Thursday, December 6, 2012

મારે ફરી એક વાર શાળાએ જવું છે

હાલ ઘરમાં મને પ્લે હાઉસમાં મુકવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે કોઇ મને પુછે કે તારે સ્કુલે જવું છે ને ? ત્યારે હંમેશા મારો જવાબ ના માં જ હોય છે.

મારી "ના"ની વચ્ચે અહીં એક એવી વ્યક્તિની વાત છે જેણે તેનો અભ્યાસ પુરો કરી લીધો છે અને નોકરી કે ધંધામાં જોડાઇ ગયા છે પરંતુ તેને ફરીથી શાળાએ જવું છે.

અહીં હું સ્કુલે ન જવા માટે ઘમપછાડા કરી રહી છું અને આ બેનને ફરી શાળાએ જવું છે ત્યારે મને એક પ્રશ્ન થાય છે કે એવું તે ત્યાં શું હશે કે મન ફરી ત્યાં જવા લલચાય છે મારે પણ એ જાણવા જોવા અને અનુભવવા સ્કુલે જવું જ રહ્યું.

આરજે દેવકીના સુમધુર કંઠમાં તમે સાંભળો આ સરસ મજાની રચના અને હા કેવી લાગી તે જણાવવાનું ભુલતા નહીં હો...

 


મારે ફરી એક વાર શાળાએ જવું છે



- તમારી જિત્વા



Monday, December 3, 2012

તારી ભલી થાય

ગુજરાતી અને તેમાં પણ કાઠીયાવાડી ભાષામાં કેટલાક ખાસ શબ્દો છે જેમાંના કેટલાક શબ્દો હાલ ધૈર્યભાઇ અહીં વેકેશન ગાળવા આવેલો ત્યારે મેં તેમની પાસેથી શીખ્યા છે. જેમ કે "તારી ભલી થાય", "જા ને હવે" વગેરે વગેરે...

હાલ હું વાતે વાતે  "તારી ભલી થાય" શબ્દનો પ્રયોગ કરૂ છું. જેમ કે રમતા રમતાં કોઇ રમકડું પડી ગયું હોય તો હું બોલું છું  "તારી ભલી થાય".

બીજો શબ્દ પ્રયોગ છે  "જા ને હવે" મારાથી ઉંમરમાં કોઇ નાનું કંઇ કરે તો હું તરત જ કહું છું  "જા ને હવે"

- તમારી જિત્વા