Friday, May 4, 2012

દીકરી દેવો ભવ - મોરારીબાપુ

મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.

દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.

મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.

દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….

એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો.

મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.

રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.

હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે : ‘દીકરી (દુહિતા) દેવો ભવ’.

- તમારી જિત્વા

Sunday, April 29, 2012

જુઓ મારૂ બંગડી કલેક્શન

મમ્મીની જેમ મારી પાસે પણ બંગડીઓનું કલેક્શન છે અને તેમાં પણ ખુશીદીદીએ ગીફ્ટમાં આપેલી બંગડીઓના કારણે મારૂ કલેક્શન ઘણુ સમૃદ્ધ થઇ ગયું છે.

કલેક્શન તો થઇ ગયું પરંતુ સૌથી મોટી તકલીફ આ બંગડી પહેરવાની થાય છે મારે પપ્પા કે મમ્મીની મદદ લેવી પડે છે તેને પહેરવા માટે અને પહેરાય જાય તો પાછી તેને ઉતારવાની તકલીફ છે, કારણ કે તેમાં ફરી તેમની મદદ લેવી પડે છે.

આજકાલ હું સુરેખા બાથી લઇને આશા કાકી દરેકને મારૂ આ બંગડી કલેક્શન બતાવતી ફરૂ છું. તમે પણ મને કહેજો તમને કેવું લાગ્યું મારૂ આ કલેક્શન.






- તમારી જિત્વા

લાવો તમારૂ આઇકાર્ડ

આજે તો પપ્પા જેવા ઓફીસથી આવ્યા કે મેં તેમનું કાર્ડ લઇ લીધું અને મારા ગળામાં પહેરી લીધું. પપ્પાને રોજ કાર્ડ સાથે રાખતા જોવ છું પરંતુ સામાન્ય રીતે તે મારી પહોંચથી દુર રહે છે.

આજે જેવું કાર્ડ હાથમાં આવ્યું કે તરત જ તેને મેં ગળામાં પહેરી લીધું અને તેનાથી ખુબ રમી એટલું જ નહીં હોંશે હોંશે પપ્પા પાસે ફોટો પણ પડાવ્યો.








મને કંઇ નવી વસ્તુ દેખાય કે કંઇ નવું મારા હાથમાં આવે એટલે હું તેનાથી પેટભરીને રમી લઉં છું અને બે-ત્રણ દિવસ બાદ તે વસ્તુ મારા માટે નકામી થઇ જાય છે. આ માટે મમ્મી પણ સમયાંતરે મારા રમકડા બદલાવતી રહે છે જેથી રમકડામાં મારો રસ જળવાય રહે.

- તમારી જિત્વા


Sunday, April 15, 2012

મારી રેડ ફરારી

આજે હું પપ્પા મમ્મી સાથે બહાર ગઇ હતી ત્યારે પપ્પાએ મને મોલમાંથી આ રમકડાની કાર લઇ આપી હતી. મને રેડ કલર પસંદ હોવાથી પપ્પાએ રેડ કલર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.




- તમારી જિત્વા

Wednesday, March 28, 2012

નન્હા ઇલેક્ટ્રીશ્યન

આજકાલ ઘરમાં ટીવીનો એક કેબલ થોડો ઢીલો થઇ ગયો છે. તે જ્યારે લુઝ થઇ જાય ત્યારે તેને જરા હલાવવાની જરૂર પડે છે. પપ્પા અને મમ્મીને લુઝ શોકેટ ટાઇટ કરતાં જોઇને હવે મેં પણ આ કલા હસ્તગત કરી લીધી છે.

સાંજે જ્યારે પપ્પા ટીવી જોતા હોય અને ટીવીની સ્ક્રીન બ્લેન્ક થઇ જાય ત્યારે પપ્પાની સુચનાથી તરત હું રમવાનું પડતું મુકીને આ પીનને ફરી ટાઇટ કરી દઉ છું.







આ કામ મને એટલું ગમે છે કે ન પુછો વાત, આ ફોટાઓમાં પણ જુઓ કંઇક કર્યાનો આનંદ કેવો મારા ચહેરા પર ડોકાઇ રહ્યો છે.

- તમારી જિત્વા

Saturday, March 3, 2012

દિકરી બાપના દિલની શાતા...

આજે બીજુ કંઇ નથી લખવું ફક્ત આ વાંચો અને હા કેવું લાગ્યું તે જણાવવાનું ભુલતા નહીં.

- તમારી જિત્વા

Friday, March 2, 2012

પપ્પા પરીઓને ચશ્મા હોય ?


ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યમાં આ વ્યકિત માટે "સિર્ફ નામ હી કાફી હૈ...." એક એવું નામ જે ઓળખાણનું મોહતાજ નથી. બક્ષીબાબુએ એક પુસ્તકમાં તેમની દિકરી રીવા વીશે આ આર્ટીકલ લખ્યો હતો. જેમાં બક્ષી સાહેબે રીવાના બાળપણથી લઇને યુવાની સુધીની વાત માંડીને કરી છે.

રીવા – ચન્દ્રકાન્ત બક્ષી

રીવાના બાલ્યકાળનાં એ વર્ષો સ્મૃતિપટ પર તાદશ્ય છે. બાળકને ત્રણ-ચાર-પાંચ-છ વર્ષનું થતું જોવું, એની સાથે જીવવું, જીવનને બાળકની આંખે સમજવું એક અભૂતપૂર્વ અનુભવ હતો. મોટા થવું સહેલું છે, પ્રયત્ન વિના પણ સમયના વહનની સાથે માણસ મોટો થતો જાય છે, પણ નાના થતા જવું, નાના થઈ જવું એક આયાસ માગી લે છે. એકસાથે આટલાં બધાં વર્ષોની બાદબાકી, ધુમ્મસ છંટાવાની સાથે નદીનો સર્પાકાર પટ, એક પૂરો મૈદાની ઈલાકો, દૂરનું ગામ, નાનાં મકાનોમાંથી ઊડતા જુદા જુદા ધુમાડાઓ, તડકાનું ખૂલવું, નદીનું આકાશી ચમકવું, એક બિખરાવનું ઝૂલીઝૂલી જવું, રીવાનો બાલ્યકાળ એ વર્ષો છે મારે માટે….. અતીતનો એક લૅન્ડસ્કેપ.

અને એક દિવસ મેં એને એક જ થપ્પડ મારી હતી જોરથી, એ ટાઈ અને યુનિફોર્મ પહેરીને, બૅગ લઈને, પાણીની બૉટલ લઈને તૈયાર થઈ હતી અને એને સ્કૂલે જવું ન હતું. કારણ કે મારે અડધી રજા હતી અને હું ઘેર હતો. અને આ રીતે એક સપ્તાહ પહેલાં પણ એ સ્કૂલે ગઈ ન હતી. અને એ થપ્પડની એને કલ્પના જ ન હતી. ડૅડી મારી શકે, એના નાના સુંવાળા ગાલ પર મારો વજનદાર હાથ પડી જાય… બધું જ ઊડી ગયું, પાણીની બૉટલ, બૅગ, એ એટલી બધી ચમકી ગઈ કે રડી પણ શકી નહિ. એ દિવસ હું જિંદગીભર ભૂલી નહિ શકું. બકુલાએ એને સંભાળી લીધી પણ એ દિવસે એની નાની આંખોમાં હું ગુનેગાર હતો. બપોરે સ્ટોર પર ગયો. સાંજે વહેલો આવી ગયો, મારી ભૂલ માટે, પ્રાયશ્ચિત માટે, માફી માગવા માટે. પણ મારી સાથે કંઈ ન હતું. એ આખો દિવસ હું બેચેન થઈ ગયો. બધા જ ખરાબ વિચારો આવી ગયા. બચ્ચાંને આંખ પર, મગજ પર કંઈક અસર થઈ જશે તો ? આટલા નાના ચાર વર્ષના નિરીહ બાળકને પણ મારે મારવું પડે છે ? નાની નાની બેબીઓને મારનારા પાપાઓ મને સૌથી ક્રૂર અને બર્બર માણસો લાગ્યા છે. બસ, એ એક અપવાદ સિવાય મારો હાથ ક્યારેય એના પર ઊપડ્યો નથી. બાળકની આંખોમાં પિતા ઈશ્વરથી મોટો હોય છે…….

