ક્રિસમસ બાદ હું સ્કુલે ગઇ ત્યારે સાન્તાએ મને "એંગ્રીબર્ડ કોઇન બેંક" ગીફ્ટ તરીકે આપી હતી અને ટીચરે સાન્તાનું આ માસ્ક. હાલમાં હું સાન્તાનું આ માસ્ક પહેરીને ઘરમાં ફરું છું. અને મમ્મી- પપ્પાને ડરાવી દઉં છું. તેમને ખોટા ખોટા ડરતા જોઇને હું સાચ્ચે સાચ્ચી આનંદમાં આવી જાઉં છું.
આ માસ્કને લઇને પણ મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતો જેમ કે આમાં કલર કેમ લગાવવામાં આવે, આ કેમાંથી બને આને કઇ જગ્યાએ બનાવવામાં આવે વગેરે વગેરે....જો કે હાલ પુરતા મને મોટા ભાગના પ્રશ્નોના જવાબ મળી ગયા છે.
- તમારી જિત્વા