Showing posts with label Happy Birthday. Show all posts
Showing posts with label Happy Birthday. Show all posts

Tuesday, February 12, 2013

Wish me happy birthday



આજે 12-2-13ની તારીખ છે, એટલે કે મારા જન્મદિવસની તારીખ. આજે સવારે હું સુતી હતી ત્યારે જ પપ્પા મારા માટે ચોકલેટ્સ લાવ્યા હતા જે મારે બધાને આપવાની હતી. મેં તો બે દિવસથી લિસ્ટ પણ બનાવી રાખ્યું છે કે હું કોને કોને ચોકલેટ આપીશ.

હું સુતી હતી ત્યાં જ ધૈર્યભાઇ, પુષ્ટિદીદી અને જેનીલભાઇ તરફથી મને બર્થ ડે વીશ કરવા માટેનો ફોન આવી ગયો હતો.

મારે આજે મંદિરે અને હવેલીએ પણ જવું છે. અને ગોવિંદદાદા પણ મારા જન્મદિવસ નીમીતે ખાસ રોકાયા છે. અને ઘરે એક પાર્ટીનું પણ આયોજન કર્યું છે. બાકીની વિગત હવે પછીની પોસ્ટમાં આપીશ.

- તમારી જિત્વા

Saturday, February 2, 2013

વીશ મી હેપ્પી બર્થ ડે







આજે મારો બર્થ ડે છે. દાદા પણ મારા બર્થ ડે ને સેલીબ્રેટ કરવા માટે રોકાયા છે. આજે પપ્પા મારા માટે આ કેક લાવ્યા હતા અને સાંજે પપ્પા-મમ્મી અને દાદા બહાર જમવા ગયા હતા. 

હું હોટલની અંદર તો ફોટો પાડવાનું ભુલી ગઇ પરંતુ બહાર નીકળતા મને ફોટો પાડવાનું યાદ આવ્યું. 

- તમારી જિત્વા

Saturday, September 1, 2012

હેપ્પી બર્થ ડે પપ્પા

આજે પપ્પાનો બર્થ ડે છે, પપ્પાના બર્થ ડે ને યાદગાર બનાવવા માટે મેં આજે સવારે તેઓ ઓફીસ જાય પહેલા જ તેમની સાથે ફોટો સેશનનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો અને ફોટોગ્રાફર હતી મારી મમ્મી.

તમે પણ જુઓ મારી મમ્મીએ કેટલા સરસ ફોટાઓ પાડ્યા છે જો થોડું ધ્યાન આપે તો તે સારી ફોટોગ્રાફર બની શકે તેમ છે.





તમને એક ખાનગી વાત કહું છું તમે કોઇને કહેતા નહીં. આજે પપ્પાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે અમે સાંજે બહાર જવાના છીએ અને હું તો અત્યારથી ક્યારે સાંજ પડે તેની રાહ જોઉં છું.

- તમારી જિત્વા  

Friday, September 2, 2011

હેપ્પી બર્થ ડે પપ્પા



કાલે પપ્પાનો જન્મ દિવસ હતો. પપ્પાના જન્મદિવસ નિમિતે રાત્રે હું, પપ્પા અને મમ્મી સંકલ્પમાં ગયા હતા જ્યાં અમે દક્ષિણ ભારતીય ફૂડની મજા માણી. મૈસુર મસાલા ઢોસો તો મને તીખો લાગ્યો પરંતુ સાદો ઢોસો અને ઇડલી ખાવાની મને તો મજા પડી ગઇ.

ફોટામાં તમે જુઓ આ વ્હાઇટ ડ્રેસમાં હું કેટલી ક્યુટ લાગુ છું નહીં.

- તમારી જિત્વા

Saturday, February 12, 2011

Wish Me Happy B'day


આજે મારો પહેલો જન્મ દિવસ છે. આજે મારે પહેલું વર્ષ પુરૂ થયું અને બીજુ વર્ષ બેસી ગયું. તમને એવું લાગે છે ને જાણે ઝડપભેર સમય વીતી ગયો ? હાસ્તો મને પણ એવું જ લાગે છે.

આજે પણ હું તો મારા દરરોજના નિત્યક્રમ મુજબ 11 વાગ્યા આસપાસ ઉઠી પરંતુ તે પહેલા મને બર્થડે વીશ કરવા માટે મારા માટે ઘણા બધા ફોન આવી ગયા હતા. જેમાં રીટાફઇ, વાસુમામા, ખુશીદીદી, પુષ્ટીદીદી, નેત્રાદીદી અને નાનાના ફોનનો સમાવેશ થાય છે જ્યારે ધ્વની દીદી અને વિકાસ ચૌધરી અંકલે મને મેસેજ મોકલ્યો હતો. તો ઉમંગ મામાએ પણ મને બર્થડે વીશ કર્યો અને ગિફ્ટ પણ આપી. આજે મેં પાડોશીઓને મારા પહેલા બર્થડેની ચોકલેટ પણ ખવડાવી હતી.

પપ્પાએ આજના ડીએનએ ન્યૂઝ પેપરમાં મારા બર્થડેના ઉપલક્ષ્યમાં એક એડ પણ આપી હતી જે આ પોસ્ટ સાથે મુકેલી છે. આજે પપ્પા અને કાર્તિક અંકલે મારા બર્થડે નિમીતે બે વૃક્ષો પણ વાવ્યા હતા. જેમાંથી એક વૃક્ષ મંદીરે અને એક સોસાયટીના ગેટ પાસે વાવ્યું છે પરંતુ પપ્પા તેના ફોટો પાડતા ભુલી ગયા છે માટે બે-ત્રણ દિવસ બાદ તેના ફોટો મુકીશ.

આજે બપોર પછી હું, પપ્પા અને મમ્મી મારો ફોટો પડાવવા અને મંદીરે દર્શન કરવા ગયા હતા. સ્ટુડીયોમાં ફોટો ગ્રાફર અંકલે ઘણા પ્રયાસો કર્યા પરંતુ મારા માટે આ બધુ નવું હોવાથી મેં સ્માઇલ જ ના આપી. ખુબ પ્રયાસ કરવા છતાં જોઇએ તેવો પોઝ ન મળવાના કારણે હવે આવતીકાલે બપોર પછી ફરી સ્ટુડીયોમાં જઇશ સ્ટુડીયોમાંથી નિકળીને હું મંદીરે દર્શન કરવા ગઇ હતી જ્યાં પપ્પાએ મારા જન્મ દિવસ નિમીતે જે લીમડાનો પ્લાન્ટ વાવ્યો છે તે મેં જોયો.

ચાલો હવે વધુ વાતો પછી કરીશું અત્યારે નવ વાગવા આવ્યા છે અને મારે આજે પપ્પા, મમ્મી અને મામાની સાથે બહાર જમવા જવાનું છે.

આ ડીએનએની લીંક છે જેના પર ક્લીક કરીને તમે મારા બર્થડેની એડ જોઇ શકો છો :


- તમારી જિત્વા