Tuesday, January 31, 2012

"મા" અને "દિકરી"

એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતો આથી તેણે પૃથ્વી પર માતાનું સર્જન કર્યું. અને એટલે જ કહેવાય છે કે "મા તે મા અને બીજા બધા વગડાના વા". મા એ તેના સંતાનને હંમેશા કંઇક આપવું હોય છે પછી તે સંસ્કારની વાત હોય કે પછી ખોરાકની.

પપ્પાને ફેસબુક પરથી આ ફોટો મળી આવ્યો છે જેમાં એક માતા પોતાના સંતાનને કંઇ નથી આપી શકતી ત્યારે તેની મનોવ્યથા કેવી હોય છે તે જોવા મળે છે.



કહેવાય છે કે જવાબદારી માણસને ઘણું બધુ શીખવી દે છે, આ બાળકના કેસમાં પણ આ વાત સૌ ટકા સાચી સાબીત થાય છે.

- તમારી જિત્વા

Monday, January 30, 2012

મારી દીકરી મને બહુ ગમે છે

આજે ઇન્ટરનેટ પર www.layastaro.com નામની સાઇટ પર મીનાક્ષી કૈલાસ પંડિતની સરસ મજાની કવિતા વાંચવા મળી તમને પણ ગમશે.

દીકરી

મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.

દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.

એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.

દીકરી મોટી થઈ જશે ત્યારે ?

- મીનાક્ષી કૈલાસ પંડિત (સૌ. www.layastaro.com )

- તમારી જિત્વા

Sunday, January 29, 2012

ઝંડુ બામ પીડાહારી બામ ?


ઝંડુ બામ, ઝંડુ બામ પીડાહારી બામ...એવું જાહેરાતમાં ભલે આવતું હોય પણ મારા માટે તો આ બામ પીડાકારી સાબિત થઇ. માંડીને વાત કરૂ તો કાલે રાત્રે પપ્પાને જરા શરદી થઇ હતી અને માથું દુ:ખતું હતું આથી તેઓ કપાળ પર બામ લગાવતા હતા તે મેં જોયું.

થોડીવાર પછી તેઓ ટીવી જોતા હતા ત્યારે તેમની નજર ચુકાવીને હું બામની ડબ્બી લઇને બીજા રૂમમાં જતી રહી અને બામ મોં પર લગાવી અને બામ વાળો હાથ મારી આંખમાં પણ અડ્યો. પછી તો પુછવું જ શું ? મેં તો રડારડ કરી મુકી .

પપ્પાએ તરત જ સાદા પાણીથી મારો હાથ ધોઇ નાખ્યો અને આંખ અને મોં સાફ કરી નાખ્યા ત્યારે 10-15 મિનિટ પછી થોડી રાહત થઇ.

જો કે આવું જ મેં 26 જાન્યુઆરીના રોજ પણ કરેલું. ત્યારે પપ્પા વ્હીકલને ક્રિમ લગાવી રહ્યા હતા આથી મેં પુછ્યું આ શું? પપ્પાએ કહ્યું ક્રિમ. જવાબ સાંભળી હું ડ્રેસીંગ ટેબલના ખાનામાંથી ઇમામી ક્રિમ લાવી અને પપ્પાની જાણ બહાર બીજી તરફ જઇને ટ્યુબ ખાલી કરી વ્હિકલમાં લગાવી દીધી. પરંતુ ક્રિમ અને બામનો ફર્ક હવે મને અનુભવે સારી રીતે સમજાય ગયો છે.

- તમારી જિત્વા

યે હોંસલા કૈસે ઝુકે...

ઝી ટીવી પર દર શનિ અને રવિવારે ડાન્સ ઇન્ડિયા ડાન્સ નામનો કાર્યક્રમ આવે છે. તેમાં આજે પપ્પાને ગમતી નાગેશ કુકનુર નિર્દેશીત ફિલ્મ "ડોર"ના એક ગીત પર સનમ અને લિપ્સાએ ડાન્સ કર્યો હતો.

આ ડાન્સમાં મૃત પિતાને યાદ કરતી અને પુત્રીના મનોભાવોને વણી લેવામાં આવ્યા હતા. મને અને પપ્પાને આ ડાન્સ બહુજ ગમ્યો એટલું જ નહીં સેટ પર પણ થોડી વાર વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. તમે આ વિડીયો જુઓ તમને પણ ગમશે.



- તમારી જિત્વા

Saturday, January 28, 2012

દિકરી બીજું શું લખું...

પપ્પાના હાથમાં કાલે એક કંકોત્રી આવી. આ સરસ મજાની કંકોત્રીમાં એક સરસ મજાની કવિતા હતી. સાસરે જતી દિકરી માટે એક પિતાએ લખેલી કવિતા. કવિતાના રચિયતા વિશે તો માહિતી નથી મળી શકી પરંતુ આ કવિતા તો તમારી સાથે મારે શેર કરવી જ રહી. તો વાંચો આ કવિતા...


