Showing posts with label Tea. Show all posts
Showing posts with label Tea. Show all posts

Thursday, June 30, 2011

સરકાર સ્ટાઇલમાં ચા ની ચૂસ્કી




રામગોપાલ વર્માની કેટલીક યાદગાર ફિલ્મોમાંની એક ફિલ્મ છે "સરકાર". આ ફિલ્મમમાં અમિતાભ બચ્ચન એક ખાસ સ્ટાઇલમાં ડિસમાંથી ચા પીવે છે. આજે સાંજે મેં પણ આ સ્ટાઇલમાં ચા પીવાનું નક્કી કર્યું.

જો કે મિલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચનની હૂબહૂ કોપી કરવામાં તો હું સફળ ના થઇ પરંતુ મારા પ્રયત્નને તો તમારે બિરદાવવો રહ્યો.

- તમારી જિત્વા

Wednesday, August 25, 2010

ચાની ચુસ્કી




દરરોજ સવારે પપ્પા અને મમ્મી ચા પીતા હોય છે જે જોઇને મને ખુબ આશ્વર્ય થતું હતું કે આ શું પીવે છે? પરંતુ એક દીવસ તો મેં જાતે કપ ઉંચકી લીધો અને ચા પીવા માટે જીદ શરૂ કરી દીધી.

આખરે મમ્મીએ નમતુ જોખીને મને થોડી ચા પીવડાવી મને ચા પીવાની ખુબ જ મજા આવી. આજે પહેલી વખત ચાનો સ્વાદ માણ્યો. ફોટામાં પણ તમે ચાની ચુસ્કી લીધાનો આનંદ મારા ચહેરા પર જોઇ શકો છો.

- તમારી જિત્વા