Saturday, August 10, 2013

નસીબદાર બાળક


તમે વિડીયોમાં જોઇ રહ્યા છો તે બાળકનું નામ છે ઇન્ડિગો, 9 જુલાઇ, 2012માં યુકેમાં જન્મેલા આ બાળકના માતાપિતાએ તેની વિવિધ પ્રવૃતિઓના વિડીયો લેવાનું શરૂ કર્યું રીપીટ રોજે રોજના વિડીયો અને દિકરાના જન્મદિવસના દિવસે આ 365 વિડીયોમાંથી એક નાની ફિલ્મ બનાવી જેમાં તેને દરરોજ મોટો થતો જોઇ શકાય.

એક પિતા તરફથી પુત્રના જન્મદિવસે આનાથી સારી ભેટ બીજી કઇ હોઇ શકે. તમે પણ આ વિડીયો જોઇને ઇન્ડિગોને બી લેટેડ હેપ્પી બર્થ ડે કહેવાનું ના ભુલતા હો.

(માહિતી સૌજન્ય : હિમાંશુ કિકાણી, સાયબર સફર)

- તમારી જિત્વા


Tuesday, July 9, 2013

ડર કે આગે જીત હૈ...!!!

શરૂઆતમાં મેં થીયેટરમાં કેટલીક ફિલ્મો જોઇ પછી ખબર નહીં કેમ સિનેમા હોલમાં ફિલ્મ જોવાનો મને ડર લાગતો હતો પરંતુ હવે મેં મારા આ ડર ઉપર કાબુ મેળવી લીધો છે. મારી ફ્રેન્ડ વેદીકાના પગલે મેં પણ પપ્પાને કહ્યું કે આપણે ફિલ્મ જોવા જવું છે.

હું ફિલ્મ જોવા દઇશ કે નહીં તેવા ડર વચ્ચે પપ્પા "યે જવાની હૈ દિવાની" ફિલ્મોની ટીકીટ લાવ્યા અને તેમના આશ્વર્ય વચ્ચે મેં સરસ રીતે પુરી ફિલ્મ જોઇ, કોઇપણ પ્રકારની માથાકુટ વગર. ત્યારબાદ તો હું "રાંઝણા" ફિલ્મ પણ જોઇ આવી. તમે પણ જોઇ આવજો આ ફિલ્મ સરસ છે હો..કે...!!!

અને હા...જતાં જતાં સાંભળો ફિલ્મ  "યે જવાની હૈ દિવાની" નું મારૂ પસંદગીનું ગીત.



- તમારી જિત્વા


Sunday, June 16, 2013

નર્સરીનો પહેલો દિવસ

છેલ્લા ઘણા સમયથી મને નર્સરી કે કે.જી.માં બેસાડવાની વાત ચાલી રહી હતી. અને જ્યારે મને કોઇ પુછે કે જિત્વા સ્કુલે જવાની ને....ત્યારે જવાબમાં હું હંમેશા ના જ કહેતી હતી. આ કારણે પપ્પા, મમ્મી પણ ચિંતામાં હતા કે શું થશે ?

પરંતુ બધાના આશ્વર્ય વચ્ચે હું આજે સવારે નિયત સમયે તૈયાર પણ થઇ ગઇ અને મંદીરમાં દર્શન કરી ઠાકોરજીના આર્શિવાદ લઇને સ્કુલે પણ પહોંચી ગઇ. થોડો સમય રડવાનું થયું પરંતુ પછી વાંધો ન આવ્યો.

ઘરની બાજુમાં લીટલ એન્જલ નામે પ્લે હાઉસ છે કે જ્યાં મેં નર્સરીમાં એડમીશન લીધું છે. મારા મેડમનું નામ ગીતાંજલી પાઇ છે જેઓએ બોમ્બે યુનિ. માંથી એમએસ.સી બોટનીમાં અભ્યાસ કર્યો છે અને તેઓ છેલ્લા 14 વર્ષથી અહીં પ્લે હાઉસ ચલાવે છે.

અહીં એડમીશન લેતા પહેલા પણ પપ્પા, મમ્મી સાથે હું અહીં આવી ગઇ હતી અને મારા ક્લાસરૂમ અને અન્ય સુવિધાઓથી અવગત થઇ હતી.