દીકરી બીજું શું લખું...

દીકરી તારા સૌભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છું, વિદ્યાતાએ જે લખ્યું હતું તે સરનામું શોધી લાવ્યો છું.
છે તું મારા કાળજાનો કટકો, વેગળી કરી નથી ક્યારેય,તારી અમારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું.
દીકરી તારુ પાનેતર આજ ખરીદીને આવ્યો છું,સ્વપ્ન મારા જે હતા તે પાલવમાં બાંધી લાવ્યો છું.
પારકી થાપણ તું છે,ક્યાં સુધી બીજાની સંભાળુ,તારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા આવ્યો છું.
સંસાર તારો સ્વર્ગ બને એ જ આશિષ બન્ને કુળને,લુછો આંસુ દીકરી,ખુશીનો અવસર લાવ્યો છું.
મારી લાડકી ઢિંગલી માટે,રણઝણ ઝાંઝર લાવ્યો છું હૃદય મારૂં રડે છે,પણ મુખ પર સ્મિત લાવ્યો છું.
પહાડ જેવા બાપ પણ રડી પડે છે દીકરીની વિદાયથી,આંગણું મારુ સુનુ થશે,હું વિવશ બનીને આવ્યો છું.
પ્રથમ મા ઉમિયા બોલીને પ્રવેશ કરજે,તારા ઘર સંસારમાં,લાડકી મારી ખૂબ સુખી થજે.
જયશ્રી કૃષ્ણ કહેવા આવ્યો છું.


કવિતા વાંચીને આંખનો ખુણો ભીનો થઇ ગયો ને ? થાય, પ્રસંગ જ એવો છે ને કે આંખનો ખુણો ભીનો ન થાય તો આંખ છે કે કાચ તે તપાસવું પડે.

કંઇ વાંધો નહીં, તમારા ધ્યાનમાં પણ આવું કંઇ આવે તો મારી સાથે શેર કરતાં રહેજો અને હા કવિતા કેવી લાગી તે જણાવવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા

Saturday, December 24, 2011

ઢીંગલી માંદી પડી



હાલ મને જરા શરદી-ઉધરસ થઇ ગયા છે. અને બે દિવસ પહેલા જરા તાવ પણ આવી ગયો હતો. જો કે આજે મને સારૂ લાગી રહ્યું છે. હું 16 તારીખથી લઇને 22 તારીખ સૂધી ની દાદા અને નાનાના ઘરે ગઇ હતી. આથી કદાચ વાતાવરણ બદલવાના કારણે પણ આવું થયું હોય તેમ પણ બને.

આજે મને ભરત ચૌહાણના બ્લોગ www.okanha.wordpress.com નામના બ્લોગ પરથી એક સરસ કવિતા મળી છે. આ કવિતા કંઇક અંશે મારી હાલની તબિયતને પણ લાગુ પડે છે.


ઢીંગલી માંદી પડી

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

ખાટલામાં સૂવું એને ગમતું નથી,
સખી સાથે રમવા જવાતું નથી.

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

દવા તો પીવી એને ગમતી નથી,
ઈન્જેક્ષન લેવા એને ગમતાં નથી.

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

ભેળપૂરી ને આઈસક્રીમ ખવાતો નથી,
થમ્સઅપ તો બિલકુલ પીવાતી નથી.

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.

- તમારી જિત્વા

Wednesday, December 21, 2011

પુત્રીને અણમોલ સલાહ...



(અપની બેટી જોયા કે નામ)

