હાલ શિયાળાની ધીમા પગલે શરૂઆત થઇ ગઇ છે. સવારે અને સાંજે ગુલાબી ઠંડી મહેસુસ થઇ રહી છે. શિયાળાને કારણે હું સવારે ઉઠુ ત્યારે મારા હોઠો પર પણ તેની અસર જોવા મળી રહી છે.
ઋતુઓની શરીર પર થતી અસરથી અજાણ એવી હું સવારે જ્યારે ઉઠી ત્યારે મને લાગ્યું કે હોઠ સુકાઇ ગયા છે. આથી મેં મમ્મીને કહ્યું કે જો મમ્મી મારા હોઠ જામી ગયા.
મારી વાત સાંભળી અને મમ્મી પણ હસી પડી અને તેણે મને આવું શા કારણે થાય છે તે મને સમજાવ્યું. હવે મને સમજાયું કે હોઠ જામી ગયા તેમ નહીં પરંતુ હોઠ સુકાઇ ગયા તેમ કહેવાય.
- તમારી જિત્વા
No comments:
Post a Comment