Saturday, March 15, 2014

સાડીમાં હું કેવી લાગુ ?

આજે મમ્મીના ડ્રેસની ચુંદડી જોઇને મને પણ થઇ આવ્યું કે લાવ જોઉં તો ખરી કે સાડીમાં હુ કેવી લાગુ. આથી મેં તો ફટાફટ ચુંદડીને સાડીની જેમ પહેરવા માંડી પરંતુ તેમાં મને સફળતા મળી નહીં.



થોડીવારમાં મમ્મી મારી મદદે આવી અને મને સરસ રીતે સાડી પહેરાવી. હવે જુઓ સાડીમાં હું કેવી લાગું છું ? અને હા તમારો પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં.

- તમારી જિત્વા

Wednesday, March 5, 2014

ચવાણાની ચાહ

થોડા દિવસ પહેલા મમ્મી સાથે માર્કેટમાં ગઇ હતી ત્યારે મેં જીદ કરીને ચવાણું લેવડાવ્યું હતું. ઘરે આવી ખોલીને ચાખ્યું તો તે થોડું તીખું હતું. મમ્મીને એવું હતું કે હું ચવાણું ખાઇ નહીં શકું,  પરંતુ મેં આ તીખાશ ઓછી કરવાનો રસ્તો કાઢી લીધો.



હવે હું જ્યારે પણ ચવાણાનો નાસ્તો કરવા બેસુ ત્યારે પાણીનો ગ્લાસ ભરીને બેસું છું. ચવાણું ખાતી જાવ અને પાણી પીતી જાવ. છે ને અસરકારક સસ્તો તીખું પણ ન લાગે અને ચવાણું પણ ખાઇ શકાય.

ચાલો ત્યારે ફરી મળીશું....

- તમારી જિત્વા

Thursday, February 13, 2014

મારી બર્થ ડે ગિફ્ટ

છેલ્લા ઘણા દિવસથી પપ્પા એ મુંઝવણમાં હતા કે મને બર્થ ડે ગિફ્ટમાં શું આપવું. છેલ્લે હું ડેક્લેથોન સ્ટોરમાં ગઇ હતી ત્યાં મેં સ્કુટર જોયું હતું જે મને ગમ્યુ હતું. આજે મારા બર્થ ડે ના દિવસે પપ્પાએ મને તે ગિફ્ટ આપ્યું ત્યારે થોડી વાર માટે હું ખુશીથી ઉછળી પડી હતી. 




જો કે હજું મારે સ્કુટર ચલાવતા શીખવાનું બાકી છે. પરંતુ પ્રયત્નો ચાલુ છે આથી થોડા દિવસોમાં આવડી જશે. ચાલો ત્યારે હું ચાલી સ્કુટર ચલાવવા....

- તમારી જિત્વા

મેરા હેપ્પી વાલા બર્થ ડે













આજના દિવસે મેં ચાર વર્ષ પુરા કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો. ટુંકમાં હું ચાર વર્ષની થઇ ગઇ. આજે સવારે ઉઠીને મેં ભગવાનના દર્શન કર્યા (બ્રશ કર્યા કે સ્નાન કર્યા વગર) અને કોઇપણ પ્રકારની માથાકુટ વગર તૈયાર થઇ ગઇ. મારી ફ્રેન્ડ વેદીકાના ઘરે અને સુરેખાબા અને વર્ષાબાના ઘરે બધાને ચૌકલેટ આપી આવી પછી પપ્પા મને સ્કુલે મુકી ગયા. 

આજે મારો બર્થ ડે હોવાથી પપ્પા પણ વહેલા ઘરે આવી ગયા હતા બધાએ સાથે મળીને ડેકોરેશન કર્યું જેમાં મિતલ મામીએ ખાસ મહેનત કરી હતી. પછી મારા ફેમેલી અને ફ્રેન્ડ્ઝની હાજરીમાં મેં કેક કાપી અને હેપ્પી બર્થ ડે ઉજવ્યો. 

સાંજે પપ્પા-મમ્મી, હું અને મીત્તલ મામી બહાર જમવા ગયા જ્યાં મેં મારો મનપસંદ ઢોસો ખાધો. આજનો દિવસ મારા માટે ખાસ હતો અને એટલી ઝડપભેર દિવસ પુરો થઇ ગયો કે ખબર જ ન પડી. 

- તમારી જિત્વા

Tuesday, February 11, 2014

બર્થ ડે ની તૈયારી

આવતીકાલે મારો બર્થ ડે છે, જેને લઇને હું ઘણી ઉત્સાહીત છું. પપ્પા-મમ્મીએ આવતીકાલ માટે જરૂરી પ્લાનીંગ પણ કરી રાખ્યું છે. અને પપ્પા આજે સ્કુલમાં આપવા માટેની ગીફ્ટ, ડેકોરેશન માટેનો સામાન અને મારા માટે ગીફ્ટ પણ લઇ આવ્યા છે. આજે હું ઘણી ખુશ છું એટલી ખુશ કે આ ખુશીને કઇ રીતે વ્યક્ત કરવી તે મને સમજાતું નથી.
  


 






ચાલો ત્યારે મારે હજુ ઘણીબધી તૈયારી પણ કરવાની છે. અત્યારે રજા લઉં ત્યારે. બાય..બાય.....

- તમારી જિત્વા



Friday, January 3, 2014

વાત પિતાનું સપનું સાકાર કરતી દિકરીની

આજે જરા હટકે વાત કરવી છે....હા વાત કરવી છે પિતાનું સપનું સાકાર કરતી એક દિકરીની. આ દિકરી ડોકટર હોવાની સાથે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલ પિતાને તેમના ધંધામાં પણ મદદરૂપ થાય છે.

બસ હવે કંઇ કહેવું નથી તમે જ જૂઆ આ સરસ મજાનો વિડીયો.


કેવી લાગી આ શોર્ટ ફિલ્મ...મને જરૂર જણાવજો હો...

- તમારી જિત્વા

Wednesday, January 1, 2014

વાર્તા રે વાર્તા...

ભાઇ વાર્તા સાંભળવી તો કોને ન ગમે...? મને તો વાર્તા સાંભળવી બહુ ગમે અને ખાસ કરીને રાત્રે સુતા સમયે. વાર્તાને હું રાજા કહું છે. આજે મારે તમને વાર્તા નથી કહેવી પરંતુ વાર્તાના ખજાના તરફ દોરી જવાના છે. હવે તમને કોઇ વાર્તા કહેવાનું કહે તો ગભરાશો કે મુંજાશો નહીં સરસ રીતે આ ખજાનામાંથી એક વાર્તા ચૂંટી લેવાની.

અહીં આપેલી લીંક પર ક્લીક કરવાથી તમે સરળતાથી પહોંચી શકશો વાર્તાના ખજાના સુધી. પરંતુ ખજાના સુધી પહોંચ્યા પછી તમારે વધુ લોકોને આ ખજાના સુધી પહોંચાડવા છે તે ભુલશો નહીં.

http://evidyalay.net/kid_stories/

ચાલો ત્યારે હવે તમે આ ખજાનાનો આનંદ માણો હું ચાલી રમવા.

- તમારી જિત્વા