Showing posts with label Dhinglo. Show all posts
Showing posts with label Dhinglo. Show all posts

Wednesday, July 6, 2011

ઢીંગા સાથે ઢિસુમ...ઢિસુમ...



આ ઢિંગલો બંટુ મામાએ મને ગિફ્ટ આપ્યો છે. આ ઢિંગલો રમવા સિવાય બેસવા માટે પણ કામ આવે છે. પરંતુ હું તો આ ઢિંગલાનો બેસવા કરતા ઢિસુમ...ઢિસુમ...કરવામાં વધુ ઉપયોગ કરૂ છું.

આ ફોટાઓમાં તમે જુઓ ઢિંગા સાથેની મારી ધમાલ.

- તમારી જિત્વા

Thursday, August 5, 2010

થેન્ક યુ અજય અંકલ, ડોલી આન્ટી





આ ફોટામાં તમે જે મોટો ઢિંગલો જોઇ રહ્યા છો તે અજય અંકલ અને ડોલી આન્ટી મારા માટે લાવ્યા છે. આ ઢિંગલો મને એટલો ગમ્યો કે ન પુછો વાત આ ઢિંગલો દેખાવમાં આકર્ષક હોવાની સાથે ચૂં...ચૂં...ચૂં...ચૂં.... બોલે પણ છે.

આ પહેલા મારી પાસે એક ઢિંગલો અને ઢિંગલી હતી જેના વીશે મેં તમને અગાઉ વાત કરી હતી પરંતુ મારો જૂનો ઢિંગલો બોલતો નથી અને ઢિંગલી પણ મહાપરાણે બોલે છે.

મારા દરેક રમકડાં થોડા દિવસમાં મારા માટે જૂના થઇ જાય છે પરંતુ આ ઢિંગલાથી તો હું લાંબા સમયથી રમું છું. આ ઢીંગલાને લઇને મારા મગજમાં કેટલાક પ્રશ્નો પણ છે જેમ કે આ ઢિંગલો બોલે છે કેવી રીતે ? વારંવાર પછાડવા છતાં આ ઢિંગલો ફરી કેવી રીતે બેઠો થઇ જાય છે ? વગેરે...વગેરે...

આ ઢિંગલા સાથે મેં કેટલાક ફોટાઓ પણ પડાવ્યા છે. આ ફોટાઓ તમને કેવા લાગ્યા તે મને જરૂર જણાવજો હું ચાલી ઢિંગલા સાથે થીંગા મસ્તી કરવા.

- તમારી જિત્વા

Sunday, July 4, 2010

ઢીંગલા સાથે ધીંગામસ્તી



હું ઢીંગલા સાથે ફક્ત રમતી જ નથી હું તેની સાથે ધીંગા મસ્તી પણ કરું છું. આ વિડીયોમાં તમે ઢીંગલા સાથેની મારી ધીંગા મસ્તી જોઈ શકો છો.

તમે આ વિડીયો જુઓ હું ચાલી ધીંગા મસ્તી કરવા.

- તમારી જિત્વા

Saturday, May 1, 2010

ઢીંગલો મારો બોલતો નથી


બધાને દોસ્ત હોય છે મારે પણ એક દોસ્ત છે આજે હું તમને તેના વિષે જણાવું છું. આ ફોટોમાં તમે જે ઢીંગલો જોઈ રહ્યા છો તે મારો દોસ્ત છે. હું ક્યારેક-ક્યારેક તેની સાથે રમું છું. આ કલરફૂલ ઢીંગલો બોલે પણ છે કારણ કે તેના પેટમાં એક ઘૂઘરો છે.

ગુજરાતીમાં એક બાળગીત છે કે ઢીંગલો મારો બોલતો નથી ચાલતો નથી કેમ બોલવું પણ મારો આ ઢીંગલો તો બોલે પણ છે અને રીસાતો પણ નથી. કેવું સારું નહીં ?
બસ મારું એટલું જ કહેવું છે કે કોઈ કોઈથી રીસાય નહીં અને બધા સંપીને રહે. ઢીંગલા વાળું બાળગીત અહી આપું છું તમને પણ ગમશે અને તમારો ઢીંગલો રીસાય ત્યારે મનાવવામાં પણ કામ આવશે.

ઢીંગલો મારો બોલતો નથી

ખાતો નથી પીતો નથી ઢીંગલો મારો બોલતો નથી
બોલ બા બોલ એને કેમ બોલાવું?

ટબમાં બેસાડી એને નવડાવું સારા સારા કપડાં એને પહેરાવું
તોયે એ બોલતો નથી- ખાતો નથી

આકાશે ઊડતાં પંખી દેખાડું મેના પોપટ ને મોરલાં ટહકાવું
તોયે એ હસતો નથી – ખાતો નથી

સોનાનાં પારણે એને ઝૂલાવું ચાંદા સૂરજને તારલા ટપકાવું
તોયે એ નાચતો નથી – ખાતો નથી

ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકા દેખાડું પાણીમાં તરતી માછલી દેખાડું
તોયે એ હસતો નથી – ખાતો નથી
- તમારી જિત્વા