Wednesday, August 25, 2010
ઝાયકા થેપલાકા
એનડીટીવી પર વિનોદ દુઆ નામના સિનિયર જર્નાલિસ્ટનો એક સરસ પોગ્રામ આવે છે ઝાયકા ઇન્ડિયાકા જેના પરથીમેં આ પોસ્ટનું નામ આપ્યું છે ઝાયકા થેપલાકા. આ ફોટામાં તમે જુઓ પપ્પા અને મમ્મી ડીનર કરી રહ્યા હતા ત્યારે થેપલા જોઇને મને પણ તે ખાવાનું મન થયું.
અહીં મારા માટે પ્રશ્ન એ હતો કે થેપલા સુધી પહોંચવું કઇ રીતે ? આથી મેં પહેલા તો તે તરફ નજર દોડાવી અને જેવી તક મળી કે તરત થાળીને પાસે ખેંચી થેપલું ખાઇ લેવાનો પ્રયાસ કર્યો. હજું મારા મોં માં દાંત તો આવ્યા નથી આથી હું થેપલું તો ચાખી શકી નહીં પરંતુ થેપલું મોં માં નાખીને મેં તેનો સ્વાદ જરૂર ચાખી લીધો.
- તમારી જિત્વા
ચાની ચુસ્કી
દરરોજ સવારે પપ્પા અને મમ્મી ચા પીતા હોય છે જે જોઇને મને ખુબ આશ્વર્ય થતું હતું કે આ શું પીવે છે? પરંતુ એક દીવસ તો મેં જાતે કપ ઉંચકી લીધો અને ચા પીવા માટે જીદ શરૂ કરી દીધી.
આખરે મમ્મીએ નમતુ જોખીને મને થોડી ચા પીવડાવી મને ચા પીવાની ખુબ જ મજા આવી. આજે પહેલી વખત ચાનો સ્વાદ માણ્યો. ફોટામાં પણ તમે ચાની ચુસ્કી લીધાનો આનંદ મારા ચહેરા પર જોઇ શકો છો.
- તમારી જિત્વા
Monday, August 23, 2010
મને ગોથીકલું ખાતા આવડી ગયું
છેલ્લા કેટલા દિવસોથી ગોથીકલું ખાવા માટે મથતી હતી તે આજે મેળ પડ્યો. હવે મને ખબર પડી કે છત પર ટાંગેલા પંખા અને દિવાલો પર લટકાવેલા પિક્ચર્સ સિવાય જમીન પર પણ ઘણું બધુ હોય છે.
ઉલ્ટા થતાંની સાથે મેં સૌ પ્રથમ મારૂ ગમતું રીમોટ હાથમાં લીધું અને જુઓ મને સફળતા પણ મળી ગઇ. હવે જ્યારે હું સુતા સુતા થાકી જાઉં જઇશ ત્યારે ગોથીકલું ખાઇને રીલેક્સ થઇ જઇશ.
પણ હજુ એક તકલીફ છે ગોથીકલું ખાધા પછી પેટ પર દબાણ આવવાના કારણે આ સ્થીતીમાં બહુ લાંબા સમય સુધી રહી શકાતું નથી આથી ન છુટકે ફરી પાછું મુળ મુદ્રામાં આવી જવું પડે છે.
તમે આ બ્લોગ વાંચો હું તો ચાલી ગોથીકલાં ખાવા.
- તમારી જિત્વા
Tuesday, August 10, 2010
જિત્વાનો વળતો પ્રહાર
આમ તો મારો સ્વભાવ શાંત છે પરંતુ ક્યારેક હું થાકી ગઇ હોઉં કે પછી હું બહુ મુડમાં હોઉં ત્યારે હું તેમના પર કઇ રીતે એટેક કરૂ છું તે તમે ફોટામાં જોઇ શકો છો. સામાન્ય રીતે મમ્મી પર હું આ પ્રકારનું વ્હાલ વધારે વરસાવતી હોઉં છું.
આ પ્રકારના એટેક સમયે હું સિંહની જેમ ગર્જના પણ કરૂ છું અને સામે વાળાને મારા હુમલાથી ડરાવવાનો સંપુર્ણ પ્રયાસ કરૂ છું. પપ્પા પણ ઇચ્છે છે કે હું તેમના પર પણ આવો એટેક કરૂ પરંતુ હજુ સુધી મેં તેમને આવી તક આપી નથી. વચ્ચે ટીંબાવાડી હતી ત્યારે મોટી મમ્મી પર પણ મેં આ પ્રકારનો મીઠો એટેક કરેલો.
- તમારી જિત્વા
Eat Healthy Think Better
આજે સાંજે મમ્મી શાકભાજી સમારી રહી હતી ત્યારે ચોરી અને ગુવારની શીંગ જોઈને મને કુતુહલ થયું અને મેં તો મારી જિજ્ઞાષાવૃતિ સંતોષવા શીંગ નાખી મોઢામાં.
મારા મોઢામાં દાંતના હોવાથી હું શીંગને ચાવી તો ના શકી. પરંતુ જ્યાં સુધી મમ્મીએ મારા મોઢામાંથી શીંગ લઈના લીધી ત્યાં સુધી મેં પ્રયત્નના છોડ્યો. શું તમે મારા આ પ્રયત્નને બિરદાવશો નહિ ?
