Showing posts with label Story. Show all posts
Showing posts with label Story. Show all posts

Wednesday, January 1, 2014

વાર્તા રે વાર્તા...

ભાઇ વાર્તા સાંભળવી તો કોને ન ગમે...? મને તો વાર્તા સાંભળવી બહુ ગમે અને ખાસ કરીને રાત્રે સુતા સમયે. વાર્તાને હું રાજા કહું છે. આજે મારે તમને વાર્તા નથી કહેવી પરંતુ વાર્તાના ખજાના તરફ દોરી જવાના છે. હવે તમને કોઇ વાર્તા કહેવાનું કહે તો ગભરાશો કે મુંજાશો નહીં સરસ રીતે આ ખજાનામાંથી એક વાર્તા ચૂંટી લેવાની.

અહીં આપેલી લીંક પર ક્લીક કરવાથી તમે સરળતાથી પહોંચી શકશો વાર્તાના ખજાના સુધી. પરંતુ ખજાના સુધી પહોંચ્યા પછી તમારે વધુ લોકોને આ ખજાના સુધી પહોંચાડવા છે તે ભુલશો નહીં.

http://evidyalay.net/kid_stories/

ચાલો ત્યારે હવે તમે આ ખજાનાનો આનંદ માણો હું ચાલી રમવા.

- તમારી જિત્વા

Friday, November 23, 2012

પપ્પા આના કપડા ક્યાં ?

થોડા દિવસ પહેલા પપ્પા મારા માટે એક બુક લાવ્યા છે "પંચતંત્રની પંચોતેર બાળવાર્તાઓ" સાંજે પપ્પા મને ક્યારેક ક્યારેક આમાંથી મારી પસંદગીની કોઇ વાર્તા કરતાં હોય છે અને ચિત્ર મુજબ મને સમજાવતા હોય છે.

આજે પપ્પા જેઓ આ બુક લઇને બેઠા કે મેં એક વાર્તા પર આંગળી મુકીને કહ્યું કે આ વાર્તા કરો. પપ્પા જેવી વાર્તા શરૂ કરે કે મેં પપ્પાને પ્રશ્ન પુછ્યો કે "પપ્પા આના કપડા ક્યાં ?"  થોડું વિચારીને પપ્પાએ કહ્યું કે પ્રાણીઓ કપડા ના પહેરે.






- તમારી જિત્વા

Wednesday, September 28, 2011

બા મને વાર્તા કરો ને ???






હમણાં બા આવ્યા છે મને રમાડવા અને એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે. બા ના આગમન સાથે જ મને તો મજા પડી જાય, કારણ કે બા મને બહાર આંટો મારવા લઇ જાય અને મને હાલરડાં પણ સંભળાવે.

આજકાલ સવાર સવારમાં બા જ્યારે તેના ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતાં હોય ત્યારે હું પહોંચી જાવ તેમની પાસે અને મારી સાંકેતીક ભાષામાં બુક બતાવીને તેમને કહું કે બા મને વાર્તા કરો ને ?

મારી જીદને માન આપીને બા તેમનું વાંચવાનું પડતું મુકીને મને પુસ્તકમાંથી કાનાની અને યશોદા માતાની વાર્તા કરે અને ચિત્ર દ્વારા મને સમજાવે પણ. આ વાર્તા સાંભળ્યા બાદ મને કેવી મજા આવતી હશે તે તમે આ ફોટામાં જોઇ શકો છો.

- તમારી જિત્વા