Showing posts with label Photo. Show all posts
Showing posts with label Photo. Show all posts

Saturday, November 30, 2013

મારો પાસપોર્ટ સાઇઝ ફોટો

હવે થોડા મહિનાઓમાં મારો નર્સરીનો અભ્યાસ પુરો થવામાં છે અને હાલ પપ્પા-મમ્મી જૂનિયર કે.જી. માં મારા એડમીશન લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્કુલનું ફોર્મ ભરતા સમયે તેમાં ફોટો પણ ચોંટાડવો જરૂરી છે આથી હું અને મમ્મી ફોટો પડાવવા ગયા.

પણ એમ સહેલાયથી તે હું થોડી ફોટો પાડવા દઉં. મમ્મીએ અને ફોટોગ્રાફર અંકલે બહુ સમજાવી ફોસલાવી ત્યારે ધરાર ધરાર કોઇએ બેસાડી હોય તેવા હાવભાવ સાથે મેં આવો ફોટો પડાવ્યો.

આ મેં પડાવેલો સૌ પ્રથમ પાસપોર્ટ સાઇઝ ફોટો છે. કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો.

- તમારી જિત્વા

Tuesday, October 1, 2013

નવરાત્રીની તૈયારી

હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ મેં તો અત્યારથી જ નવરાત્રીની શરૂઆત કરી દીધી છે. આજે રાત્રે મમ્મી મારી ચણીયા ચોળીને ગોઠવી હતી ત્યારે મેં તેને પહેરીને ચેક કરી લીધી અને પપ્પા પાસે આ સરસમજાનાં ફોટાઓ પણ પડાવ્યા.










નવરાત્રીની તૈયારી કંઇ એમને એમ થોડી થાય માટે મેં ચણીયાચોળી પહેરીને ગરબાની પ્રેક્ટીસ પણ કરી જુઓ આ વીડીયો.

 

આ ફોટાઓ અને વીડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો હો.

- તમારી જિત્વા






Sunday, September 16, 2012

કેટલીક ક્લીક્સ

આજે ઉમંગમામા (બંટુમામા)એ પપ્પાને એક મેઇલ મોકલ્યો જેમાં તેઓએ કેટલાક ફોટાઓ એટેચ કરીને મોકલ્યા છે. તેઓએ પ્રસંગોપાત મારા ઘણાબધા ફોટાઓ પાડ્યા હતા તેમાંથી પસંદગીના આ ફોટાઓ જોઇને ફરી એક વખત મારા બાળપણની યાદો તાજી થઇ ગઇ.

તમે પણ જુઓ આ ફોટાઓ અને હા ફોટાઓ કેવા લાગ્યા તે જરૂર જણાવજો હો..!!!







- તમારી જિત્વા

Friday, June 15, 2012

લાવો તમારો ફોટો પાડી દઉં

સામાન્ય રીતે એવું થતું હોય છે કે પપ્પા મારા ફોટા પાડતા હોય છે. ત્યારે આજે મને એવું થયું કે લાવ મને પણ કેમેરા પર હાથ અજમાવવા દે. મગજમાં આવેલા વિચારને મેં તરત જ અમલમાં મુક્યો અને મોબાઇલ કેમેરો લઇને પપ્પાના ફોટા પાડવા માંડી.

ટેકનીકલ નો હાઉનો અભાવ હોવાના કારણે કંઇ રીઝલ્ટ તો ન મળ્યું પરંતુ કોઇ મને ફોટોગ્રાફરની નકલ કરતાં થોડું રોકી શકવાનું હતું. હા..હા..હા...

અહીં જુઓ ફોટો પાડતી જિત્વાના ફોટાઓ..





- તમારી જિત્વા

Sunday, April 10, 2011

જિત્વા: નિંદ્રાદેવીના શરણે




સામાન્ય રીતે તો સવારે 9.30 વાગ્યા આસપાસ મારો દિવસ ઉગે છે. પછી નાસ્તો અને સ્નાન વગેરે પતાવી રમવાનું ફરી બપોરે જમીને સુઇ જવાનું તે છેક 4-5 વાગ્યા આસપાસ ઉઠવાનું. ઉઠીને દૂધ પીવાનું અને ફરી રમવાનું સાંજે થોડી વાર મમ્મી સાથે ટીવી જોવાનું ત્યાં 9 થી 10 વચ્ચે પપ્પા આવે અને ફરી રમવાનું અને રાત્રે 11.30 - 12.00 આસપાસ મમ્મી જ્યારે ઠપકો આપે ત્યારે ઉંધવાનું આ મારો રોજીંદો ઘટનાક્રમ છે.

પણ આજે બપોરે જરા બરાબર ઉંધ થઇ નહોંતી આથી સાંજે પપ્પાના ખોળામાં રમતા રમતા જ હું નિંદ્રા દેવીના શરણે જતી રહી. જુઓ હું નિંદરમાં હતી ત્યારે પપ્પાએ પાડેલા ફોટાઓ.

- તમારી જિત્વા

Saturday, February 12, 2011

જિત્વાનું ફોટો સેશન

તમને ખબર છે આજે હું એક વર્ષની થઇ ગઇ છું. આ દિવસને યાદગાર બનાવવા માટે હું પપ્પા અને મમ્મી સાથે ખાસ ફોટા પડાવવા માટે ગઇ હતી. મારા માટે તો આ નવો અનુભવ હતો આથી સ્ટુડીયોની લાઇટ્સ જોઇને શરૂઆતમાં તો મેં રડવાનું શરૂ કરી દીધું હતું.

ફોટોગ્રાફર નિલેશભાઇના ખુબ પ્રયત્નો છતાં મેં તેમને એક પણ ફોટો પાડવા દીધો નહોંતો આથી અમે પાછા ઘરે આવી ગયા હતા. અને બે-ત્રણ દિવસ પછી ફરી ફોટા માટે ગયા હતા હવે મને આ માહોલ પરીચીત લાગતો હતો આથી બહુ વાંધો ન આવ્યો અને જુઓ મેં કેવા મસ્ત પોઝ આપ્યા. આ ફોટાઓ જોઇને તમે પણ કહી ઉઠશો કે વાહ...વાહ !!!



કેમ ગમ્યાને તમને આ ફોટાઓ ?

- તમારી જિત્વા

Sunday, May 2, 2010

વિશ્વ હાસ્યદિન નિમિતે કેટલાક ખાસ ફોટાઓ

તમને ખબર જ છે કે આજે વિશ્વ હાસ્યદિન છે. મે મહિનાનો પહેલો રવિવાર સમગ્ર વિશ્વમાં હાસ્યદિન તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસને ધ્યાને રાખીને મેં પણ ચહેરા પર હાસ્ય સાથે કેટલાક ફોટાઓ પડાવ્યા છે. જોઇને કહેજો કે ફોટા કેવા લાગ્યા અને હા પ્રતિભાવ આપવાનું ભુલતા નહીં.
- તમારી જિત્વા