skip to main | skip to sidebar
જિત્વા

Thursday, May 10, 2012

પુત્રીનો પત્ર, પિતાના નામે

ચંદ્રકાંત બક્ષી, પપ્પાના ગમતા લેખક અને ગુજરાતી સાહિત્યનું એવું ઘરખમ નામ કે તેમના અવસાનનો અવકાશ હજુ ગુજરાતી સાહિત્યમાં પુરાયો નથી. અરે ! એ જગ્યા તો શું તેની આસપાસ પણ ફરકી શકે તેવા લેખકનું સ્થાન પણ હજુ ખાલી છે.

આ લેખક અને મુઠી ઉંચા ગુજરાતીની પુત્રી એટલે રીવા બક્ષી. હવે મોરના ઇંડાને થોડા ચિતરવા પડે એ કહેવતને સાર્થક કરતા હોય તેમ રીવા બક્ષીએ બક્ષીબાબુને ઉદ્દેશીને  'થેંક યુ પપ્પા' નામના પુસ્તકમાં એક પત્ર લખ્યો હતો.  જેમાં શબ્દો દ્વારા એક દીકરીએ તેના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે.


ડૅડી : એક સર્વનામ – રીવા બક્ષી

હું રીવા બક્ષી…
રીવા ચંદ્રકાન્ત બક્ષી !
મારા નામ પાછળ નામને અને એ નામના વજનને હું ફીલ કરી શકું છું. પ્રેમ કરું છું.
એ નામ મારા લોહીમાંના રક્તકણની જેમ મારા અસ્તિત્વ માટે જવાબદાર છે.
‘ડૅડી’…. ખરેખર કેટલો મોટો શબ્દ હોય છે ! બોલતાં બોલતાં શ્વાસ ભરાઈ આવે એટલો મોટો કદાચ !
‘ડૅડી’ શબ્દ નથી… એ છે શબ્દનો અર્થ… ‘ડૅડી’ between the lines નો અર્થ છે.
શું હોય છે આ ‘ડૅડી’ શબ્દ ? એવું કયું વજન હોય છે, જે જિંદગી આખી તમને, તમારા સમગ્ર being ને એક અનોખો અર્થ આપ્યા કરે છે, સતત?

સાવ નાનપણમાં મારા વાળમાંથી રેશમી રિબીનો ખોલી, એક પછી એક હેરપીન કાઢી, વાળ છુટ્ટા કરી, માથામાં ધીરે ધીરે હાથ ફેરવતા મને જાતે બનાવી ચઢાવીને પરીઓની વાર્તા કહેતા ડૅડીને હું પૂછતી કે ‘પરીને ચશ્માં હોય છે ?’ અને ડૅડી પરીને ચશ્માં પહેરાવી દેતા, કારણકે મમ્મી પણ ચશ્માં પહેરતી ! અને એ પછી એમની લખેલી વાર્તાઓ, નવલકથાઓનાં ચૅપ્ટર્સ રોજ રાતે મેં સાંભળ્યા છે…. આજે હું પણ મારા ડૅડીની જેમ પાંચ-છ ભાષાઓ જાણું છું – એનો સંપૂર્ણ યશ એમને છે. એમણે મને શીખવ્યું ભાષાને પ્રેમ કરતાં… ડૅડી મારું ઘડતર છે ! જો કે ડૅડી અને ચંદ્રકાન્ત બક્ષી એમ બે સાવ જુદી વ્યક્તિઓ પણ મેં જોઈ છે. ડૅડી… એક Perfectionist …… એક ક્રિયેટીવ સોલ્જર !

….. ડૅડી, આજે જિંદગી ખુશનુમા બની ચુકી છે ત્યારે આપણે સાથે જ છીએ ને ? મમ્મી ભલે શરીર સ્વરૂપે હાજર નથી, પણ હું તો તમને બંનેને સાથે જ જોઉં છું…. કારણકે જીવનનાં તમામ સુખદુખ આપણે આપણા ત્રણ માણસોના નાના ટાઈટ પરિવારમાં સાથે સાથે ભોગવ્યાં છે… માણ્યાં છે !

47 વર્ષમાં લગ્નજીવનમાં તમે અને મમ્મી તો સતત સાથે જ રહ્યાં – હંમેશા, સુવર્ણમુદ્રાની બે બાજુઓની જેમ. યાદ છે, મમ્મી હંમેશા મને કહેતી કે તું હંમેશા તારા ડૅડીને જ સપોર્ટ કરે છે ! પણ કદાચ એ જાણતી જ હશે કે છેવટે તો હું ડૅડીથ્રુ એને જ સપોર્ટ કરું છું ! ખરું ને ડૅડી ?

મને કોઈ તો કહી બતાવે કે વૃક્ષ સાચું કે એનું મુળ સાચું ?
બસ ! મારા માટે મારું વૃક્ષ અને મુળ એ મારાં ડૅડી અને મમ્મી છે…. એકબીજાનાં પર્યાય !

…..પરિવાર માટે જવાબદારી, દોસ્તો માટે વફાદારી અને ખુદ માટે ખુદ્દારી ! ડૅડીને મેં ડમ્બેલ્સ અને બારબેલ્સ લઈને આદમકદ આયના સામે વ્યાયામ કરતા જોયા છે…. એમના શરીરસૌષ્ઠવ પ્રત્યેની મર્દાના જીદ્દને જોઈ છે, અને એવી જ મર્દાના કલમ પર ન્યોચ્છાવર થતી આખી પેઢીને પણ જોઈ છે. ડૅડીનો આવો તેજતર્રાર મીજાજ જીન્સમાં કેટલો અનાયાસ વણાઈ ગયો છે કે, બિલકુલ એમની માફક, હું પણ તકલીફના સમયે મારું શ્રેષ્ઠત્તમ પ્રદાન કરું છું ! ડૅડી હંમેશા કહે કે : never escap from the crisis… face it and today I operate my best during the crisis. ડૅડીએ કહેલું, ‘જીવન જેવી મોંધી મીરાતને આપણે બક્ષીઓ સલામતી જેવી સસ્તી ચીજ માટે ગીરવે ન મૂકી શકીએ.’ ડૅડી શીખવે છે – Live dangerously !

મારાં દાદીમા અને માંના મૃત્યુ સિવાય ડૅડીની આંખો ભીની થતાં મેં કદી નથી જોઈ, પણ એમની લાગણી સદાય લીલીછમ. વૃક્ષના થડની કઠોર દેખાતી છાલ પણ એનાં મૂળિયાંને કારણે અંદરથી તો ભીની જ રહેતી હશે ને ! ડૅડી આપણું વૃક્ષત્વ અને તેની ભીનાશ હોય છે. અને ડૅડી અંગત મિત્ર પણ હોય છે.

ગોવાની હોટલમાં પહેલીવાર બીયર એમની સાથે પીધો છે… એમની સાથે કલક્ત્તાની રેસમાં પહેલીવાર ગઈ છું… એટલાન્ટીક સીટીના કેસીનોમાં જુગાર રમી છું – જ્યાં હું જીતતી હતી અને ડૅડી હારતા રહ્યા હતા…. લંડનના સોહોમાં, પેરીસના પીગલમાં, ન્યુયોર્કની ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટમાં અમે સાથે પૈદલ ફર્યાં છીએ…. ફાધર અને ડૉટર – ટુગેધર !

ડૅડીએ દુનિયા ખોલી આપી છે, મારા માટે, અને તે છતાં એ જ ડૅડીએ મને શીખવ્યું છે, દુનિયામાં ડૅડી અને મમ્મી સિવાયના પણ માણસો છે અને દુનિયા સારા અને ખરાબ બધા જ પ્રકારના માણસોની બનેલી છે. એમણે મને ચૉપ્સ્ટીકથી ચાઈનીઝ ખાતાં શીખવ્યું….. ટાઈની નોટ બાંધતાં શીખવ્યું… બીયર અને વાઈનનો ફરક સમજાવ્યો… વર્લ્ડ લીટરેચરની સૈર કરાવતાં વાંચન રોપ્યું… ક્રાઈસીસના સમયમાં કરેજની મહાનતા સમજાવી…. ક્યારેય તુટી ન શકવાની જીદ્દનાં બીજ વાવ્યાં… ગુજરાતથી દુર રહીને પણ ઈઝરાયલના જ્યુઝની જેમ ગુજરાતને પ્રેમ કરતાં શીખવ્યું…. ઈમાનદારી અને ખુદ્દારીના પાઠ શીખવ્યા…. પૈસો ફેંકતા શીખવ્યું અને દિલદારીને ગળે લગાવતાં શીખવ્યું.

