Sunday, January 27, 2013

થોળ તળાવની મુલાકાત





આજે પપ્પા-મમ્મી હું અને પપ્પાનું મિત્રવર્તૃળ થોળ તળાવની મુલાકાતે ગયા હતા. ઘરથી નજીકમાં જ આવ્યું હોવાથી ત્યાં પહોંચતા બહુ વાર લાગી નહી અને અમે જમવાનું પણ સાથે લઇ ગયા હતા આથી બહુ મજા આવી.

- તમારી જિત્વા

Saturday, January 26, 2013

ક્લેની રમત







પપ્પા મારા માટે આ ક્લે લાવ્યા છે. મને તેમાંથી કંઇ બનાવતા તો નથી આવડતું પરંતુ મારા માટે આ વસ્તુ નવી હોવાથી મને તે લઇને રમવું બહુ ગમે છે. હું ક્લેમાંથી કંઇ બનાવતી તો નથી પરંતુ બધી ક્લેને ભેગી કરીને રમું છું.

- તમારી જિત્વા

Wednesday, January 2, 2013

મારા ગમતા આન્ટી





છેલ્લે મેં શાંતીથી કોઇ ફિલ્મ હોય તો તે શ્રીદેવી અભિનીત "ઇગ્લીશ વીંગ્લીશ" હતી. મેં જ્યારથી આ ફિલ્મ જોઇ ત્યારથી શ્રીદેવીની ઇમેજ મારા દિમાગમાં એવી અંકીત થઇ ગઇ છે કે છાપામાં કે ટીવીમાં જેવી શ્રીદેવી દેખાય કે તરત જ હું મમ્મીને કહું છું. મમ્મી "આન્ટી". અને મમ્મી પુછે કે જિત્વાને આ આન્ટી બહુ ગમે ત્યારે હકારમાં હું માથુ હલાવું છું.

- તમારી જિત્વા

Tuesday, January 1, 2013

હેપ્પી ન્યુ યર






આજે આવનારા નવા વર્ષની ઉજવણી કરવા હું પપ્પા, મમ્મી સાથે ગાંધીનગર આર્મી કેમ્પ પાસે આવેલી એસપી હોટલ એન્ડ રીસોર્ટમાં ગઇ હતી. ગાંધીનગર સ્થીત આર્ટ લવર્સ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે અને ડાન્સ સાથેની આ પ્રકારની ઉજવણી મારા માટે નવો અનુભવ હતો.

શરૂઆતમાં તો હું ક્રાઉડને જોઇને જ ડરી ગઇ હતી અને રડવાનું શરૂ કરી દીધું હતું પરંતુ થોડીવારમાં જ હું માહોલ સાથે સેટ થઇ ગઇ હતી. અને મોડે સુધી મેં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

- તમારી જિત્વા