Monday, February 28, 2011

ગુલઝારની બોસ્કી

દરેક માતા-પિતા તેમના સંતાનને કોઇને કોઇ હુલામણા નામે બોલાવતા હોય છે જેને આજકાલ લોકો પેટ નેમ કહે છે. ઇકબાલ સિંહ એટલે કે "ગુલઝાર" સાહેબ અને અભિનેત્રી રાખીની એક દિકરી છે જેનું પેટ નેમ છે " બોસ્કી ". કેવું સરસ નામ છે નહીં ? "ગુલઝાર" પપ્પાના કેટલાક પસંદગીના ગીતકાર-દિગ્દર્શકમાંના એક છે.

પપ્પાને આજે ઇન્ટરનેટ પર અનાયાસે એક બ્લોગ મળી ગયો http://guljar.blogspot.com જેમાં જ ગુલઝાર સાહેબે તેમની દિકરી બોસ્કી (મેઘના ગુલઝાર) માટે લખેલી આ શબ્દ રચના વાંચવા મળેલી જે તેઓએ સૌ પ્રથમ વખત બોસ્કી માટે લખેલી.

"गुड़िया रानी बोस्की
बूँद गिरी है ओस की
बूँद का दाना मोती है
बोस्की जिसमें सोती है"

ગુલઝાર સાહેબે "બોસ્કી" માટે લખેલી આ સિવાયની પણ એક શબ્દ રચના છે જે વાંચીને તમારા મોં માંથી એક જ શબ્દ નિકળશે ....આફરીન....આફરીન....

वक्त को आते न जाते न गुजरते देखा
न उतरते हुए देखा कभी इलहाम की सूरत
जमा होते हुए एक जगह मगर देखा है

शायद आया था वो ख्वाब से दबे पांव ही
और जब आया ख्यालो को एहसास न था
आँख का रंग तुलु होते हुए देखा जिस दिन
मैंने चूमा था मगर वक्त को पहचाना न था

चंद तुतलाते हुए बोलो में आहट सुनी
दूध का दांत गिरा था तो भी वहां देखा
बोस्की बेटी मेरी ,चिकनी सी रेशम की डली
लिपटी लिपटाई हुई रेशम के तागों में पड़ी थी
मुझे एहसास ही नही था कि वहां वक्त पड़ा है
पालना खोल के जब मैंने उतारा था उसे बिस्तर पर
लोरी के बोलों से एक बार छुआ था उसको
बढ़ते नाखूनों में हर बार तराशा भी था

चूडियाँ चढ़ती उतरती थी कलाई पे मुसलसल
और हाथों से उतरती कभी चढ़ती थी किताबें
मुझको मालूम नहीं था कि वहां वक्त लिखा है

वक्त को आते न जाते न गुजरते देखा
जमा होते हुए देखा मगर उसको मैंने
इस बरस बोस्की अठारह बरस की हो

શું થયું મને કેમ આફરીન શબ્દ સાંભળવા ન મળ્યો ? હા....હવે બરાબર.... જો કે હવે તો બોસ્કી પણ મોટી થઇ ગઇ છે અને તેને પણ એક દિકરો છે જેનું નામ છે "સમય" પરંતુ કોઇએ ખરૂ કહ્યું છે ને કે માતા-પિતાની નજરે સંતાન ક્યારેય મોટા થતાં નથી. મેઘના આજે પણ ગુલઝાર સાહેબ માટે બોસ્કી જ છે અને આજે પણ તેઓ તેમની ચિંતા કરતા હશે ખરૂને ? ચાલો ત્યારે પછી મળીશું....બાય...

- તમારી જિત્વા

Friday, February 18, 2011

સાત ખુન માફ

આજે વિશાલ ભારદ્વાજની ફિલ્મ "સાત ખુન માફ" રીલીઝ થઇ છે. આ ફિલ્મનું એક ગીત "ડાર્લિંગ આંખો સે આંખે ચાર હોને દો..." પપ્પા અને મારી પસંદગીનું ગીત છે. છેલ્લા ઘણા દિવસોથી જ્યારે પણ આ ગીત ટીવી પર સાંભળું છું ત્યારે મારા હાથ પગ ડાન્સ કરવા માંડે છે અને હું અને પપ્પા ફૂલ વોલ્યુમ સાથે આ ગીતને સાંભળીએ છીએ.

આમ તો મને સંગીત બહુ પ્રિય છે. કોઇપણ ગીત વાગતું હોય તે મને ગમે છે. પરંતુ આ ગીતનું મ્યૂઝીક જરા હટકે છે અને તેમાં પણ વિશાલ ભારદ્વાજ જેવા સંગીતકારે આપેલું સંગીત હોય ત્યારે તે તમને ના ડોલાવે તો જ નવાઇ. તો તમે પણ સાંભળો મારી પસંદગીનું આ ગીત...

- તમારી જિત્વા

Sunday, February 13, 2011

ઉમંગમામાની બર્થ ડે ગીફ્ટ



મારા બર્થ ડે ના દિવસે ઉમંગ મામા ગીફ્ટમાં મારા માટે આ ડાગલો લાવ્યા હતા. આ ડાગલો રમવાની સાથે સાથે ચેર તરીકે પણ ઉપયોગી છે. શરૂઆતમાં તો એક બે દિવસ મને આ ડાગલો બહુ ગમ્યો હતો.

આ ડાગલો કદમાં મારા કરતાં પણ મોટો છે. ઉમંગ મામાની આ ગીફ્ટ મેળવીને મને કેટલો આનંદ થયો તે તમે મારા ચહેરા પર જોઇ શકો છો.

