ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. આપણા દેશમાં અનેકવિધ ભાષાઓ બોલાય છે અને બોલીઓની વાત કરીએ તો એવું કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય. મારી ભાષામાં અનેકવીધ બોલીઓનો સમન્વય જોવા મળે છે.
મોટા ભાગે હું સુરેખામાસીને ત્યાં રમવા જાવ છું અને તેઓ મહેસાણી બોલીમાં વાત કરે છે જ્યારે નીશુંભાઇ અને તેના મમ્મી આશા આન્ટી સુરતીબોલીમાં વાત કરે છે. જ્યારે મારા ઘરે કાઠિયાવાડી બોલી બોલાય આથી મેં કાઠિયાવાડી બોલીની સાથે કેટલાક શબ્દો મહેસાણી અને સુરતીબોલીના પણ અપનાવ્યા છે.
આ સિવાય મને આજકાલ એવી ટેવ પડી છે કે હું દરેક જગ્યાએ 'છે' ની જગ્યાએ 'સે'નો ઉપયોગ કરૂ છું. જેમ કે ટાટા જાવું સે, જમવું સે વગેરે...વગેરે....આ બાબતે મને વારંવાર ટોકવા છતાં હજું મારી બોલીમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.
- તમારી જિત્વા

No comments:
Post a Comment