હં....હવે તો સ્કુલે ગયા વગર છુટકો નથી.
હે ભગવાન આર્શિવાદ આપો
પ્રભુ મારી પ્રાર્થના સ્વિકારજો
ચલો સ્કુલ ચલે હમ...
મારી નર્સરી સ્કુલ લિટલ એન્જલ
 

- તમારી જિત્વા 

Friday, June 7, 2013

દાદાને ત્યાં દાદાગીરી

હું હાલ દાદા ઘરે છું. અહીં સાંગલીથી ધૈર્યભાઇ અને ફઇ પણ આવ્યા છે. બધા ભાઇ બહેનોમાં હું સૌથી નાની છું આથી બધાની લાડકી પણ ખરી.  ઉંમરમાં હું ભલે સૌથી નાની હોંઉ પરંતુ હું એવું માનતી નથી જ્યારે મોકો મળે ત્યારે દાદાગીરી કરવામાં હું જરાય પાછી પડતી નથી...અને જો પહોંચી ના વળું તો અદાને ફરીયાદ કરૂ છું. આ રહ્યા તેના કેટલાક બોલતા પુરાવાઓ અને સાક્ષી તરીકે પુષ્ટી દીદી.





- તમારી જિત્વા

Thursday, May 30, 2013

મામાની કંકોત્રીમાં મારૂ નામ

રવિવારે મારા મામાના લગ્ન છે. ત્યારે હાલ બધા લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં પડ્યા છે. મામાની લગ્નની કંકોત્રીમાં મારૂ અને ખુશી દીદીનું નામ પણ મુકવામાં આવ્યું છે.

હવે લગ્નના આડે બે દિવસ જ બાકી રહ્યા છે પરંતુ હું તો ક્યારની મામાના ઘરે આવી ગઇ છું. અને પપ્પા પણ આવતી કાલે આવે છે. ચાલો હવે બીજી વાતો પછી કરીશું મારે રમવાનું મોડું થાય છે.






- તમારી જિત્વા

Monday, May 13, 2013

એમુ ફાર્મની મુલાકાત

હું શ્રીકાંત મામાના લગ્ન કરવા માટે વતનમાં આવી છું અને હાલ ટીંબાવાડી દાદાના ઘરે છું  જ્યાં નજીકના ગામ નાંદરખીમાં પપ્પાના કઝીન હેપ્પીભાઇએ એમુ ફાર્મ બનાવ્યું છે. જેમાં ઘણા બધા એમુ રાખ્યા છે. આજે હું દાદા, ફઇ, મોટા મમ્મી, મમ્મી, અને ધૈર્ય ભાઇ, પુષ્ટિ દીદી, નેત્રા દીદી અને પપ્પા સાથે એમુ ફાર્મની મુલાકાતે ગયા હતા.

મને તો આ એમુ જોવાની મજા પડી ગઇ.



 










- તમારી જિત્વા

Friday, May 3, 2013

બુકફેરની મુલાકાતે

ગઇકાલે હું અમદાવાદ બુક ફેરની મુલાકાતે ગઇ હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. સંખ્યાબંધ પ્રકાશકો અને પુસ્તકો વચ્ચે શું ખરીદવું અને શું ન ખરીદવું તેની વિમાસણ થાય તે સ્વાભાવીક છે.

આ વખતે એક વાત એ પણ જોવા મળી કે હવે સંખ્યાબંધ સાઇટ દ્વારા ઓનલાઇન પુસ્તકો વેંચવામાં આવે છે અને તે પણ ગુજરાતીઓને ગમતા ડિસ્કાઉન્ટ સાથે.  પપ્પાએ પણ થોડા દિવસ પહેલા ઓનલાઇન "જય હો" પુસ્તક મંગાવ્યું હતું અને ખુબ જ સરસ અનુભવ રહ્યો.

લોકોને પુસ્તકો વાંચતા કરવા અને માતૃભાષાને જીવતી રાખવા માટે આ સરસ પ્રયાસ છે. અહીં દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા હતા. ગઇકાલે શ્યામલ, સૌમિલ મુન્શી, મનહર ઉદાસ અને અન્ય કલાકારો દ્વારા સરસ મજાના ગીતો રજુ કરવામાં આવ્યા. મને શ્યામલ, સૌમિલના કંઠે ગવાયેલું "સુખનું સરનામું આપો" મને બહુ ગમ્યુ, તો અહીં આવેલા કવન અને ભવ્ય સાથે ધિંગા મસ્તી કરવાની પણ એટલી જ મજા પડી.

મને તો ખુબજ મજા આવી હવે હું આવતા વર્ષે ફરી પાછું બુક ફેરનું આયોજન કરવામાં આવે તેની કાગડોળે રાહ જોઇશ.





બુકફેરની બહાર પણ સરસ મજાના ટેબ્લો ગોઠવવામાં આવ્યા હતા પરંતુ તેના ફોટા લેવાનું રહી ગયું છે.

- તમારી જિત્વા