આજે 22મી સપ્ટેમ્બર એટકે કે ડોટર્સ ડે છે. આજના દિવસને અનુરૂપ બે કવિતાઓ તમારી સાથે શેર કરવી છે. આશા છે તમને ગમશે.
1, ''જ્યારે વિધાતાએ દીકરી સરજી....''
વિધાતાએ દીકરી ઘડી ને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી શી કમાલ
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું,
ખજાનો ખુટાડી કરું મલકને ન્યાલ.
દેવીયું કનેથી માગી લીધો મલકાટ
અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી,
અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં,
તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક.
સૂરજનાં ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધાં.
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું,
હર્યુંભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ!
અનુ.. મકરન્દ દવે
2, "દિકરી"
આળસ મરડીને ઉઠતી જાગતી,
બા-બાપુજીને રોજ પગે લાગતી.
બા ગાલે કાળું ટપકું કરતી,
કારણ કે એ નમણી લાગતી.
કાલુંધેલું બોલતી ફરતી,
ઝરણાં જેવી રમતી કુદતી.
તોફાનમસ્તી ખૂબ એ કરતી,
રિસાઇ દાદાની ગોદમાં સંતાતી.
વરસાદમાં એ ખૂબજ ના'તી,
કોરી થઇને ઘરે એ જાતી.
વહાલથી બાને બક્કા ભરતી,
ખોળામાં બેસીને વાર્તા સાંભળતી.
ઘર આખાને એકતાંતણે બાંધતી,
દીકરા કરતા સવાઇ દીકરી થાતી.
તમને આ કવિતાઓ કેવી લાગી તે ચોક્કસ જણાવજો હો...હું ચાલી મારી ફ્રેન્ડ વેદીકા સાથે રમવા.
- તમારી જિત્વા
No comments:
Post a Comment