Monday, March 25, 2013

ધૂળેટીની તૈયારી




28 તારીખે ધૂળેટી છે ત્યારે પપ્પા મારા માટે આ પિચકારી અને રંગ લાવ્યા છે. હાલ તો મેં પિચકારીમાં રંગના બદલે પાણી ભરીને તેનો ઉપયોગ કરવાની શરૂઆત પણ કરી દીધી છે.

ગયા વર્ષે પણ મેં પિચકારી લીધી હતી પરંતુ તે હાલ ચાલુ હાલતમાં નથી, તે તકલાદી નીકળી આશા રાખીએ આ પિચકારી એટ લીસ્ટ ધૂળેટી સુધી તો સાથ આપે.


- તમારી જિત્વા

Friday, March 8, 2013

હેપ્પી વુમન્સ ડે 2013


આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે ત્યારે એક સરસ મજાના કાવ્ય સંગ્રહનું પુસ્તક તમારી સાથે શેર કરવું છે. ભરત એલ. ચૌહાણ (https://okanha.wordpress.com)દ્વારા સંકલીત કરવામાં આવેલા દિકરી નામના આ પુસ્તકમાં દિકરી વીશેની એકથી એક ચઢીયાતી કવિતાઓ છે.

તમને પણ વુમન્સ ડે નીમીતે ખુબ ખુબ શુભકામનાઓ.

- તમારી જિત્વા






Sunday, March 3, 2013

લાવ મમ્મી કામ કરાવું







હવે હું બધાને કહું છું કે હું હવે મોટી થઇ ગઇ છું. પપ્પાને પણ હું કહું છું કે મારા માટે મોટી પોલો લાવજો હવે હું મોટી થઇ ગઇ છું.

હું કહું છું એટલું જ નથી હું મોટાની જેમ કામ પણ કરૂ છું. આજે મમ્મી વાસણ કરતી હતી ત્યારે હું પણ તેની સાથે વાસણ કરવા માટે બેઠી અને જુઓ મારી કામ કરવાની સ્ટાઇલ પણ મોટા જેવી જ નથી દેખાતી ?

- તમારી જિત્વા

Saturday, March 2, 2013

મારૂ કારસ્તાન


આજે પંપ્પાની ઓફીસમાં "ફેમેલી ઓપન ડે"નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓફીસે લંચ બાદ હું પપ્પા મમ્મી સાથે શોપીંગ કરવા સ્ટાર બજારમાં ગઇ હતી.

હંમેશાની જેમ આજે પણ મેં ટ્રોલીમાં બેસવાનું પસંદ કર્યું હતું. મમ્મીને આજે ફ્રુટ્સ અને વેજીટેબલ્સ લેવાના હતા આથી તે બધુ લાવીને મને આપે અને હુ ટ્રોલીમાં બધુ ગોઠવતી જતી હતી.

પણ આજે મારો મુડ કંઇક શરારતી હતો આથી મમ્મી જેવી મને કોઇ વસ્તુ આપે કે તેની જાણ બહાર હું બારકોડ સ્ટીકર કાઢી નાખતી હતી. આ વાતની જાણ મમ્મીને ત્યારે થઇ જ્યારે તે લાંબી લાઇનમાં ઉભા રહ્યા બાદ કંઇ પણ લીધા વગર બહાર આવી.

મમ્મી જ્યારે મોલમાંથી બહાર આવી ત્યારે હું પપ્પાના ખંભા પર માથુ નાખીને સુઇ ગઇ હતી. હવે તે ગુસ્સો કરે તો પણ કોના પર...???

- તમારી જિત્વા