આજે અચાનક મારા હાથમાં એક એવી વસ્તુ આવી ગઇ જેને મેં પહેલી વખત જોઇ. આ વસ્તુ એટલે પપ્પા-મમ્મીના લગ્નનો આલ્બમ જેને સામાન્ય રીતે મમ્મી મારાથી છુપાવીને કબાટ પર રાખતી હોય છે. આલ્બમ જેવો મારા હાથમાં આવ્યો કે હું આ વજનદાર આલ્બમને લઇને જોવા બેસી ગઇ.
તેમાં પણ પપ્પાએ આલ્બમ મારી પાસેથી લેવાની કોશીશ કરી એટલે મને એટલી તો ખબર પડી જ ગઇ કે મારા હાથમાં આવી તે કોઇ સામાન્ય વસ્તુ નથી પરંતુ અગત્યની વસ્તુ છે.
પછી શું હું કંઇ છોડતી હોઇશ મેં તો રડવાનું ચાલુ કર્યું અને અંતે પપ્પાએ ફરી મને આલ્બમ આપ્યો અને મેં આલ્બમના ચારે ખુણે ફરીને ફોટાઓ જોયા અને પપ્પા અને મમ્મીના ફોટાઓ જોયા. આ ફોટાઓમાં પણ તમે જુઓ ફોટાઓ જોવાની ખુશી કેવી મારા ચહેરા પર જોઇ શકાય છે.
- તમારી જિત્વા

No comments:
Post a Comment