Saturday, May 10, 2014

મારૂ લેપટોપ




આ ફોટાને ધ્યાનથી જૂઓ...તમને શું દેખાય છે ? શું કહ્યું...??? ચેર પર ગાદલી ગોઠવી હોય તેવું લાગે છે. અરે...!!! ના ના એવું નથી આ તો મારૂ લેપટોપ છે. આ લેપટોપમાં હું કામ પણ કરૂ છું.

પપ્પાને અને અન્ય લોકોને ઘણીવખત આ રીતે લેપટોપમાં કામ કરતાં જોઇને મને વિચાર આવ્યો કે મારી પાસે પણ એક લેપટોપ હોવું જોઇએ. અને જુઓ મેં બનાવી કાઢ્યું આ લેપટોપ. મારી નજરે મારૂ આ લેપટોપ દુનિયાના સારામાં સારા લેપટોપ બરાબર છે.

અરે...બાળપણની આ  જ તો મજા છે. ખરૂ ને..???

- તમારી જિત્વા 

Thursday, May 8, 2014

દિકરી અને કન્યાવિદાય

આજે તમને હેમાંગ નાયકની લખેલી એક સરસ મજાની કવિતા "દિકરી" સંભળાવવી છે અને બીજી કન્યા વિદાયને લઇને લખાયેલી અન્ય કેટલીક કવિતા અને તેની પંક્તિ

 "દિકરી" 


 "કન્યાવિદાય" 


કેવી લાગી આ કવિતાઓ જણાવવાનું ભુલતા નહીં હો...!!!

- તમારી જિત્વા




Sunday, May 4, 2014

સુનિધી ચૌહાણ લાઇવ ...

આજે સુનિધીને લાઇવ સાંભળવાની તક મળવાની હતી. ઘરની બહાર જવાની વાત હોવાથી હું ઉત્સાહીત હોઉં તે સ્વાભાવીક છે. નિયત સમયે કાર્યક્રમ શરૂ થયો અને સુનિધીએ તેના ઘણા પ્રસિધ્ધ ગીતોમાંના કેટલાક ગીતો ગાયા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉપક્રમે યોજાયેલા આ સફળ કાર્યક્રમને પ્રેક્ષકોએ મનભરીને માણ્યો.

ગીતોના શબ્દોમાં આમ તો મને બહુ ખબર ના પડી પરંતુ સ્ટેજનું લાઇટીંગ અને સંગીતના કારણે મને જોવું ગમ્યું. હું છેક સુધી શાંતીથી સુનિધીને સાંભળતી રહી.









ગઇકાલે ઓસમાન મીરનો કાર્યક્રમ હતો જેમાં પપ્પા ગયા હતા. તે પણ ખુબ જ સારો રહ્યો તેવું તેમના મોઢે મેં સાંભળ્યું હતુ. 

- તમારી જિત્વા



Saturday, May 3, 2014

મારા સેલ્ફી

આજકાલ સેલ્ફીનું ચલણ છે. લોકો પોતાની જાતે મોબાઇલમાં પોતાનો ફોટો પાડે તેને સેલ્ફી કહેવાય. મોબાઇલ કાયમ લોકોને હાથવગો રહેતો હોવાના કારણે લોકોમાં દિનપ્રતિદિન સેલ્ફીનું ચલણ વધતું જાય છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ સેલ્ફીને લઇને ચર્ચામાં રહ્યા હતા.














સામાન્ય રીતે દિવસના અંતે પપ્પાનો મોબાઇલ મારા હાથમાં આવતો હોય છે ત્યારે હું મોબાઇલમાં મારે જે કંઇ ખાંખા ખોળા કરવાનો હોય તે કરી લઉં છું. એક દિવસ ખાંખા ખોળા કરતાં મારા હાથમાં મોબાઇલનો કેમેરો આવી ગયો અને જુઓ મેં કેટલા સરસ સેલ્ફી ખેંચી કાઢ્યા. મારા વિવિધ મુડને કેમેરામાં કેદ થતાં જોઇને મને પણ અલગ અલગ એક્સપ્રેશન આપવાનું મન થયું અને જુઓ આ મારા યાદગાર સેલ્ફી.

કેમ કેવા લાગ્યા મારા સેલ્ફી....પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં.

- તમારી જિત્વા

Friday, May 2, 2014

મારી ફેન્સી વોચ


ઘડીયાલ એક રંગરૂપ અનેક...આવું જ કંઇક છે મારી આ ફેન્સી વોચનું. મને ભલે ટાઇમ જોતા ન આવડતું હોય પરંતુ અત્યારે મારી પાસે કુલ ત્રણ ઘડીયાલ છે. બે ઘડીયાલ મારી પાસે ઓલરેડી હતી અને આ સરસ મજાની વોચ ધૈર્યભાઇ અને ફઇ મારા માટે લાવ્યા છે.

આ ગીફટ મને બહુ ગમી અને હવે હું મારા ડ્રેસ સાથે મેચીંગ ઘડીયાલ પહેરૂ છું. તમને આ ઘડીયાલ કેવી લાગી તે જરૂર જણાવશો.

- તમારી જિત્વા

Wednesday, April 30, 2014

રીવરફ્રન્ટની મુલાકાતે

છેલ્લા થોડા દિવસોથી બા અને દાદા અમદાવાદ આવ્યા છે. બા પાસેથી હું અનેકવીધ વાર્તાઓ સાંભળું છું અને "ચકી ચોખા ખાંડે છે" તેમજ "આકા ડાકા દહીં ડાકા" શીખું છું. તો દાદા પાસે લેશન કરુ છું.

ધૈર્યભાઇ અને રીટા ફઇ પણ ગઇ 27 તારીખે આવ્યા છે. ધૈર્યભાઇ સાથે રમવાની મને બહુ મજા આવે છે. ધૈર્યભાઇને મેં તેમને અમદાવાદમાં જે જે જોવાલાયક સ્થળો બાકી હતા તે બતાવ્યા.





ધૈર્યભાઇ અને રીટાફઇ
 
દાદા અને બા
આ ફોટાઓ હું સપરિવાર આલ્ફાવન મોલ અને રીવરફ્રન્ટ પર ગઇ હતી ત્યારના છે. ધૈર્યભાઇ અને મને તો રીવરફ્રન્ટ પર બહુ મજા આવી.

- તમારી જિત્વા


Sunday, March 23, 2014

ફોટો મારા અને પપ્પાના

સાંજે જમીને હું પપ્પાની પાસે બેસી જાઉ આ મારો નિત્યક્રમ છે. આજે પણ હું પપ્પાની પાસે બેઠી હતી ત્યારે મેં અને પપ્પાએ સાથે મળીને આ સેલ્ફી લીધા. 



આ સેલ્ફી થોડા દિવસો પહેલાનો છે. ઉપરના સેલ્ફી પપ્પાના લીધેલા છે જ્યારે નીચેનો સેલ્ફી મેં ક્લીક કરેલો છે.


પપ્પાએ તેમના વોટ્સઅપની પ્રોફાઇલમાં પણ આ ફોટો મુક્યો હતો જેને બહુબધા લોકોએ પસંદ કર્યો હતો. 

તમને આ ફોટા કેવા લાગ્યા જરૂર જણાવશો.

- તમારી જિત્વા