હાલ ઘરમાં દિવાળીની સાફ સફાઇ ચાલી રહી છે. સાફ સફાઇ દરમ્યાન મારા હાથમાં એક લિસ્ટ આવ્યું જેમાં પપ્પાએ મહેનતપૂર્વક મારું નામ પડ્યા પૂર્વે નામોની સૂચિ બનાવી હતી. (મારા નામની નામાયણ બાબતે પહેલાની પોસ્ટમાં હું લખી ચૂકી છું)
તમે પણ જૂઓ આ નામની યાદી અને હાલનું મારૂ નામ કેટલી મહેનત પછી મળ્યું છે તે પણ જુઓ.
If saving money is wrong, I don't want to be right ! - William Shatner.
કેવું લાગ્યું આ ક્વોટ ? સારૂ ને ? માટે જ મેં તો અત્યારથી જ બચત કરવાની શરૂઆત કરી દીધી છે. પપ્પા-મમ્મી સાથે હું ગઇકાલે મોલમાં ગઇ હતી ત્યાંથી હું મારા માટે આ પીગી બેન્ક લાવી છું.
હવે પછી મને મળતી દરેક ગીફ્ટ હું આ બેન્કમાં ડીપોઝીટ કરૂ છું. આનાથી મને બે ફાયદા થયા એક તો મને બચત કરવાની ટેવ પડશે અને પૈસા જ્યાં ત્યાં મુકાઇ જતાં હતા તે અટકશે.
હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ મેં તો અત્યારથી જ નવરાત્રીની શરૂઆત કરી દીધી છે. આજે રાત્રે મમ્મી મારી ચણીયા ચોળીને ગોઠવી હતી ત્યારે મેં તેને પહેરીને ચેક કરી લીધી અને પપ્પા પાસે આ સરસમજાનાં ફોટાઓ પણ પડાવ્યા.
નવરાત્રીની તૈયારી કંઇ એમને એમ થોડી થાય માટે મેં ચણીયાચોળી પહેરીને ગરબાની પ્રેક્ટીસ પણ કરી જુઓ આ વીડીયો.
આ ફોટાઓ અને વીડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો હો.
તમે વિડીયોમાં જોઇ રહ્યા છો તે બાળકનું નામ છે ઇન્ડિગો, 9 જુલાઇ, 2012માં યુકેમાં જન્મેલા આ બાળકના માતાપિતાએ તેની વિવિધ પ્રવૃતિઓના વિડીયો લેવાનું શરૂ કર્યું રીપીટ રોજે રોજના વિડીયો અને દિકરાના જન્મદિવસના દિવસે આ 365 વિડીયોમાંથી એક નાની ફિલ્મ બનાવી જેમાં તેને દરરોજ મોટો થતો જોઇ શકાય.
એક પિતા તરફથી પુત્રના જન્મદિવસે આનાથી સારી ભેટ બીજી કઇ હોઇ શકે. તમે પણ આ વિડીયો જોઇને ઇન્ડિગોને બી લેટેડ હેપ્પી બર્થ ડે કહેવાનું ના ભુલતા હો.
શરૂઆતમાં મેં થીયેટરમાં કેટલીક ફિલ્મો જોઇ પછી ખબર નહીં કેમ સિનેમા હોલમાં ફિલ્મ જોવાનો મને ડર લાગતો હતો પરંતુ હવે મેં મારા આ ડર ઉપર કાબુ મેળવી લીધો છે. મારી ફ્રેન્ડ વેદીકાના પગલે મેં પણ પપ્પાને કહ્યું કે આપણે ફિલ્મ જોવા જવું છે.
હું ફિલ્મ જોવા દઇશ કે નહીં તેવા ડર વચ્ચે પપ્પા "યે જવાની હૈ દિવાની" ફિલ્મોની ટીકીટ લાવ્યા અને તેમના આશ્વર્ય વચ્ચે મેં સરસ રીતે પુરી ફિલ્મ જોઇ, કોઇપણ પ્રકારની માથાકુટ વગર. ત્યારબાદ તો હું "રાંઝણા" ફિલ્મ પણ જોઇ આવી. તમે પણ જોઇ આવજો આ ફિલ્મ સરસ છે હો..કે...!!!
અને હા...જતાં જતાં સાંભળો ફિલ્મ "યે જવાની હૈ દિવાની" નું મારૂ પસંદગીનું ગીત.