત કરી ત્યારે બધાને બહુ નવાઇ લાગતી હતી પરંતુ હવે બધા ટેવાઇ ગયા છે.
આમ પણ મારે પ્લે હાઉસમાં જવાની હજુ થોડા મહીનાઓની વાર છે ત્યારે મારે શબ્દભંડોળ વધારવું જરૂરી થઇ જાય છે.
- તમારી જિત્વા

No comments:
Post a Comment