આજે હું પપ્પા-મમ્મીની સાથે ગુજરાત યુનિ. હોલમાં આયોજીત એક સંગીત સમારોહમાં ગઇ હતી.
બોલીવુડના ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી-આનંદજીમાંના આનંદજી પણ અહીં આવેલા હતા. જેની હાજરીમાં અલગ અલગ કલાકારોએ સરસ મજાના ગીતો સંભળાવ્યા.
મારા માટે તો સંગીત અને રમવાનું બંને સરખુ મહત્વનું હતુ અને મેં તો સંગીત કરતાં રમવાની વાતને પહેલું પ્રાધાન્ય આપ્યું.
- તમારી જિત્વા
આદરણીય શ્રી,
ReplyDeleteજય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
વિગતો :
તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે
નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.