Thursday, June 21, 2012

આવા વ્હાલા પપ્પા છે મારા


ગઇ 17 જુને બધાએ ફાધર્સ ડે ઉજવ્યો હશે, દેશ-દુનિયાના વર્તમાનપત્રો, મેગેઝીનો તેમજ બ્લોગ પર ફાધર્સ વિશે ધણું બધુ લખાયું. જરા ખાંખા ખોળા કરવા માટે મેં ગુગલમાં "પપ્પા" શબ્દ સર્ચ કર્યો અને કેટલાક સરસમજાના આર્ટીકલ અને કવિતાઓ મળી આવી, જેમાં http://drmanwish.wordpress.com પર વિશ્વદિપ બારડે લખેલી સરસમજાની  આ રચના તમારી સાથે હું શેર કરીશ.

                                    આવા વ્હાલા પપ્પા છે મારા


ફુગ્ગો ફુલાવી આપે, રમકડા રમવા આપે,
ઘોડો બની પીઠ પર સવારી કરવા આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા


ચોકલેટ લાવી રોજ રોજ મને પપ્પી આપે,
હું એને હગ આપુ, એ મને બિસ્કીટ આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા


બાળમંદીર જાવ જ્યારે એ મને સ્મિત આપે,
બેકપેક સાથે ભાવતું-ગમતું લંચ મને આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા


ઝૂ માં જઈએ ત્યારે કોટન કેન્ડી મને આપે,
મુવીમાંતો કાયમ પૉપકોર્ન લઈ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા


પ્યારા પપ્પા,ખોબો ભરી મને પ્રેમ આપે,
વંદન કરું ત્યારે કાયમ આશિષ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા.

તમને આ રચના કેવી લાગી તે મને જરૂર જણાવજો. 

- તમારી જિત્વા

No comments:

Post a Comment