હા –
‘ડૅડી’ એ શબ્દ છે જેણે મને કહ્યું કે,
‘સરસ સંગીન જીવવું… એનાથી વધીને કોઈ કલા નથી, કોઈ સાહિત્ય નથી !’
કલા એ ફકત પરર્ફોર્મ કરવાની વસ્તુ નથી….
એને જીવી પણ શકાય…
આવું વજન હોય છે.. ‘ડૅડી’ શબ્દનું !
આ ચંદ્રકાન્ત બક્ષી છે…
મારા ‘ડૅડી’…
નામ નહીં – પણ સર્વનામ !

(સૌજન્ય : રીવા બક્ષી, રીડ ગુજરાતી.કોમ)

કેવો લાગ્યો આ પત્ર...??? આપના પ્રતિભાવની હું રાહ જોઇશ...

- તમારી જિત્વા





Posted by Jitva Sutaria at 8:00 AM 0 comments
Labels: Jitva, Letter, Riva Baxi

Tuesday, May 8, 2012

ઓરી ચીરૈયા...નન્હી સી ચીડીયા...

રવિવારનો દિવસ સામાન્ય રીતે પપ્પા મારા માટે અનામત રાખતા હોય છે. પરંતુ શનિવાર રાતના હું દાદાના ઘરે જવા નીકળી હતી આથી આ રવિવારે હું ઘરે નહોતી, મારી ગેરહાજરીમાં પપ્પાએ મનભરીને છાપાઓ વાંચ્યા (સામાન્ય સંજોગોમાં હું વાંચવા દેતી નથી) અને ટીવી જોયું.

જેમાં પપ્પાએ જોયેલા આમિરખાનના પોગ્રામ "સત્યમેવ જયતે" માં સ્ત્રી ભૃણ હત્યાની વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સમાજની આંખ ઉધાડનારો હતો.

આ કાર્યક્રમના અંતે રામ સંપટ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલું અને સ્વાનંદ કિરકિરેના સ્વરે ગવાયેલું એક સરસ મજાનું ગીત રજુ થયું. તમે પણ સાંભળો આ સરસ મજાનું ગીત. અને હા ગીત કેવું લાગ્યું તે અંગેનો પ્રતિભાવ આપવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા
Posted by Jitva Sutaria at 6:38 PM 1 comments
Labels: Aamir, Jitva, ori si chidaiya

Friday, May 4, 2012

દીકરી દેવો ભવ - મોરારીબાપુ

મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.

દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.

મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.

દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….

એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો.

મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.

રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.

હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે : ‘દીકરી (દુહિતા) દેવો ભવ’.

- તમારી જિત્વા
Posted by Jitva Sutaria at 10:46 AM 0 comments
Labels: Dikari, Jitva, Moraribapu
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Birthday Countdown

Jitva's Age

Clock

Counter

HTML Hit Counter
HTML Hit Counter

Followers

Blog Archive

  • ►  2024 (2)
    • ►  August (1)
    • ►  May (1)
  • ►  2015 (3)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2014 (31)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  July (3)
    • ►  June (7)
    • ►  May (7)
    • ►  April (1)
    • ►  March (3)
    • ►  February (3)
    • ►  January (2)
  • ►  2013 (35)
    • ►  December (4)
    • ►  November (3)
    • ►  October (6)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (4)
    • ►  February (4)
    • ►  January (4)
  • ▼  2012 (48)
    • ►  December (2)
    • ►  November (7)
    • ►  October (3)
    • ►  September (5)
    • ►  August (1)
    • ►  July (6)
    • ►  June (6)
    • ▼  May (3)
      • પુત્રીનો પત્ર, પિતાના નામે
      • ઓરી ચીરૈયા...નન્હી સી ચીડીયા...
      • દીકરી દેવો ભવ - મોરારીબાપુ
    • ►  April (3)
    • ►  March (3)
    • ►  February (4)
    • ►  January (5)
  • ►  2011 (63)
    • ►  December (6)
    • ►  November (2)
    • ►  October (2)
    • ►  September (9)
    • ►  August (3)
    • ►  July (6)
    • ►  June (5)
    • ►  May (3)
    • ►  April (5)
    • ►  March (8)
    • ►  February (6)
    • ►  January (8)
  • ►  2010 (78)
    • ►  December (5)
    • ►  November (6)
    • ►  October (11)
    • ►  September (6)
    • ►  August (9)
    • ►  July (8)
    • ►  June (4)
    • ►  May (4)
    • ►  April (9)
    • ►  March (16)