યે જીવન એક રાહ નહીં
એક દોરાહા હૈ
પહલા રસ્તા
બહુત સહલ હૈ
ઈસ મેં કોઈ મોડ નહીં હૈ
યે રસ્તા
ઈસ દુનિયા સે બેજોડ નહીં હૈ
ઈસ રસ્તો પર મિલતે હૈં
રીતોં કે આંગન
ઈસ રસ્તે પર મિલતે હૈં
રિશ્તોં કે બંધન
ઈસ રસ્તે પર ચલનેવાલે
કહને કો સબ સુખ પાતે હૈં
લેકિન
ટુકડે ટુકડે હોકર
સબ રિશ્તોં મેં બંટ જાતે હૈં
અપને પલ્લે કુછ નહીં બચતા
બચતી હૈ
બેનામ સી ઉલઝન
બચતા હૈ
સાંસો કા ઇંધન
જિસમેં ઉનકી અપની હર પહચાન
ઔર ઉનકે સારે સપને
જલ બુઝતે હૈં
ઈસ રસ્તે પર ચલનેવાલે
ખુદકો ખોકર જગ પાતે હૈં
ઉપર ઉપર તો જીતે હૈં
અંદર-અંદર મર જાતે હૈ.
દૂસરા રાસ્તા
બહુત કઠિન હૈ
ઈસ રસ્તે મેં
કોઈ કિસી કે સાથ નહીં હૈ
કોઈ સહારા દેનેવાલા હાથ નહીં હૈ
ઈસ રસ્તે મેં
ઘૂપ હૈ
કોઈ છાંવ નહીં હૈ
જહાં તસલ્લી ભીખ મેં દેદે કોઈ કિસી કો
ઈસ રસ્તે મેં
ઐસા કોઈ ગાંવ નહીં હૈ
યે ઉન લોગોં કા રાસ્તા હૈ
જો ખુદ અપને તક જાતે હૈં
અપને આપકો જો પાતે હૈં
તુમ ઈસ રસ્તે પર હી ચલના.
મુઝે પતા હૈ
યે રસ્તા આસાન નહીં હૈ
લેકિન મુઝકો યે ગમ ભી હૈ
તુમકો અબ તક
કયૂં અપની પહચાન નહીં હૈ. - જાવેદ અખ્તર

જાવેદ અખ્તર ઉર્દૂ શાયર જાં નિસાર અખ્તરના પુત્ર છે, જાવેદ એક પિતા બન્યા પછી પુત્રી જોયાને ઉદ્દેશીને નઝમ લખે છે.

દરેક પિતાને તેના વ્હાલા સંતાનોને કંઈક કહેવું હોય છે. કોઈક ઉપદેશ આપવો હોય છે. એ ટોક-ટોક કરવા માટેની નિષ્ઠુર શિખામણ નથી હોતી, એ તો પૂરેપૂરી કાળજી સાથે કહેવાયેલો જીવનનો નિચોડ હોય છે. સંઘર્ષ ભોગવીને ઝઝૂમીને આગળ આવેલો પિતા પોતાની પુત્રીને કેવી શિખામણ આપે છે તેનું આ કાવ્ય છે.

જીવન એક રસ્તો નથી. જીવન તો બે રસ્તા ઉપર ઉભેલું ‘દોરાહા’ છે. એક રસ્તો બહુ સહેલો છે, સીધો છે, સરળ છે, કોઈ વળાંક નથી. એ રસ્તા ઉપર રીત-ભાતનું આંગણું છે. એ રસ્તે ચાલનારા બધા જ પ્રકારના સુખ પામે છે પણ દરેક સંબંધમાં ટૂકડા-ટૂકડામાં વહેંચાઈ ગયેલા હોય છે.

અનેક સંબંધોના ટૂકડાઓમાં વહેંચાયેલો માણસ પોતાના ભાગમાં તો જરાય બચતો જ નથી. પોતાના ભાગ્યમાં તો બચેલી હોય છે નામ આપ્યા વગરની મૂંઝવણો, સળગતા શ્વાસો જેની ઉપર જીંદગીની બધી જ ઓળખાણો અને સપનાઓ સળગીને રાખ થઈ જતા હોય છે.

દુનિયાના આ રસ્તે ચાલનારાઓ પોતાને ખોઈને આ સંસારને અને દુનિયાને પામતા હોય છે. ઉપર-ઉપરથી જીવતા હોય છે. સાવ ઉપરછલ્લું જીવતા હોય છે. અંદરથી મરી ગયેલા હોય છે.

બીજો રસ્તો ઘણો અઘરો છે. એ રસ્તે કોઈ કોઈની સાથે હોતું નથી. કોઈ સહારો આપનાર હોતું નથી. એ રસ્તે તડકો જ હોય છે કોઈ છાંયડો નથી હોતો. આ રસ્તે કોઈ એવું ગામ હોતું નથી જે ગામમાં કોઈ તમને દિલાસામય ભીખ આપે. જાવેદ કહે છે હે દીકરી આ રસ્તો એ લોકોનો છે જે લોકો પોતાના સુધી પહોંચે છે. જે પોતે પોતાને પામી જાય છે. તું આ જ રસ્તા પર ચાલજે.

મને ખબર છે આ રસ્તો સરળ નથી પણ મને એ દુઃખ છે કે તને હજુ સુધી તું કોણ છે તેની તને ઓળખ નથી થઈ? મા-બાપ જાણતા હોય છે કે તેનું બાળક કેટલું કીંમતી છે. દુનિયાદારીમાં કોઈ હોદ્દાઓ મેળવવા કરતાં પોતાની જાતને ઓળખવી એ બહુ મોટી ઘટના છે. જીંદગીના માટે એ જ પરમસત્ય છે.

- તમારી જિત્વા

(સૌજન્ય: ગુજરાત સમાચાર (શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન')(સહયોગ : કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ)