Showing posts with label Navratri. Show all posts
Showing posts with label Navratri. Show all posts

Tuesday, October 1, 2013

નવરાત્રીની તૈયારી

હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ મેં તો અત્યારથી જ નવરાત્રીની શરૂઆત કરી દીધી છે. આજે રાત્રે મમ્મી મારી ચણીયા ચોળીને ગોઠવી હતી ત્યારે મેં તેને પહેરીને ચેક કરી લીધી અને પપ્પા પાસે આ સરસમજાનાં ફોટાઓ પણ પડાવ્યા.










નવરાત્રીની તૈયારી કંઇ એમને એમ થોડી થાય માટે મેં ચણીયાચોળી પહેરીને ગરબાની પ્રેક્ટીસ પણ કરી જુઓ આ વીડીયો.

 

આ ફોટાઓ અને વીડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો હો.

- તમારી જિત્વા






Thursday, October 18, 2012

હવે ફોટા બહુ થયા

મારી પાસે ચણીયા ચોળીનો એક સેટ હતો અને બીજો મમ્મીએ અપાવ્યો આથી હવે બે સેટ થઇ ગયા. એક સેટના ફોટા તો મેં મુક્યા છે પરંતુ આ પોસ્ટ સાથે આ બીજા ડ્રેસમાં પાડેલા ફોટા પણ મુકી રહી છું. આ ડ્રેસના ફોટો પાડવામાં પપ્પાએ એટલી બધી વાર કરી કે મારે કહેવું પડ્યું કે હવે ફોટા બહુ થયા.


 


- તમારી જિત્વા

Tuesday, October 16, 2012

હેપ્પી નવરાત્રી 2012

આજની નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે અને ચારે તરફ આ તહેવારની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મેં પણ ચણીયાચોળી લાવી દીધી છે અને દાંડીયા વગેરેની ખરીદી ગઇકાલે કરી આવી છું. નવરાત્રીને અનુલક્ષીને મારી મોટાભાગની ખરીદી પુરી થઇ ગઇ છે.

હું જે દિવસે ચણીયાચોળી લાવી તે જ દિવસે સાંજે મેં તેને પહેરીને ટ્રાય પણ કરી લીધી. અને આ ફોટાઓ પણ પાડ્યા. આ વખતે તો મેં નેટપ્રેક્ટીસ પણ સારી એવી કરી છે માટે ગરબામાં ધુમવાની પણ મજા આવશે.







- તમારી જિત્વા

Monday, September 12, 2011

નવરાત્રી પહેલાની તૈયારી

હવે નવરાત્રી શરૂ થવાની થોડી જ વાર છે. ચારે તરફ ડાંડીયા રાસના ક્લાસ શરૂ થઇ ગયા છે અને ટીવી પર અવનવા ગરબા જોવા મળી રહ્યા છે. મેં પણ નવરાત્રીની પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે. આજે ટીવી પર ગરબો આવતો હતો કે મુંબઇથી ગાડી આવી રે....આ ગરબો સાંભળીને હું એટલી ખુશ થઇ ગઇ કે જેની તમે કલ્પના ના કરી શકો.

મારી ખુશીનો અંદાજ લગાવવા માટે તમારે આ વીડીયો જોવો રહ્યો. પહેલા વીડીયોમાં મારો અવાજ છે જ્યારે બીજા વીડીયોમાં ગરબો સાથેનો મારો ડાન્સ. જોઇને કહેજો કે નવરાત્રીની મારી તૈયારીમાં કોઇ કમી તો નથી રહી જતી ને ?



Video with Original sound




Video with Soundtrack




- તમારી જિત્વા

Sunday, October 10, 2010

આવી નવલી નવરાત્રિ








માતાની શક્તિ અને ભક્તિનો તહેવાર નવરાત્રિ હું પહેલી વખત ઉજવી રહી છું. પહેલા નોરતાના દિવસે હું, મમ્મી, પપ્પા તેમજ ગિરીશકાકા, કેયુરકાકા અને તેમનો પરિવાર અને માનવના અશ્વિનફુવા અને ફઇ તેમજ પવિત્રી દીદી બધા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજીત સ્વર્ણિમ નવરાત્રીમાં ગયા હતા.

મને તો બધુ બહુ નવું નવું લાગતું હતું. મોટા મોટા અવાજે ગવાતા ગરબા અને લોકોએ પહેરેલા રંગબેરંગી વસ્ત્રોને તો હું જોતી જ રહી ગઇ. અહીં લોકોની સંખ્યાના પ્રમાણમાં સારી એવી મોકળાશ હતી આથી મને બહુ વાંધો આવ્યો નહીં. ગરબો સાંભળતા સાંભળતા જ હું પપ્પાના ખભા પર માથુ નાખીને ઉંધી પણ ગઇ હતી.

બીજા નોરતે હું, પપ્પા, મમ્મી અને કેયુરકાકા તેમજ કિંજલકાકી ઉમિયા કેમ્પસ પર સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ દ્વારા થતા ગરબામાં ગયા હતા. અહીં મને બહુજ ગરમી થતી હતી અને મજા આવતી નહોંતી આથી મેં રડવાનું શરૂ કરી દીધું હતું. આથી હું, પપ્પા અને મમ્મી ગરબા શરૂ થાય તે પહેલા જ ઘરે જવા નીકળી ગયા હતા. નવરાત્રિને ધ્યાનમાં રાખીને મેં કેટલાક ફોટા પણ પડાવ્યા છે તમે આ ફોટા જુઓ હું ચાલી ગરબા સાંભળવા.

- તમારી જિત્વા