Monday, September 24, 2012

હેપ્પી ડોટર્સ ડે




  

સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવીવાર ડોટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિતે પપ્પા મારા માટે આ સ્લેટ અને અન્ય રમકડાઓ લાવ્યા હતા. મને જેવી ગીફ્ટ મળી કે તરત જ હું તો તેનાથી રમવા માંડી હતી.

રમકડામાં રહેલા સ્ટવ પર હું ચા બનાવીને વારે વારે પપ્પાને પીવા માટે આપું છું અને પપ્પા ખોટે ખોટા જાણે ચા પીધી હોય તેમ વાહ...જોરદાર કહે ત્યારે મારા ચહેરા પર આનંદ છલકાય આવે છે.

ગયા વર્ષે પણ ડોટર્સ ડે પર મને ગીફ્ટ મળી હતી. શું ગીફ્ટ હતી તે જાણવા આ લીંક પર ક્લીક કરો. અને હા તમને પણ "હેપ્પી ડોટર્સ ડે".

- તમારી જિત્વા

Saturday, September 22, 2012

પ્લેનની બારીમાંથી ડોકીયું

પપ્પા આજે બેંગાલુરૂ ગયા હતા. તેઓ મારા માટે કંઇ લાવ્યા તો નહોંતા પણ પ્લેનની બારીમાંથી બહાર કેવું દેખાય તે હું જોઇ શકું માટે, આ ફોટાઓ પાડી લાવ્યા હતા.







- તમારી જિત્વા 

Monday, September 17, 2012

ટ્રાઇસીકલની સાફસફાઇ

પપ્પાનો એક નિત્યક્રમ છે કે ઉઠ્યા બાદ ચા અને છાપુ વગેરે પતાવ્યા બાદ દરરોજ વાહનને ચેક કરે. આજે મેં પણ તેમાંથી પ્રેરણા લઇને મારી ટ્રાઇસીકલની સાફ સફાઇ કરી. આ ફોટાઓમાં તમે જુઓ કેવી તલ્લીનતાથી હું આ કામને કરી રહી છું.





 - તમારી જિત્વા


Sunday, September 16, 2012

કેટલીક ક્લીક્સ

આજે ઉમંગમામા (બંટુમામા)એ પપ્પાને એક મેઇલ મોકલ્યો જેમાં તેઓએ કેટલાક ફોટાઓ એટેચ કરીને મોકલ્યા છે. તેઓએ પ્રસંગોપાત મારા ઘણાબધા ફોટાઓ પાડ્યા હતા તેમાંથી પસંદગીના આ ફોટાઓ જોઇને ફરી એક વખત મારા બાળપણની યાદો તાજી થઇ ગઇ.

તમે પણ જુઓ આ ફોટાઓ અને હા ફોટાઓ કેવા લાગ્યા તે જરૂર જણાવજો હો..!!!







- તમારી જિત્વા

Saturday, September 1, 2012

હેપ્પી બર્થ ડે પપ્પા

આજે પપ્પાનો બર્થ ડે છે, પપ્પાના બર્થ ડે ને યાદગાર બનાવવા માટે મેં આજે સવારે તેઓ ઓફીસ જાય પહેલા જ તેમની સાથે ફોટો સેશનનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો અને ફોટોગ્રાફર હતી મારી મમ્મી.

તમે પણ જુઓ મારી મમ્મીએ કેટલા સરસ ફોટાઓ પાડ્યા છે જો થોડું ધ્યાન આપે તો તે સારી ફોટોગ્રાફર બની શકે તેમ છે.





તમને એક ખાનગી વાત કહું છું તમે કોઇને કહેતા નહીં. આજે પપ્પાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે અમે સાંજે બહાર જવાના છીએ અને હું તો અત્યારથી ક્યારે સાંજ પડે તેની રાહ જોઉં છું.

- તમારી જિત્વા