Friday, June 29, 2012

ચંદનીયા છીપજાના રે...

આજકાલની ફિલ્મો કરતા પહેલાની ફિલ્મોમાં સરસ મજાના લોરી સોંગ આવતા હતા તેવું મારૂ અનુમાન છે. પરંતુ આજકાલ એક સરસમજાની ફિલ્મ આવી છે "રાવડી રાઠોડ" જેમાં એક સરસમજાનું લોરી સોંગ આવે છે "ચંદનીયા છિપજાના રે..."

હાલના દિવસોમાં આ સોંગ મારૂ ફેવરીટ સોંગ છે અને સાંજ આ સોંગ સાંભળ્યા બાદ જ હું ઉંધુ છું. ચાલો ત્યારે હું તો ચાલી ઉંધવા માટે પણ તમે સાંભળો આ સરસ મજાનું લોરી સોંગ...

 

 - તમારી જિત્વા

Thursday, June 21, 2012

ચલો, જેઠાલાલ સોડા પીતે હૈ...

સબ ટીવી પર એક સીરીયલ આવે છે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" તેમાં સીરીયલના પુરૂષ પાત્રો જમ્યા બાદ અબ્દુલની સોડા શોપ પર એકઠા થાય છે. સીરીયલના મુખ્ય પાત્ર જેઠાલાલને બધા એવું કહે છે કે. "ચલો જેઠાલાલ સોડા પીતે હૈ..."

જેઠાલાલના મિત્રોની જેમ હું પણ યાદ આવે ત્યારે પપ્પાને કહેતી હોઉં છું કે ચાલોને સોડા પીવા... આજે મારી ઇચ્છાને માન આપીને પપ્પા ઘરની નજીકમાં બનેલી સોડા શોપ પર મને અને મમ્મીને સોડા પીવા લઇ ગયા હતા. જ્યાં મેં સોડા પીધી અને ક્યાં બેસીને પીધી એ તમે જ જોઇ લો આ ફોટામાં.






- તમારી જિત્વા

આવા વ્હાલા પપ્પા છે મારા


ગઇ 17 જુને બધાએ ફાધર્સ ડે ઉજવ્યો હશે, દેશ-દુનિયાના વર્તમાનપત્રો, મેગેઝીનો તેમજ બ્લોગ પર ફાધર્સ વિશે ધણું બધુ લખાયું. જરા ખાંખા ખોળા કરવા માટે મેં ગુગલમાં "પપ્પા" શબ્દ સર્ચ કર્યો અને કેટલાક સરસમજાના આર્ટીકલ અને કવિતાઓ મળી આવી, જેમાં http://drmanwish.wordpress.com પર વિશ્વદિપ બારડે લખેલી સરસમજાની  આ રચના તમારી સાથે હું શેર કરીશ.

                                    આવા વ્હાલા પપ્પા છે મારા


ફુગ્ગો ફુલાવી આપે, રમકડા રમવા આપે,
ઘોડો બની પીઠ પર સવારી કરવા આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા


ચોકલેટ લાવી રોજ રોજ મને પપ્પી આપે,
હું એને હગ આપુ, એ મને બિસ્કીટ આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા


બાળમંદીર જાવ જ્યારે એ મને સ્મિત આપે,
બેકપેક સાથે ભાવતું-ગમતું લંચ મને આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા


ઝૂ માં જઈએ ત્યારે કોટન કેન્ડી મને આપે,
મુવીમાંતો કાયમ પૉપકોર્ન લઈ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા


પ્યારા પપ્પા,ખોબો ભરી મને પ્રેમ આપે,
વંદન કરું ત્યારે કાયમ આશિષ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા.

તમને આ રચના કેવી લાગી તે મને જરૂર જણાવજો. 

- તમારી જિત્વા

Sunday, June 17, 2012

મારા પપ્પા સૌથી "બેસ્ટ' - 'હેપી ફાધર્સ ડે'



દોસ્તો આજે ફાધર્સ ડે નીમીતે વેબદુનિયા.કોમ પર કલ્યાણી દેશમુખનો એક સરસ આર્ટીકલ પબ્લીશ થયો છે. આજે બીજી કોઇપણ વાત કર્યા વગર તમારી સાથે આ આર્ટીકલ શેર કરીશ. 


દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે. 

તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી. 

પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. 


દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?

તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.

પિતાજીને આ એક દિવસ માટે નહિ જીવનમાં હંમેશા યાદ રાખો. ઉપરથી કડક લાગતા પિતાજી જોડે દોસ્તી કરવાની શરું તો કરો પછી જુઓ કે પિતાજી રસગુલ્લા જેવા નરમ અને મીઠા લાગે છે કે નહિ.


- તમારી જિત્વા


Friday, June 15, 2012

લાવો તમારો ફોટો પાડી દઉં

સામાન્ય રીતે એવું થતું હોય છે કે પપ્પા મારા ફોટા પાડતા હોય છે. ત્યારે આજે મને એવું થયું કે લાવ મને પણ કેમેરા પર હાથ અજમાવવા દે. મગજમાં આવેલા વિચારને મેં તરત જ અમલમાં મુક્યો અને મોબાઇલ કેમેરો લઇને પપ્પાના ફોટા પાડવા માંડી.

ટેકનીકલ નો હાઉનો અભાવ હોવાના કારણે કંઇ રીઝલ્ટ તો ન મળ્યું પરંતુ કોઇ મને ફોટોગ્રાફરની નકલ કરતાં થોડું રોકી શકવાનું હતું. હા..હા..હા...

અહીં જુઓ ફોટો પાડતી જિત્વાના ફોટાઓ..





- તમારી જિત્વા

Thursday, June 14, 2012

મારી વાડીલાલ કટ

ગરમીનો પારો દિવસે ને દિવસે ઉપર જઇ રહ્યો છે. અને તેમાં પણ રમત દરમ્યાન દોડા દોડી કરીને હું જ્યારે ઘરમાં આવું ત્યારે મારૂ માથુ પરસેવાથી તરબતર હોય છે. આ પરિસ્થીતીના નિવારણ માટે મમ્મીએ મને વાડીલાલ કટ કરાવી આપ્યા છે.

જુઓ હેરકટ કરાવ્યા પછી મારા અલગ અલગ એંગલથી પડાવેલા ફોટાઓ.








આ હેર કટનું નામ વાડીલાલ શા માટે પડ્યું તે તો તમને ખબર જ હશે અને જો ખબર ના હોય તો કહી દઉં કે વાડીલાલ આઇક્રીમની એડમાં આ હેરકટ આવતા હતા ત્યારથી લોકો આ હેરકટને વાડીલાલ કટ તરીકે ઓળખે છે. વધુ માહીતી માટે જુઓ વાડીલાલની આ એડ.



અરે !!! ક્યાં ખોવાઇ ગયા ??? તમને આ એડ અને મારી હેરકટ કેવા લાગ્યા તે જરૂર જણાવજો.

 - તમારી જિત્વા