દરેકને નાનપણના એ દિવસો યાદ રહી જાય છે જે દિવસોમાં પિતાની આંગળી પકડીને ફર્યા હતા, મજા કરી હતી. મજાનું બીજું નામ છે : યાદ. રીવાની સાથે સ્મૃતિઓનો એક સમુદ્ર વહી રહ્યો છે – એનો આગલો દાંત હાલતો હતો, એનાં સૅંડલ નાનાં પડી ગયાં હતાં, એના વાળની પોની બાંધી શકાતી હતી, એને દરવાજાનો નૉબ ખોલતાં આવડી ગયો હતો, એ પોતાની મેળે ફ્રોક કાઢી શકતી હતી, એને નવો નાઈટ સૂટ પહેરવાને લીધે ઊંઘ આવતી ન હતી, એને ઍર-લેટરમાં મેં પેન્સિલની લીટીઓ દોરી આપી હતી કે જેથી એ સીધા અક્ષરો લખી શકે, ઈંડાની પાસે બે કબૂતરો જોઈને એણે કહ્યું : ‘ઈંડાનાં ડૅડી અને મમ્મી આવી ગયાં !’ અને એ દિવસો જ્યારે પ્લેન ન્યૂયોર્કના જ્યોર્જ એફ. કેનેડી ઍરપૉર્ટથી લંડન આવવા ઊડ્યું ત્યારે નીચે ઝળહળતો પ્રકાશ બતાવવા માટે એણે મારી આંખો ખોલાવી હતી : ‘ડૅડી, જુઓ !’ અને જ્યારે કેલેથી પૅરિસ જતી બસમાં ફ્રેંચ પુલિસમૅન અમારો પાસપોર્ટ લઈને ચાલ્યો ગયો અને બસ ઊપડી ત્યારે એણે મને પર્સ આપીને કહ્યું હતું : ‘આપણા પાસપોર્ટ ? ઊભા રહો, મને ડ્રાઈવરને કહેવા દો !……’ અને એ પાસપોર્ટ લઈ આવી હતી. અને પ્લેનમાં લૅંડિંગ વખતે હું અસ્વસ્થ થઈ ગયો ત્યારે, મારી પીઠ પર હાથ ફેરવીને ડિસ્પોઝલ બૅગ ખોલીને, ઍર-હૉસ્ટેસ પાસે કોકનાં કેન મંગાવીને એણે કહ્યું હતું : ‘ડૅડી ! રિલેક્સ….! કંઈ થાય છે તમને ?’
નાની હતી ત્યારે એ પૂછતી : ‘રાતે બત્તીઓ બંધ થાય પછી માછલીઓ સૂઈ જાય ?’
હવે એ સમજે છે. એક રાતે બત્તીઓ બંધ થશે. ડૅડી પણ સૂઈ જશે.

એનું એક આખું નાનપણ હું એની સાથે જીવ્યો છું અને મને ખૂબ જ સકુન મળ્યો છે. પોતાના જ સંતાન માટે જેને પ્રેમ નથી, પોતાના જ સંતાન માટે જેની પાસે સમય નથી એવા લોકો માટે મને આદર નથી. અને એવા લોકોમાં ગાંધીજી પણ આવી જાય છે. એક પિતા અને પતિ તરીકે મારી દષ્ટિએ ગાંધીજી તદ્દન નિષ્ફળ મનુષ્ય હતા. જે પિતા એના બાળકનાં રમકડાંઓ સાથે રમી શક્યો નથી, સાંજે એની સાથે ફરી શક્યો નથી, રાત્રે લાઈટોના રોમાંચમાં એની સાથે ખુશીમાં તરબોળ થઈ શક્યો નથી, ઘેર પાછાં ફરતાં એને માટે કંઈ લાવી શક્યો નથી એ ક્યા પ્રકારનો પિતા છે ! સંતાનનો પ્રેમ પણ દરેક પિતાના કિસ્મતમાં હોતો નથી.

સર્કસ, ઝૂ, ફેસ (ક્રિસમસ સમયે અને શિયાળામાં કલકત્તામાં થતી રમતો અને રોશનીનો મેળો), નદીકિનારો… રીવાને લઈને હું ખૂબ ફર્યો છું. કલકત્તાનું ચિડિયાખાનું કે ઝૂ ભારતનું શ્રેષ્ઠ છે. ઝૂના દરવાજામાં કૅન્ડી-ફલોસ લઈને ખાતાં ખાતાં રીવા પૂછતી;
‘ઝૂમાં કાગડો હોય ?’
‘ના બેટા, ઝૂમાં કાગડો ન હોય.’
ઝૂમાં એક કાળું હંસ હતું જે પાસે આવીને ચાંચ ખોલીને ગુલાબી જીભ થરથરાવતું ઊભું રહી જતું હતું. વાંદરો પગ લંબાવીને, પગથી મગફળી લઈને, ફોલીને ખાઈ જતો હતો. શરીર પર રુવાંટીવાળું હાથીનું એક બચ્ચું હતું. બિલ્લીના બચ્ચાને આંગળી અડાડીને એ હાથ ખેંચી લેતી હતી. ઝૂમાં સફેદ વાઘ જોવાની લાઈન બહુ મોટી હતી, એને ખભા પર બેસાડીને લાઈનમાં ઊભો રહ્યો હતો.
‘તને પાંજરામાં વ્હાઈટ ટાઈગર દેખાય છે ?’
‘હા….! મોટ્ટો છે….!’ એ મારી સામે જોયા વિના જ જવાબ આપતી.