- તમારી જિત્વા
Sunday, August 8, 2010
યોગા ફોર ગુડ હેલ્થ
આજકાલ બાબા રામદેવના કારણે લોકોમાં યોગ પ્રત્યે ખાસ્સા જાગૃત થયા છે. બાબા રામદેવની જેમ હું પણ ક્યારેક યોગ કરતી હોવ છું.
આજે સવારે હું અને પપ્પા રમતા હતા એવામાં મને યોગ કરવાનું મન થયું અને જુઓ મેં અને પપ્પાએ કેટલી સરસ રીતે યોગ કર્યા.
યોગનું આ ક્યું આસન કહેવાય તેની તો મને ખબર નથી પરંતુ મને જોઇને કોઇ યોગ કરવા પ્રેરાય તે જોઇને આનંદ જરૂર થાય.
- તમારી જિત્વા
જિત્વા અને કિશન કાકા
તમને ખબર છે આજે કિશન કાકા તેમના અભ્યાસઅર્થે અમદાવાદ આવ્યા હતા. બપોર પછી તેઓ મને રમાડવા ઘરે આવ્યા હતા શરૂઆતમાં તો હું તેમની પાસે જ ના ગઇ પરંતુ ત્યારબાદ તો મેં કિશનકાકાને બરાબરના રમાડ્યા.
થોડી વાર તો તે મને રમાડતા હતા કે હું તેમને તે કહેવું મુશ્કેલ થઇ ગયું હતું. હું ભલે નાની રહી પરંતુ મારી ગણતરી પાક્કી છે એટલે તો મેં કિશનકાકાના દાંત પણ ગણી કાઢ્યા. કેટલા દાંત હતા તેનો જવાબ હું અત્યારે નહીં આપું કેમ કે હજુ મને ક્યાં બોલતા આવડે છે.
તમે આ ફોટા જુઓ હું ચાલી રમવા...
- તમારી જિત્વા
Thursday, August 5, 2010
થેન્ક યુ અજય અંકલ, ડોલી આન્ટી
આ ફોટામાં તમે જે મોટો ઢિંગલો જોઇ રહ્યા છો તે અજય અંકલ અને ડોલી આન્ટી મારા માટે લાવ્યા છે. આ ઢિંગલો મને એટલો ગમ્યો કે ન પુછો વાત આ ઢિંગલો દેખાવમાં આકર્ષક હોવાની સાથે ચૂં...ચૂં...ચૂં...ચૂં.... બોલે પણ છે.
આ પહેલા મારી પાસે એક ઢિંગલો અને ઢિંગલી હતી જેના વીશે મેં તમને અગાઉ વાત કરી હતી પરંતુ મારો જૂનો ઢિંગલો બોલતો નથી અને ઢિંગલી પણ મહાપરાણે બોલે છે.
મારા દરેક રમકડાં થોડા દિવસમાં મારા માટે જૂના થઇ જાય છે પરંતુ આ ઢિંગલાથી તો હું લાંબા સમયથી રમું છું. આ ઢીંગલાને લઇને મારા મગજમાં કેટલાક પ્રશ્નો પણ છે જેમ કે આ ઢિંગલો બોલે છે કેવી રીતે ? વારંવાર પછાડવા છતાં આ ઢિંગલો ફરી કેવી રીતે બેઠો થઇ જાય છે ? વગેરે...વગેરે...
આ ઢિંગલા સાથે મેં કેટલાક ફોટાઓ પણ પડાવ્યા છે. આ ફોટાઓ તમને કેવા લાગ્યા તે મને જરૂર જણાવજો હું ચાલી ઢિંગલા સાથે થીંગા મસ્તી કરવા.
- તમારી જિત્વા
Labels:
Ajay Uncle,
Dhinglo,
Jitva
Monday, August 2, 2010
વોકીંગ ઇઝ બેસ્ટ એક્સસાઇઝ
વોકીંગ ઇઝ બેસ્ટ એક્સસાઇઝ એવું તમે ઘણાના મોઢે સાંભળ્યું હશે. મેં તો આવું ખાસ કંઇ સાંભળ્યું નથી પરંતુ મને થયું કે ક્યાં સુધી આ ગોદડીમાં પડ્યા રહેવું. અને આમ પણ હવે મારી ઉંમર છ મહિનાની થઇ ગઇ છે આથી મેં વોકરની મદદથી ચાલવાનો પ્રયાસ કર્યો અને ઘણા અંશે મને સફળતા પણ મળી.
શરૂઆતમાં વોકરમાં બેસતા મને ડર લાગતો હતો પરંતુ મમ્મીના પ્રોત્સાહનના કારણે બહુ વાંધો ન આવ્યો અને એક વખત સફળતાપૂર્વક બે ડગલા માંડ્યા બાદ મારા ઉત્સાહમાં પણ વધારો થયો. ફોટામાં પણ તમે ડરથી લઇને ઉત્સાહ સુધીના મનોભાવો મારા ચહેરા પર જોઇ શકો છો.
હાલના દિવસોમાં વોકરમાં બેસવાનું બહુ થતું નથી પરંતુ મારા ઉત્સાહના કારણે હું બહુ વહેલું ચાલતા શીખી જઇશ તેવું મને લાગી રહ્યું છે.
- તમારી જિત્વા
Subscribe to:
Posts (Atom)