Sunday, March 23, 2014

ફોટો મારા અને પપ્પાના

સાંજે જમીને હું પપ્પાની પાસે બેસી જાઉ આ મારો નિત્યક્રમ છે. આજે પણ હું પપ્પાની પાસે બેઠી હતી ત્યારે મેં અને પપ્પાએ સાથે મળીને આ સેલ્ફી લીધા. 



આ સેલ્ફી થોડા દિવસો પહેલાનો છે. ઉપરના સેલ્ફી પપ્પાના લીધેલા છે જ્યારે નીચેનો સેલ્ફી મેં ક્લીક કરેલો છે.


પપ્પાએ તેમના વોટ્સઅપની પ્રોફાઇલમાં પણ આ ફોટો મુક્યો હતો જેને બહુબધા લોકોએ પસંદ કર્યો હતો. 

તમને આ ફોટા કેવા લાગ્યા જરૂર જણાવશો.

- તમારી જિત્વા

Saturday, March 15, 2014

સાડીમાં હું કેવી લાગુ ?

આજે મમ્મીના ડ્રેસની ચુંદડી જોઇને મને પણ થઇ આવ્યું કે લાવ જોઉં તો ખરી કે સાડીમાં હુ કેવી લાગુ. આથી મેં તો ફટાફટ ચુંદડીને સાડીની જેમ પહેરવા માંડી પરંતુ તેમાં મને સફળતા મળી નહીં.



થોડીવારમાં મમ્મી મારી મદદે આવી અને મને સરસ રીતે સાડી પહેરાવી. હવે જુઓ સાડીમાં હું કેવી લાગું છું ? અને હા તમારો પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં.

- તમારી જિત્વા

Wednesday, March 5, 2014

ચવાણાની ચાહ

થોડા દિવસ પહેલા મમ્મી સાથે માર્કેટમાં ગઇ હતી ત્યારે મેં જીદ કરીને ચવાણું લેવડાવ્યું હતું. ઘરે આવી ખોલીને ચાખ્યું તો તે થોડું તીખું હતું. મમ્મીને એવું હતું કે હું ચવાણું ખાઇ નહીં શકું,  પરંતુ મેં આ તીખાશ ઓછી કરવાનો રસ્તો કાઢી લીધો.



હવે હું જ્યારે પણ ચવાણાનો નાસ્તો કરવા બેસુ ત્યારે પાણીનો ગ્લાસ ભરીને બેસું છું. ચવાણું ખાતી જાવ અને પાણી પીતી જાવ. છે ને અસરકારક સસ્તો તીખું પણ ન લાગે અને ચવાણું પણ ખાઇ શકાય.

ચાલો ત્યારે ફરી મળીશું....

- તમારી જિત્વા