ગઇકાલે હું અમદાવાદ બુક ફેરની મુલાકાતે ગઇ હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. સંખ્યાબંધ પ્રકાશકો અને પુસ્તકો વચ્ચે શું ખરીદવું અને શું ન ખરીદવું તેની વિમાસણ થાય તે સ્વાભાવીક છે.
આ વખતે એક વાત એ પણ જોવા મળી કે હવે સંખ્યાબંધ સાઇટ દ્વારા ઓનલાઇન પુસ્તકો વેંચવામાં આવે છે અને તે પણ ગુજરાતીઓને ગમતા ડિસ્કાઉન્ટ સાથે. પપ્પાએ પણ થોડા દિવસ પહેલા ઓનલાઇન "જય હો" પુસ્તક મંગાવ્યું હતું અને ખુબ જ સરસ અનુભવ રહ્યો.
લોકોને પુસ્તકો વાંચતા કરવા અને માતૃભાષાને જીવતી રાખવા માટે આ સરસ પ્રયાસ છે. અહીં દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા હતા. ગઇકાલે શ્યામલ, સૌમિલ મુન્શી, મનહર ઉદાસ અને અન્ય કલાકારો દ્વારા સરસ મજાના ગીતો રજુ કરવામાં આવ્યા. મને શ્યામલ, સૌમિલના કંઠે ગવાયેલું "સુખનું સરનામું આપો" મને બહુ ગમ્યુ, તો અહીં આવેલા કવન અને ભવ્ય સાથે ધિંગા મસ્તી કરવાની પણ એટલી જ મજા પડી.
મને તો ખુબજ મજા આવી હવે હું આવતા વર્ષે ફરી પાછું બુક ફેરનું આયોજન કરવામાં આવે તેની કાગડોળે રાહ જોઇશ.
બુકફેરની બહાર પણ સરસ મજાના ટેબ્લો ગોઠવવામાં આવ્યા હતા પરંતુ તેના ફોટા લેવાનું રહી ગયું છે.
- તમારી જિત્વા

No comments:
Post a Comment