Showing posts with label Walking. Show all posts
Showing posts with label Walking. Show all posts

Friday, April 1, 2011

હું ચાલતા શીખી ગઇ

ગઇકાલે બે ઘટના બની એક તો અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા મેચમાં ભારતનો વિજય થયો અને બીજુ કે હું ચાલતા શીખી ગઇ.

ગઇકાલે સાંજે હું સુરેખાબાને ત્યાં રમવા ગઇ હતી ત્યારે સુરેખા બાએ મને ચલાવવાનો પ્રયત્ન કરતાં બધાના આશ્વર્ય વચ્ચે મેં કોઇપણ ટેકા વગર બે ચાર ડગલાઓ માંડ્યા અને પછી તો મારો આત્મવિશ્વાસ વધી ગયો હોય ઘરે આવીને પણ મેં પ્રેક્ટીસ ચાલુ રાખી. અને બે-ચાર ડગલાથી થોડું વધુ ચાલવા માંડી.

જો કે હજુ થોડો આત્મવિશ્વાસ કેળવવાનો બાકી છે પરંતુ સતત પ્રેક્ટીસના કારણે હું આ મહિનાના અંતે સંપુર્ણપણે ચાલતા શીખી જઇશ તેવું બધા માની રહ્યા છે. ચાલો ત્યારે મારે હજુ થોડી ચાલવાની પ્રેક્ટીસ કરવાની બાકી છે.

- તમારી જિત્વા

Monday, August 2, 2010

વોકીંગ ઇઝ બેસ્ટ એક્સસાઇઝ






વોકીંગ ઇઝ બેસ્ટ એક્સસાઇઝ એવું તમે ઘણાના મોઢે સાંભળ્યું હશે. મેં તો આવું ખાસ કંઇ સાંભળ્યું નથી પરંતુ મને થયું કે ક્યાં સુધી આ ગોદડીમાં પડ્યા રહેવું. અને આમ પણ હવે મારી ઉંમર છ મહિનાની થઇ ગઇ છે આથી મેં વોકરની મદદથી ચાલવાનો પ્રયાસ કર્યો અને ઘણા અંશે મને સફળતા પણ મળી.

શરૂઆતમાં વોકરમાં બેસતા મને ડર લાગતો હતો પરંતુ મમ્મીના પ્રોત્સાહનના કારણે બહુ વાંધો ન આવ્યો અને એક વખત સફળતાપૂર્વક બે ડગલા માંડ્યા બાદ મારા ઉત્સાહમાં પણ વધારો થયો. ફોટામાં પણ તમે ડરથી લઇને ઉત્સાહ સુધીના મનોભાવો મારા ચહેરા પર જોઇ શકો છો.

હાલના દિવસોમાં વોકરમાં બેસવાનું બહુ થતું નથી પરંતુ મારા ઉત્સાહના કારણે હું બહુ વહેલું ચાલતા શીખી જઇશ તેવું મને લાગી રહ્યું છે.

- તમારી જિત્વા