આમ જુઓ તો કોઇપણ ગુજરાતીને ધંધો શીખવાડવો ના પડે એવું કહેવાય છે. સાંજે ગાર્ડનમાં જતા સમયે અને સ્કુલે જતા સમયે રસ્તામાં ઘણી દુકાનો ધ્યાનમાં આવે છે. તદુપરાંત પપ્પા-મમ્મી સાથે પણ ઘણી વખત નાની મોટી ખરીદી માટે જવાનું થાય છે.
આ ફોટો ધ્યાનથી જુઓ, આ મારી પેઢી છે. ટેબલને ઉલટુ કરી દેવાનું અને બની ગઇ દુકાન. મારી દુુકાનની ખાસીયત એ છે કે અહીં દરેક વસ્તુ પાંચ રૂપિયામાં મળે છે. અને દુકાનમાં પુસ્તકોથી લઇને સોડા બધુ મળે છે.
હવે એ તમારે વિચારવાનું છે કે આમાં બધુ સમાતુ કેવી રીતે હશે ???
- તમારી જિત્વા
આ ફોટો ધ્યાનથી જુઓ, આ મારી પેઢી છે. ટેબલને ઉલટુ કરી દેવાનું અને બની ગઇ દુકાન. મારી દુુકાનની ખાસીયત એ છે કે અહીં દરેક વસ્તુ પાંચ રૂપિયામાં મળે છે. અને દુકાનમાં પુસ્તકોથી લઇને સોડા બધુ મળે છે.
હવે એ તમારે વિચારવાનું છે કે આમાં બધુ સમાતુ કેવી રીતે હશે ???
- તમારી જિત્વા
*ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
ReplyDeleteવિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
*નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
* વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
* નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
છે.
* વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
શીખવી સરળ બની જશે.
* નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
“ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
કટિબદ્ધ છે.
*ગુજરાતીલેક્સિકોન વિશે : *
45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
*http://www.gujaratilexicon.com *વેબસાઇટની
મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
*) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
(*http://global.gujaratilexicon.com/
*)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
છે.
ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
Phone : +91 79 40049325 / +91 9825263050
શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ
ReplyDeleteગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.
તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
(1) નિબંધલેખન સ્પર્ધા
(2) નવલિકા (ટૂંકી વાર્તા).
આ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :
પ્રતિભાશોધ સ્પર્ધા: 1
નિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાં
નિબંધલેખનના વિષયો
ગુજરાતી ભાષાનું ભવિષ્ય ભાષાની આજ અને આવતી કાલચાલો, ભાષાનું ગૌરવ વધારીએ આપણી ભાષા – આપણી સંસ્કૃતિ આપણે અને આપણી માતૃભાષા ગૌરવવંતા ભાષાવીરો પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
પ્રતિભાશોધ સ્પર્ધા : 2
નવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં
પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
કૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014
કૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :
303 - એ, આદિત્ય આર્કેડ,
ચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.
ફોન : +91-79-4004 9325
ઇ–મેઇલ : info@gujaratilexicon.com
પરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015
સ્પર્ધાના સામાન્ય નિયમોઃ
આ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.
કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)
કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.
સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.
દરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
કોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.
આપની કૃતિ ઓનલાઇન સબમીટ કરવા માટેની લિંક : http://www.gujaratilexicon.com/contest