Sunday, June 16, 2013

નર્સરીનો પહેલો દિવસ

છેલ્લા ઘણા સમયથી મને નર્સરી કે કે.જી.માં બેસાડવાની વાત ચાલી રહી હતી. અને જ્યારે મને કોઇ પુછે કે જિત્વા સ્કુલે જવાની ને....ત્યારે જવાબમાં હું હંમેશા ના જ કહેતી હતી. આ કારણે પપ્પા, મમ્મી પણ ચિંતામાં હતા કે શું થશે ?

પરંતુ બધાના આશ્વર્ય વચ્ચે હું આજે સવારે નિયત સમયે તૈયાર પણ થઇ ગઇ અને મંદીરમાં દર્શન કરી ઠાકોરજીના આર્શિવાદ લઇને સ્કુલે પણ પહોંચી ગઇ. થોડો સમય રડવાનું થયું પરંતુ પછી વાંધો ન આવ્યો.

ઘરની બાજુમાં લીટલ એન્જલ નામે પ્લે હાઉસ છે કે જ્યાં મેં નર્સરીમાં એડમીશન લીધું છે. મારા મેડમનું નામ ગીતાંજલી પાઇ છે જેઓએ બોમ્બે યુનિ. માંથી એમએસ.સી બોટનીમાં અભ્યાસ કર્યો છે અને તેઓ છેલ્લા 14 વર્ષથી અહીં પ્લે હાઉસ ચલાવે છે.

અહીં એડમીશન લેતા પહેલા પણ પપ્પા, મમ્મી સાથે હું અહીં આવી ગઇ હતી અને મારા ક્લાસરૂમ અને અન્ય સુવિધાઓથી અવગત થઇ હતી.

હં....હવે તો સ્કુલે ગયા વગર છુટકો નથી.
હે ભગવાન આર્શિવાદ આપો
પ્રભુ મારી પ્રાર્થના સ્વિકારજો
ચલો સ્કુલ ચલે હમ...
મારી નર્સરી સ્કુલ લિટલ એન્જલ
 

- તમારી જિત્વા 

Friday, June 7, 2013

દાદાને ત્યાં દાદાગીરી

હું હાલ દાદા ઘરે છું. અહીં સાંગલીથી ધૈર્યભાઇ અને ફઇ પણ આવ્યા છે. બધા ભાઇ બહેનોમાં હું સૌથી નાની છું આથી બધાની લાડકી પણ ખરી.  ઉંમરમાં હું ભલે સૌથી નાની હોંઉ પરંતુ હું એવું માનતી નથી જ્યારે મોકો મળે ત્યારે દાદાગીરી કરવામાં હું જરાય પાછી પડતી નથી...અને જો પહોંચી ના વળું તો અદાને ફરીયાદ કરૂ છું. આ રહ્યા તેના કેટલાક બોલતા પુરાવાઓ અને સાક્ષી તરીકે પુષ્ટી દીદી.





- તમારી જિત્વા