હું વાર્તાઓ બનાવી બનાવીને કહ્યા કરતો, લગભગ રોજ રાત્રે ! એક બંદર ઝૂમાંથી ભાગી ગયો. પછી હોટેલમાં ગયો, આઈસ્ક્રીમ ખાવા.
‘કયો આઈસ્ક્રીમ, ડેડી ?’
‘વેનીલા !….’
‘નહીં, સ્ટ્રૉબેરી !…’
‘હા બેટા, સ્ટ્રૉબેરી !….’
‘નહિ નહિ, ટુટી-ફ્રૂટી !…’
‘હા… ટુટી-ફ્રૂટી !…’ વાર્તાઓ રોજ ખૂલતી જતી હતી…. ખૂબ બરફ પડ્યો. એક બતકનું બચ્ચું હતું. રસ્તો ભૂલી ગયું. બચ્ચું સફેદ. નદી સફેદ. પાણી સફેદ. ઝાડ સફેદ…
‘પછી ડૅડી ?’
‘બતકની મમ્મી જ ન દેખાય !’
રીવા કહેતી : ‘ડૅડી ! એવી વાર્તા નહિ કરવાની…..!’
‘અચ્છા, હવે તારે પોએટ્રી ગાવાની…’ અને એ એનાં પ્રિય જોડકણાંઓમાંથી બે ચાર ગાતી…. :
ડીપ ડીપ ડીપ
માય બ્લ્યૂ શીપ
સેઈલિંગ ઈન ધ વૉટર
લાઈક અ કપ ઈન સોસ
ડીપ ડીપ ડીપ….

અને એ બધું જ યાદ છે, ઘડિયાળ પહેરાવી હતી, કાનમાં કટકટ સંભળાવ્યું હતું, ટાઈમ-પીસનું ઍલાર્મ વગાડ્યું હતું, રંગીન છત્રી ખોલીને ઘર ઘર રમાડ્યું હતું, નંબરો શીખવ્યા હતા. રંગોનાં નામ કહ્યાં હતાં. આઈસ સંદેશ અને ખસનું શરબત અને કુલફી. એક વાર હું એને નદીકિનારે આઉટ્રામઘાટ પર ફ્લોટિંગ બફે નામની તરતી હોટલમાં આઈસ્ક્રીમ ખાવા લઈ ગયો હતો. એક લૉંચ આવી, જેટીને ધક્કો લાગ્યો, ફલોટિંગ-બફે હાલી, રીવાનો આઈસ્ક્રીમ એના ફ્રૉક પર પડી ગયો. લાકડાનાં પગથિયાં નદીના પાણીમાં ઊતરતાં હતાં ત્યાં બેસીને અમે મગફળી ખાતાં હતાં. શિયાળાના લગભગ દર રવિવારે હું એને સવારના તડકામાં વિક્ટોરિયા મેમોરિયલ લઈ જતો. એ હંમેશાં ઘાસ છોડીને કાંકરીઓના ગ્રૅવલ-માર્ગ પર નીચું જોઈને ચાલતી કારણ કે ચાલવાનો અવાજ થતો હતો ! હું એની સાથે સહેલા અંગ્રેજીમાં થોડું થોડું બોલતો કે જેથી એ શીખી શકે. હું પીઠ પાછળ હાથ રાખીને ચાલતો એટલે એ પણ પીઠ પાછળ હાથ રાખીને ચાલતી. એને બેંચ પર ઊભી રાખીને હું ફોટા પાડતો, અને એને બેંચ પરથી ઊતરતાં આવડતું ન હતું. પહેલી વાર ચશ્માં લાવ્યા હતા અને એક ફુગ્ગો લાવ્યો હતો અને પહેલે જ દિવસે ઘરમાં પહેલી જ મિનિટોમાં ફુગ્ગાને બદલે એણે ચશ્માં ઉડાવી દીધાં હતાં….. ફોટામાં પાણી જોઈને એણે કહ્યું હતું : ‘ડૅડી ! સંભળાતું નથી ! પાણી હાલે છે :’…… અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બ્લૅક-આઉટ થતો ત્યારે એ કહેતી : ‘ડૅડી ! સંભળાતું નથી !’

સુખ કે સુખનો થાક કે સુખના થાકનો ગર્વ…. કોઈ જ વસ્તુની સમજ ન હતી. એ દિવસો હતા ગર્વ વિનાના, ઈર્ષ્યા વિનાના. નાની રીવા એક જોડકણું ગાતી જે મને બહુ ગમતું :
ચબી ચિક્સ
ડિમ્પલ્ડ ચીન
કર્લી હેર
વેટી ફેર
આઈઝ આર બ્લ્યૂ
લવલી ટુ
મમ્મીઝ પેટ
ઈઝ ધેટ યૂ ?….. અને એ બાજુમાં સૂઈ જતી ત્યારે અંધારામાં હું વિચાર કરતો રહેતો કે હું બદમાશ જીવન જીવ્યો છું. ઈચ્છું છું કે મારો જમાઈ સારો માણસ હોય, મારા જેવો ન હોય કમથી કમ…!

- તમારી જિત્વા