Total Post & Comments

Recent Comments

Recent Comments Widget

Popular Posts

  • સાચે જ દિકરી વહાલનો દરિયો
    ‘દીકરી ‘ શબ્દ મને લાગણીશીલ બનાવી દે છે.. કોઈ લગ્ન પ્રસંગે જાવ છું અને જ્યારે કન્યાવિદાયનો સમય આવે છે ત્યારે હૈયું લાગણીવશ બની જાય છે..’કન્યા...
  • પ્રિય પપ્પા
    ગુજરાતીમાં એક સાઇટ છે.  http://jentilal.com  જેમાં સરસ મજાના આર્ટીકલ પબ્લીશ થતાં હોય છે. 22 જાન્યુઆરીએ આ સાઇટ પર ડૉ. નિર્મિત ઓઝ...
  • દિકરી બીજું શું લખું...
    પપ્પાના હાથમાં કાલે એક કંકોત્રી આવી. આ સરસ મજાની કંકોત્રીમાં એક સરસ મજાની કવિતા હતી. સાસરે જતી દિકરી માટે એક પિતાએ લખેલી કવિતા. કવિતાના રચિય...
  • દીકરી દેવો ભવ - મોરારીબાપુ
    મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ...
  • જુઓ મારૂ બંગડી કલેક્શન
    મમ્મીની જેમ મારી પાસે પણ બંગડીઓનું કલેક્શન છે અને તેમાં પણ ખુશીદીદીએ ગીફ્ટમાં આપેલી બંગડીઓના કારણે મારૂ કલેક્શન ઘણુ સમૃદ્ધ થઇ ગયું છે. કલ...
  • પુત્રીનો પત્ર, પિતાના નામે
    ચંદ્રકાંત બક્ષી, પપ્પાના ગમતા લેખક અને ગુજરાતી સાહિત્યનું એવું ઘરખમ નામ કે તેમના અવસાનનો અવકાશ હજુ ગુજરાતી સાહિત્યમાં પુરાયો નથી. અરે ! એ...
  • એક પિતાએ પુત્રી માટે લખેલી કવિતા
    આજે પપ્પા ફેસબુક ફંફોસી રહ્યા હતા ત્યારે અચાનક આ એક કવિતા મળી આવી. આ કવિતા કાવ્યા માટે તેના પપ્પા નિપુણ ચોકસીએ લખી હતી. અને જ્યારે એક પપ્પા ...
  • પપ્પા આના કપડા ક્યાં ?
    થોડા દિવસ પહેલા પપ્પા મારા માટે એક બુક લાવ્યા છે "પંચતંત્રની પંચોતેર બાળવાર્તાઓ" સાંજે પપ્પા મને ક્યારેક ક્યારેક આમાંથી મારી પસંદ...
  • મારી દીકરી મને બહુ ગમે છે
    આજે ઇન્ટરનેટ પર www.layastaro.com નામની સાઇટ પર મીનાક્ષી કૈલાસ પંડિતની સરસ મજાની કવિતા વાંચવા મળી તમને પણ ગમશે. દીકરી મારી દીકરી મને બહુ ગમે...
  • મામાની કંકોત્રીમાં મારૂ નામ
    રવિવારે મારા મામાના લગ્ન છે. ત્યારે હાલ બધા લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં પડ્યા છે. મામાની લગ્નની કંકોત્રીમાં મારૂ અને ખુશી દીદીનું નામ ...

Users Online

Flag Counter

free counters

Visitor Location

Locations of visitors to this page

Live Traffic Feed

About Me

My photo
Jitva Sutaria
Ahmedabad, Gujarat, India
View my complete profile

Subscribe Via RSS

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Subscribe Via Email

Enter your email address:

Delivered by FeedBurner

Search This Blog

News Zone

Visitor IP Address

IP
get yours here

My Fish Game

Related Posts Plugin for WordPress, Blogger...

Dog

Hamster