- તમારી જિત્વા

Saturday, February 12, 2011

Wish Me Happy B'day


આજે મારો પહેલો જન્મ દિવસ છે. આજે મારે પહેલું વર્ષ પુરૂ થયું અને બીજુ વર્ષ બેસી ગયું. તમને એવું લાગે છે ને જાણે ઝડપભેર સમય વીતી ગયો ? હાસ્તો મને પણ એવું જ લાગે છે.

આજે પણ હું તો મારા દરરોજના નિત્યક્રમ મુજબ 11 વાગ્યા આસપાસ ઉઠી પરંતુ તે પહેલા મને બર્થડે વીશ કરવા માટે મારા માટે ઘણા બધા ફોન આવી ગયા હતા. જેમાં રીટાફઇ, વાસુમામા, ખુશીદીદી, પુષ્ટીદીદી, નેત્રાદીદી અને નાનાના ફોનનો સમાવેશ થાય છે જ્યારે ધ્વની દીદી અને વિકાસ ચૌધરી અંકલે મને મેસેજ મોકલ્યો હતો. તો ઉમંગ મામાએ પણ મને બર્થડે વીશ કર્યો અને ગિફ્ટ પણ આપી. આજે મેં પાડોશીઓને મારા પહેલા બર્થડેની ચોકલેટ પણ ખવડાવી હતી.

પપ્પાએ આજના ડીએનએ ન્યૂઝ પેપરમાં મારા બર્થડેના ઉપલક્ષ્યમાં એક એડ પણ આપી હતી જે આ પોસ્ટ સાથે મુકેલી છે. આજે પપ્પા અને કાર્તિક અંકલે મારા બર્થડે નિમીતે બે વૃક્ષો પણ વાવ્યા હતા. જેમાંથી એક વૃક્ષ મંદીરે અને એક સોસાયટીના ગેટ પાસે વાવ્યું છે પરંતુ પપ્પા તેના ફોટો પાડતા ભુલી ગયા છે માટે બે-ત્રણ દિવસ બાદ તેના ફોટો મુકીશ.

આજે બપોર પછી હું, પપ્પા અને મમ્મી મારો ફોટો પડાવવા અને મંદીરે દર્શન કરવા ગયા હતા. સ્ટુડીયોમાં ફોટો ગ્રાફર અંકલે ઘણા પ્રયાસો કર્યા પરંતુ મારા માટે આ બધુ નવું હોવાથી મેં સ્માઇલ જ ના આપી. ખુબ પ્રયાસ કરવા છતાં જોઇએ તેવો પોઝ ન મળવાના કારણે હવે આવતીકાલે બપોર પછી ફરી સ્ટુડીયોમાં જઇશ સ્ટુડીયોમાંથી નિકળીને હું મંદીરે દર્શન કરવા ગઇ હતી જ્યાં પપ્પાએ મારા જન્મ દિવસ નિમીતે જે લીમડાનો પ્લાન્ટ વાવ્યો છે તે મેં જોયો.

ચાલો હવે વધુ વાતો પછી કરીશું અત્યારે નવ વાગવા આવ્યા છે અને મારે આજે પપ્પા, મમ્મી અને મામાની સાથે બહાર જમવા જવાનું છે.

આ ડીએનએની લીંક છે જેના પર ક્લીક કરીને તમે મારા બર્થડેની એડ જોઇ શકો છો :


- તમારી જિત્વા

જિત્વાનું ફોટો સેશન

તમને ખબર છે આજે હું એક વર્ષની થઇ ગઇ છું. આ દિવસને યાદગાર બનાવવા માટે હું પપ્પા અને મમ્મી સાથે ખાસ ફોટા પડાવવા માટે ગઇ હતી. મારા માટે તો આ નવો અનુભવ હતો આથી સ્ટુડીયોની લાઇટ્સ જોઇને શરૂઆતમાં તો મેં રડવાનું શરૂ કરી દીધું હતું.

ફોટોગ્રાફર નિલેશભાઇના ખુબ પ્રયત્નો છતાં મેં તેમને એક પણ ફોટો પાડવા દીધો નહોંતો આથી અમે પાછા ઘરે આવી ગયા હતા. અને બે-ત્રણ દિવસ પછી ફરી ફોટા માટે ગયા હતા હવે મને આ માહોલ પરીચીત લાગતો હતો આથી બહુ વાંધો ન આવ્યો અને જુઓ મેં કેવા મસ્ત પોઝ આપ્યા. આ ફોટાઓ જોઇને તમે પણ કહી ઉઠશો કે વાહ...વાહ !!!



કેમ ગમ્યાને તમને આ ફોટાઓ ?

- તમારી જિત્વા

Friday, February 11, 2011

શુઝનું શોપીંગ





કાલે હું બર્થડેની ખરીદી માટે મર્મ્મી, પપ્પા સાથે મોલમાં ગઇ હતી જ્યાંથી હું આ શુઝ લાવી છું. મેં ખરીદેલા આ સૌ પ્રથમ શુઝ છે તમે જોયા આ શુઝને ? સરસ છે ને ? તમે જોયું તેમાં આગળ ડાગલો પણ છે.

હજુ મને આ શુઝ પહેરવા બહુ ગમતા નથી. પરંતુ રહેતા રહેતા હું તેનાથી ટેવાઇ જઇશ. આમ તો મારી પાસે આ સીવાય પણ એક શુઝ છે જે મને ગીફ્ટમાં મળ્યા હતા અને તેમાં ચૂં...ચૂં.... અવાજ પણ આવે છે.

- તમારી જિત્વા