Sunday, June 17, 2012

મારા પપ્પા સૌથી "બેસ્ટ' - 'હેપી ફાધર્સ ડે'



દોસ્તો આજે ફાધર્સ ડે નીમીતે વેબદુનિયા.કોમ પર કલ્યાણી દેશમુખનો એક સરસ આર્ટીકલ પબ્લીશ થયો છે. આજે બીજી કોઇપણ વાત કર્યા વગર તમારી સાથે આ આર્ટીકલ શેર કરીશ. 


દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે. 

તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી. 

પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. 


દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?

તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.

પિતાજીને આ એક દિવસ માટે નહિ જીવનમાં હંમેશા યાદ રાખો. ઉપરથી કડક લાગતા પિતાજી જોડે દોસ્તી કરવાની શરું તો કરો પછી જુઓ કે પિતાજી રસગુલ્લા જેવા નરમ અને મીઠા લાગે છે કે નહિ.


- તમારી જિત્વા


No comments:

Post a Comment