Tuesday, April 5, 2011

મેરી આવાજ સુનો


બા, મમ્મી કે પપ્પા મને સુવડાવતા સમયે હાલરડા ગાતા હોય છે. પરંતુ વારંવાર આ એકના એક હાલરડા સાંભળીને મને પણ હાલરડાં ગાતા આવડી ગયું છે. હવે તો ક્યારેક બપોરે કોઇ મને સુવડાવતું હોય ત્યારે હું પોતે જ હાલરડા ગાઇને ઉંધી જાવ છું. તો સાંભળો મારા અવાજમાં ગવાયેલું આ હાલરડું.



હું ફક્ત હાલરડાં જ ગાવ છું એવું નથી ક્યારેક હું નારાજ હોવ અથવા મારે ઉંધવુ ન હોય અને મને ઉંઘાડવા માટેનો પ્રયાસ થઇ રહ્યો હોય ત્યારે હું ચીસો પણ પાડું છું. શું તમને માનવામાં નથી આવતુ તો સાંભળો મારી આ ચીસો.



તો ક્યારેક હું ગર્જના કરીને બીજાને ડરાવવાનો પણ પ્રયાસ કરૂ છું. સાંભળો જિત્વાની ગર્જના.



તમને મારો અવાજ,મારી ચીસ અને મારી ગર્જના કેવી લાગી તે જરૂર જણાવજો હો.

- તમારી જિત્વા

No comments:

Post a Comment