Monday, August 23, 2010
મને ગોથીકલું ખાતા આવડી ગયું
છેલ્લા કેટલા દિવસોથી ગોથીકલું ખાવા માટે મથતી હતી તે આજે મેળ પડ્યો. હવે મને ખબર પડી કે છત પર ટાંગેલા પંખા અને દિવાલો પર લટકાવેલા પિક્ચર્સ સિવાય જમીન પર પણ ઘણું બધુ હોય છે.
ઉલ્ટા થતાંની સાથે મેં સૌ પ્રથમ મારૂ ગમતું રીમોટ હાથમાં લીધું અને જુઓ મને સફળતા પણ મળી ગઇ. હવે જ્યારે હું સુતા સુતા થાકી જાઉં જઇશ ત્યારે ગોથીકલું ખાઇને રીલેક્સ થઇ જઇશ.
પણ હજુ એક તકલીફ છે ગોથીકલું ખાધા પછી પેટ પર દબાણ આવવાના કારણે આ સ્થીતીમાં બહુ લાંબા સમય સુધી રહી શકાતું નથી આથી ન છુટકે ફરી પાછું મુળ મુદ્રામાં આવી જવું પડે છે.
તમે આ બ્લોગ વાંચો હું તો ચાલી ગોથીકલાં ખાવા.
- તમારી જિત્વા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment